નવી શિક્ષણમાં માતૃભાષામાં ધો. પ સુધી શિક્ષણ મળશે તેથી હવે ફરી જુના બાળગીતો શાળામાં ગુંજવા લાગશે અંગ્રેજી માઘ્યમની શાળાઓએ આપણાં બાળકોમાં અંગ્રેજી કવિતા અને ગીતોનું ચલણ વધારી દીધું છે
એક ગુજરાતી તરીકે છોકરાઓને ગુજરાતી સર્ંસ્કૃતિ અને ગુજરાતી ભાષાનો ખ્યાલ હોવો જ જોઇએ પણ છેલ્લા દોઢ દાયકામાં અંગ્રેજી માઘ્યમોના ભણવવાના ક્રેસ કારણે મા-બાપોએ સંતાનોને નહીં ગુજરાતીને નહીં અંગ્રેજી એમ બે વચ્ચે ટીંગાડી દીધા છે. આજે હજારો બાળકો ગુજરાતીમાં દુકાનનાં બોર્ડ વાંચી નથી શકતા, પણ હવે નવી શિક્ષણ નીતિમાં ધો.પ સુધી ફરજીયાત માતૃભાષામાં જ શિક્ષણ લેવું પડશે, અંગ્રેજી માઘ્યમોની શાળાઓએ આપણાં બાળકોને અંગ્રેજી કવિતા અને ગીતોનું ચલણ વધારી દીધું છે. ઘરનું વાતાવરણ ૧૦૦ ટકા ગુજરાતી હોય તે બાળક અંગ્રેજીમાં કયાંથી મેળ પડે, દેખાદેખીમાં આપણે જ આપણાં બાળકોનો વિકાસ રૂધી નાખ્યો છે.
શિક્ષણ હમેશા માતૃભાષામાં જ હોય એની સાથે પહેલા આપણી રાષ્ટ્રભાષા હિન્દી અને પછી અંગ્રેજી આવે, અંગ્રેજીનું ચલણ વધારે છે પણ આપણે તે શિખીને પણ વિકાસ કરી જ શકીએ, કાંઇ નથી આવડતું તે પણ મોબાઇલના સ્માર્ટ ફોનમાં બધુ કરી જ લે છે. માઁની ભાષા એટલે માતૃભાષા ઘરમાં બોલાતી ભાષામાં બાળક ભણે તો જ તે હોંશિયાર થઇ શકે છે.
‘શિક્ષણ’ જ્ઞાન તે શાળા સિવાય ઘરમાં થી કે આજુબાજુના વાતાવરણમાંથી મળી શકે છે, વાસ્તવમાં શિક્ષણ અવલોકનનો વિષય છે. શાળા તેમાં સેતુ બને છે, સ્વ અઘ્યયનથી બાળક લાંબુ ટકી શકે તેવું શીખી છે. આપણાં પરિવારની પ્રથામાં દાદા-દાદીનો હિસ્સો બાળ ઉછેરમાં મા-બાપ જેટલો જ છે. તેમની પાસેથી સંભળાતી વાર્તા, ગીતો, પ્રસંગો જ બાળકને જીવંત બનાવે છે. આપણી પ્રાદેશિક સંસ્કૃતિ, તેમના ગીતો, આંગણાના પશુ-પંખીઓ, કુદરત અને આજુબાજુનું પર્યાવરણ જ આપણાં સંતાનોને શિક્ષણ આપે છે. વર્ષો પહેલાના ‘નાની મારી આંખ, જોતી કાંક કાંક’ માં આપણા શરીરનાં અંગોની ઓળખ અને તેમનું કાર્ય બાળકોને રમતાં રમતાં શરીર વિજ્ઞાન શીખવે છે. વિવિધ પ્રાર્થનાઓ સાથે સંસ્કૃતિ અને સંસ્કાર મળે તો બાળગીતો, અભિનય ગીતોથી આનંદમય શિક્ષણ સાથે ઘણું બધું બાળકોને શીખવા મળે છે.
હાથીભાઇ તો જાડા, મામનું ઘર કેટલે, મે એક બિલાડી પાડી તી, બા મને ચપટી વગાડતા આવડી ગઇ, ચકીબેન ચકીબેન મારી સાથે રમવા અને મારીવાડીમાં પોપટ આવે છે જેવા બાળગીતોથી શિક્ષણ રસમય બને છે. જેને કારણે આ બધા ગીતો આજે પણ આવડે છે. રસવગરના શિક્ષણ કરતાં રસ સાથેનું શિક્ષણ જ ચિરંજીવી બને છે. આ બધા બાળગીતો શાળા છુટતા પહેલા અડધો કલાક પહેલા બધા બાળકો વર્ગના સમુહમાં ગાય તેથી અવાજની લય બઘ્ધતાને કારણે બાળકોને બધા બાળગીતો મોઢે થઇ જતા હતા. આ બધા બાળગીતોનું શિક્ષણમાં ખુબ જ મહત્વ હતું, આને કારણે બાળકોને ઘણું જ્ઞાન મળતું જે આજે કયાંય ગવાતો જ નથી. કેટલીક શાળામાં તો ફિલ્મી ગીતોની અંતકડી રમાડાય છે. ખરેખર તો શબ્દોની અંતકડી કે નામ, શહેર, ગામ કે ભારતના રાજયોની અંતાક્ષરી રમાડાય તો બાળકો રમતાં રમતાં ભણે ને શિક્ષણ મેળવે પણ આવું કોણ વિચારશે એ પ્રશ્ર્ન છે.
