દરેક વ્યક્તિનું એક અલગ વ્યક્તિત્વ હોય છે. તેઓ કોણ છે..? તેમનો સ્વભાવ કેવો છે..? તેમના વિચાર કેવા કેવા છે..? આવા ઘણાં પરિબળો છે કે જે વ્યક્તિના પાત્રને આકાર આપે છે અને તે જ તેમનું ભવિષ્ય નક્કી કરે છે..!! પણ એ વાત તો પાક્કી છે કે દરેક માણસમાં કંઈક ને કંઈક ખામી હોય છે અને જો વ્યક્તિત્વની ખામી હોય તો તે નજરે પડી જ જાય છે. શું તમને ખબર છે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તમારામાં કઈ અને કેવી વ્યક્તિત્વ ખામી છે..? જ્યોતિષ શાસ્ત્રમાં રાશિ ચિહ્નો વ્યક્તિ અને તેના સ્વભાવ વિશે ઘણું પ્રગટ કરી શકે છે. તો ચાલો આપણે અહીં તમારી રાશિ તમારા વ્યક્તિત્વ પર કેવી અને કેટલી અસર કરે છે તે જાણીએ..!!
મેષ:
મેષ રાશિના જાતકો પ્રેરક હોવા ઉપરાંત આક્રમક હોઈ શકે છે. આ રાશિના લોકોમાં અચાનક ગુસ્સો સ્વભાવિક હોય છે. જે તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો સ્વભાવ ઈન્ટરમિટેન્ટ એક્સપલોજિવ ડિસઓર્ડરની લાક્ષણિકતા હોઈ શકે છે. જેમાં વ્યક્તિને ગુસ્સો અને આક્રમકતા ખૂબ હોય છે. જે ઘણીવાર ખરાબ પરિસ્થિતિઓ તરફ દોરી જાય છે.
વૃષભ:
રાશિના જાતકો તેમના કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું પસંદ કરે છે. તેઓ જીવન અને તેમના નિર્ણયો વિશે એકદમ જીદ્દી હોય છે. તેઓ વધુ સંગઠિત હોય છે પણ અનુશાસન સામે ટકી શકતા નથી. એવું કહેવામાં આવે છે કે, આ સનસાઇન હેઠળ જન્મેલા લોકો ઓબ્સેસીવ-કમ્પલ્સિવ ડિસઓર્ડર ધરાવે છે, જેને ઘઈઉ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં લોકોને અનિચ્છનીય વિચારો, લાગણીઓ અથવા વિચારો હોય છે જેનું તે પુનરાવર્તન કર્યા જ રાખે છે.
મિથુન:
મિથુન રાશિના જાતકો વાર્તાલાપવાદી હોય છે. એટલે કે અતિ બોલકા હોય છે તેથી તેઓ એકલા રહી શકતા નથી. તે જે લોકોને પ્રેમ કરે છે તેમની સાથે રહેવાનું ખૂબ પસંદ કરે છે અને તેમના પર જ નિર્ભર હોય છે. આથી તેઓને ડિપેન્ડન્ટ પર્સનાલિટી ડિસઓર્ડરની શક્યતા વધારે છે. કે જેમાં લોકો સહ-નિર્ભર સંબંધો તરફ વધુ વલણ ધરાવે છે.
કર્ક:
કર્ક રાશિના જાતકો અતિ ભાવનાત્મક અને લાગણીશીલ હોય છે. લાગણીઓમાં પીગળી ધોખો ખાય છે છતા અડગ રહે છે. ઘણાં ઘર્ષણ અનુભવે છે પણ બધું મનમાં રાખે છે. તેઓ અસ્વીકાર અને ટીકાથી ડરે છે તેથી તેઓને પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર હોઈ શકે છે. કે જેમાં ઘર્ષણ જેવી માનસિક વિકૃતિઓ વધુ પડતી વિચારણા તરફ દોરી જાય છે.
સિંહ:
સિંહ રાશિના જાતકો હમેંશા બીજાનું પોતાની તરફ ધ્યાન ખેંચવા પ્રયત્નશીલ હોય છે. તેઓ પાર્ટીની લાઈમલાઈટ બનવાનું પસંદ કરે છે. ટૂંકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યા વિના તેઓ રહી શકતા નથી. આવી માનસિકતાને નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર કહેવાય છે. જેમાં લોકો માને છે કે તેઓ તેમની આસપાસના દરેક કરતા શ્રેષ્ઠ અને સારા છે. તેઓ સૌથી વધુ સુંદર અને દરેકને ગમે એવા હોવાથી વિશેષ ધ્યાન માટે હકદાર છે.
