સંબંધોમાં મીઠાશ હોવી ખુબજ જરૂરી છે. મીઠાશ એ માત્ર મીઠી સુમધુર લાગણીઓથી જ જળવાઈ રહે છે તેવું તમે માનો છો? તો શું ખરેખર તમે આ જે માનો છો તેનાથી તમારા અને તમારા સાથીના સંબંધમાં મીઠાશ રહે છે કે પછી એક રીતના રૂટિન વાળા રિલેશનને કારણે તમારા રિલેશનમા નિરસતા પ્રસરે છે..? તો આવો જાણીએ કે મીઠા મધુર સંબંધ માટે માત્ર લાગણીઓ જ જરૂરી છે કે પછી તેમાં થોડી કડવાશ પણ જરૂયારી છે…??
કહેવાય છે કે સુખનો આનંદ ત્યારે જ આવે છે જ્યારે દૂ:ખનો અહેસાસ થાય છે. આપણે અહી સંબંધોની મીઠાશની વાત કરી રહ્યા છીએ તેનું પણ કઇંકએવું જ છે પ્રેમની લાગણી હોવી એમાં કઈ ખોટું નથી પરંતુ જો સતત લાગણીઓના પ્રવાહમાં સંબંધ આગળ વધતો રહે છે તો એક સમય એવો આવે છે જ્યારે તે સમ્ન્ધ્મ નિરસતા છવાય છે. અને એટલે જ અમબંધને જાળવી રાખવા માટે તેમાં ઉતાર ચઢાવ આવવા જરૂરી છે, કહેવાનો મતલબ એ જ છે કે રિલેશનમા નાના મોટા ઝઘડા થવા પણ જરૂરી છે.
ક્યારેક એવું પણ બનતું હોય છે કે સંબંધને જાળવી રાખવા માટે કોઈ પણ સાથીની લાગણી દુભાની હોય તો તેનો ખુલાસો કર્યા વગર જ ચૂપચાપ એ પરિસ્થિતિને ટાળવાની કોશિશ કરવામાં આવે છે, પરંતુ એ પેરિસથીને ટાળવા કરતાં તેના વિષે સાથી સાથે ખૂલીને વાત કરવી યોગ્ય છે એ વાતથી ભલેને થોડો ઝાગડો પણ થયી જાય. કારણ કે એ ઝઘડાની મીઠાશ તમારા જ સંબંધને વધુ મજબૂત બનાવે છે.
અનેક યુગલો એવા હોય છે કે જેને એ નથી સમજાતું હોતું કે કઈ પરિસ્થિતિમાં કેવું વર્તન કરવું જોઈએ, જેના કારણે કઈ પણ ભૂલ થયી હોય તો તેનો આરોપ સામે વળી વ્યક્તિ પર નાખવો એ જ તેનો છેલ્લો રસ્તો હોય છે. અને સામે વળી વ્યક્તિ પણ તેને ચૂપચાપ સાંભળી લ્યે છે. આ પ્રકારની ચૂપ્પી સંબંધ જાળવી રાખવામા નુકશાનકારક નીવડે છે.
લાગણીઓ સારી હોય કે ખરાબ તેને કોઈ પણ સ્વરૂપે બહાર નીકળવા ડો અને પછી જુઓ તમારા સંબંધ કેટલા ગાઢ બને છે. અને એટલે જ સીધી લીટીમાં ચાલવા કરતાં તેમાં થોડા વળાંક લાવવા પણ જરૂરી છે.