બાળ શિક્ષણમાં બાળગીતોનું મહત્વ સાથે દાદા-દાદીની વાતો પણ શિક્ષણમાં ખુબ જ ઉપયોગી છે. બાળગીતો ઉપર બાળકો અભિનય કરે ને સાથે બોલે ત્યારે બોડી લેંગ્વેજ, હાવ ભાવ વિગેરે પરત્વે સજાગ રહેતા તેનામાં એકાગ્રતા, ટાઇમીંગ જેવા વિવિધ ગુણો ખીલે છે. નાના બાળકો નાટક કે અભિનય કરતાં હોય ત્યારે લીડર શીપ સાથે એકબીજાને સમજાવવાની કલા આપણે સૌએ જોઇ છે, બાળગીતોથી શિક્ષણ, સિંચન અને સંસ્કાર બાળકોમાં રેડે છે. નકારાત્મક અને હકારાત્મક સાથે સારી ટેવો અને ખબાર ટેવોની સમજ પણ આપે છે. ઘણાં બાળગીતો બાળકોને મૂલ્યશિક્ષણ પણ આપે છે. શિક્ષણમાં બાળકોને ગીત સાથે જ્ઞાન માત્રને માત્ર બાળગીતો જ આપી શકે છે.
સાત વારના નામ, મહિનાઓ કે ઋતુઓના બાળગીતો થકી બાળકોને દ્રષ્ટિકરણ થવાથી ને રસથલ ગાતા તરત જ યાદ રહી જાય છે. બાળગીતો સાથે બાળવાર્તાનો સમન્વય આવી જ જાય છે, તેથી બન્નેમાં જો થોડી અભિનય કલા, હાવ-ભાવનો ઉમેરો થઇ જાય તો બાળકોને અઘરુ પણ સરળતાથી શિરાની જેમ સહેલાયથી ગળે ઉતારી શકાય, આજે તો સતત ભણાવને ભણાવ કરીને બાળકને આવી બધી જાદુઇ શિક્ષણ કલાથી શિક્ષકો જ વંચિત રાખી રહ્યા છે. પંચતંત્રની બાળ વાર્તાથી બાળકોને ખુબ જબોધ પાઠ મળે છે. દરેક મા-બાપે જુના બાળગીતો પેનડ્રાઇવમાં સેવ કરીને નિયમિત બાળકોને સંભળાવવા જ પડશે આ બધાથી જ તેનો સર્ંવાગી વિકાસ શકય બનશે.
જાુના બધા બાળગીતોમાં સંખ્યાજ્ઞાન, પશુ-પક્ષી, તહેવારો, ફળ-ફુલને શકાભાજી, જુદા જુદા આકારો, ગણતરી અને પર્યાવરણ જેવી તમામ બાળકોનો સમાવેશ થઇ જ જતો હોવાથી બાળક રસ-રૂચિની ભણતા હતા આજે આ ટેકનીક જ લુપ્ત થઇ ગઇ છે. તેથી બાળકને ભાર લાગે લાગે છે. પહેલા તો આ દ્વારા જ બધુ જ શીખી લેતો હતો. આજે તો ગુજરાતીમાં આ બધા ગીતો એનિમેટેડ પણ આવે છે પણ બાળકોને બતાવે કોણ? આપણી ગુજરાતી ભાષામાં કેટલાય નામી-અનામી સાહિત્યકારોએ બાળગીતો લખ્યાં છે, બાળગીતો એટલે બાળકો માટે જ લખાયેલા ગીતો બાળગીતોની મધુરતા અને લયબઘ્ધા માટે તેને અચુક સાંભળવા પડે તો જ આજના મા-બાપને તેની સાચી સમજ મળશે.