કન્યા:
કન્યા રાશિના જાતકોને પરફેક્શન ગમે છે. તેઓ ગમે તે કરે, તેઓ શ્રેષ્ઠની અપેક્ષા રાખે છે. તેથી, જ્યારે વસ્તુઓ તેમની રીતે કામ કરતી નથી, ત્યારે તેઓ અતિ આક્રમક બની જાય છે. આથી તેઓ બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર ધરાવે છે. આ ડિસઓર્ડર વ્યક્તિ પોતાના વિશે જે રીતે વિચારે છે અથવા અનુભવે છે તેને અન્યો પર પણ પ્રભાવિત કરે છે.
તુલા:
તુલા રાશિના જાતકોનું સંતુલિત વ્યક્તિત્વ હોય છે. તેઓ સરળતાથી કોઈપણના દબાણમાં આવી જાય છે અને નાની એવી સમસ્યાથી પણ ગભરાઈ જાય છે. આ જ કારણથી તેઓમાં ઓછો આત્મવિશ્વાસ હોય છે. તણાવપૂર્ણ પરિસ્થિતિઓને મેનેજ કરવામાં મુશ્કેલી અનુભવે છે જેને સેલ્ફ-ડિફિટિંગ પર્સનાલિટી ડિસઓર્ડર કહેવાય છે.
વૃશ્ચિક:
વૃશ્ચિક જાતકો ઉત્સાહી હોય છે. પરંતુ તેઓ તેમના જીવન અને નિર્ણયો વિશે તદ્દન ગુપ્ત હોય છે. તેઓ સમાજીકરણ કરવાનું પસંદ કરતા નથી અને લોકોને ટાળે છે. આ રાશિના લોકો અવોઈડન્ટ પર્સનાલિટી ડિસઓર્ડરનો શિકાર બની શકે છે. જે તેમને સામાજિક ગોઠવણો ટાળવામાં પ્રેરિત કરે છે અને એકલા રહેવામાં જ પસંદ કરે છે.
ધનરાશિ:
ધનુરાશિના જાતકો સાહસિક હોય છે. તેઓ ઉત્તેજક પણ એટલા હોય છે. પ્રશ્નો પર પ્રશ્નો પૂછતા હોય છે પણ તેની સામે શિસ્તમાં જરા પણ માનતા નથી. તેમના આવા વ્યક્તિત્વને કારણે, તેઓ એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર હોય શકે છે. કારણ કે તેઓ એવું જ માને છે કે તેમને સામાન્ય નિયમો લાગુ પડતા નથી. જે લોકો તેમના પર નિયમ પાલન માટે દબાણ કરે છે તેઓ તેનાથી દૂર થઈ જાય છે.
મકર:
મકર રાશિઓના જાતકો પોતાના કામ માટે ખૂબ જાણીતા હોય છે. તેઓ તેમના કાર્ય વિશે ખૂબ જ વિશિષ્ટ છે અને વ્યવહારિકતામાં માનનારા હોય છે. જો કે, તેઓ એમ પણ માને છે કે દરેક વસ્તુ પરફેક્ટ જ હોવી જોઈએ. જે તેમને પરફેક્શનિઝમ ડિસઓર્ડરનો શિકાર બનાવે છે. આવા વિકારો કામ અને વ્યક્તિના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. હંમેશા શ્રેષ્ઠ આપવાની અને તેના પ્રત્યે સમર્પિત રહેવાની અરજ ઘણીવાર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.
કુંભ:
કુંભ રાશિના જાતકો પોતાના નાના પર પોટામાં રહેવાનું પસંદ કરે છે. તેઓ જીવન વિશે પોતાની અલગ ધારણા ધરાવે છે અને કેટલીકવાર તે ઘણીવાર ભ્રમણામાં પણ બદલી જાય છે. આથી તેઓ સ્કિઝોટાઇપલ પર્સનાલિટી ડિસઓર્ડર ધરાવે છે. આનાથી તેઓ વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેનો તફાવત કરી શકતા નથી.
મીન:
મીન રાશિના જાતકો અન્ય લોકોની ખૂબ કાળજી લે છે અને સામે અન્ય લોકો પાસેથી પણ તે જ અપેક્ષા રાખે છે. જેને હિસ્ટ્રિઓનિક પર્સનાલિટી ડિસઓર્ડર કહી શકાય. આવી વિકૃતિઓ તેમને વધુ સંવેદનશીલ બનાવે છે, અને તેઓ માને છે કે તેઓએ બીજા માટે જે કર્યું સામે તે જ વ્યક્તિ તેમના માટે કરે તેવી અપેક્ષા રાખવી યોગ્ય છે.