પહેલા તો બાલવાડી, ફૂલવાડી જેવા નામો શાળાનાં હતા. આજે શાળા કે સ્કુલ થઇ ગઇ, પહેલા સરસ્વતિના ધામને આજે ભણતરના ભાર સાથે ચાલતા નાનકડી જગ્યાના મસમોટા નામથી ચાલતા સંકુલો દિશાની અધરી સમજ નાનકડુ બાળગીત પળવારમાં બાળકને સમજાવવાની તાકાત રાખે છે. શનિવારની બાલસભામાં બાળકો દ્વારા ગવાતા બાળગીતો ખુબ જ સુંદર ને શ્રેષ્ઠ હોય છે. ‘મારી વાડીમાં પોપટ આવે છે’ આ બાળ ગીતમાં પોપટ વિશેની તમામ સમજ સાથે વાડીનો માહોલ બાળકોને તો ‘મારી શેરીમાં શાકવાળી આવે છે’મા બધા શાકના નામ કલર તેના ગુણ આવી બધી વાતો બાળકો બાળગીતમાંથી શીખે છે, લીંબુ ખાટું ને મરચું તીખું સાથે વિવિધ શાકભાજીના નામ અને તેનું વર્ગીકરણ જેવી અધરી બાબત પણ આજ બાળગીતથી બાળક શીખે છે. નાના ભૂલકાં સાથે બાળક જેવા થઇને રહેવું નાચવું, ગાવું અને રમવું એના જેવી બીજી કોઇ મઝા નથી. આપણાં સાહિત્યમાં બાળગીતોનો વિશાળ ખજાનો છે. દરેક મા-બાપને અનુરોધ કે તમારા સંતાનોને જયારે ટાઇમ મળે ત્યારે બાળગીતો, બાળવાર્તા કહો એના દ્વારા જ તેના વિકાસ થઇ શકશે, શાળા કરે કે ન કરે પણ તમે જરૂર કરજો.
-: કોરોના મહામારીનું બાળગીત :-
- *કોરોના કોરોના રમતાતા,
- * ડરી ડરીને ફરતાતા,
- * બીતા બીતા જીવતા તા,
- * ઘરમાં ને ઘરમાં રહેતાતા,
- * જે મળે તે ખાતાતા,
- * દુધને શાક જ લેતાતા,
- * પોલિસને જોઇને ભાગતા તા,
- * માસ્ક પહેરીને ફરતા તા
- * સામાજીક અંતર રાખતા તા
- * રોજ ‘રામાયણ’ જોતાતા,
- * ટીવી-મોબાઇલ જોતાતા,
- * પુરૂ નેટ વાપરતા તા
- * વજન ખુબ વધાતા તા,
- * રોજ ઉકાળા પીતાતા,
- * ચીનને ગાળો દેખતા ,
- * આમ દાડા કાઢતા તા,
આ બાળ કવિતા કોરોના મહામારીના સમયે શાળા બંધ હતી ત્યારે સોશ્યિલ મિડીયા બહુ જ વાયરલ થઇ હતી. નાના ધોરણની શાળા તો હજુ પણ શરુ થઇ નથી ત્યારે કોઇક અજ્ઞાતે લખેલી કવિતા લેખને અનુરૂપ હોવાથી પ્રસ્તૃત કરી છે.
જૂના ને જાણીતા બાળગીતો
મામાનું ઘર કેટલે.. દીવો બળે એટલે : વાંચો શિક્ષણમાં બાળગીતનું મહત્વ
- * મામાનું ઘર કેટલે…. દિવો બળે એટલે….
- * અડકો દડકો, દહીંનો દડકો….
- * મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહું રૂપાળી છે….
- * વારતા રે વારતા, ભાભો ઢોર ચારતા….
- * મારા પ્રભુ તો નાના છે, દુનિયા ભરનાં રાજા છે…
- * ચકીબેન ચકીબેન, મારી સાથે રમવા આવશો કે નહિં?…..
- * ભાઇ મારો ડાહયો…. પાટલે બેસી નાહયો…..
- * ચાંદો સુરજ રમતા’તા, રમતાં રમતાં કોડી જડી….
- * દિવાળી આવી દિવાળી આવી….
- * એકડો સાવસળેખડો ને બગડો ડોલે તગડો….
- * નાની મારી આંખ, એ તો જોતી કાંક કાંક…..
- * આવરે વરસાદ, ધેબરીયો પરસાદ……
- * દાદાનો ડંગોરો લીધો, એનો તે મે ઘોડો કીધો….
- * અંતર મંતર જંતર…. હું જાણું છું એક મંતર….
- * રજા પડી ભાઇ રજા પડી, રમવાની મઝા પડી….
- * સાયકલ મારી સરરરર જાય, ટીન ટીન ટોકરી વગાડતી જાય…
- * છુક છુક કરતી ગાડી ચાલી…..
- * બા મને ચપટી વગાડતા આવડી ગઇ…..
- * ચાંદો પોળી ઘીમાં જબોડી
- * ચકી ચોખા ખાંડે છે, મોર પગલા પાડે છે…..