બાળકો જ્યારે સેક્સ વિશે પુછે ત્યારે તેનો જવાબ દેવો માતા-પિતા માટે અઘરો સવાલ બની જતો હોય છે. પરંતુ માતા-પિતાએ તેનો યોગ્ય જવાબ આપવો જરુરી છે કારણ કે આજકાલ ઇન્ટરનેટ પણ બધી જ માહિતી મળી રહેતી હોય છે જે તમારા બાળકોને ગેરમાર્ગે દોરી શકે છે માટે બાળકોને સેક્સ એજ્યુકેશન આપવું તે માતા-પિતાની જવાબદારી છે. માટે જો ક્યારેય બાળક પુછે કે કોન્ડોમ શું હોય તો તેની અવગણના ન કરશો પરંતુ યોગ્ય જવાબ આપજો….
– ૪ થી વધુ ઉમ્રના બાળકો :
જો ૪ વર્ષના બાળકો પુછે તો તમે કહી શકો છો કે આ એક ગર્ભનિરોધક છે. અને તેઓ વધુ પુછે તો કહી શકાય છે જ્યારે તે પોતાના શરીરના અંગોને જાણશે ત્યારે તેઓ વધુ સારી રીતે સમજી શકશે.
– ૫ થી ૯ વર્ષ સુધીના બાળકો :
આ કેસમાં બાળકોને કહી શકાય કે આ એક એવું ગર્ભનિરોધક છે જે ત્યારે કામ આવે છે જ્યારે બાળકો ન જોઇતા હોય પછી તેમને સમજાવો કે આ રીતે બાળકોનો જન્મ થાય છે.
– ૧૦ થી ૧૩ વર્ષના બાળક માટે :
આ કેસમાં તમે બાળકને જણાવી શકો કે કોન્ડોમ એક ગર્ભનિરોધક છે જે જન્મ નિયંત્રણ માટે ઉપયોગી બને છે તમે વધુ સરળતા માટે તેનું ચિત્ર પણ તેમને બતાવી શકો છો, કારણ કે તેમાં છોછ અનુભવવા જેવું કશું નથી બસ તેમને સાચી રીતે માહિતગાર કરો.
– ૧૪ થી વધુ ઉમ્રના બાળકો :
૧૪ થી વધુ ઉમ્રના બાળકો તમને કોન્ડોમ વિશે નહીં પુછે માટે તમારે જ તેને સેક્સ એજ્યુકેશન આપવુ જોઇએ. કારણ કે તે સમયે તેમના હોર્મોન બદલતા હોય છે. તેમજ ઓપોઝટ સેક્સ તરફ આકર્ષતા હોય છે, તે સમયે બાળકોમાં પણ અંદરો-અંદર ચર્ચા થતી રહેતી હોય છે માટે તેમને સેક્સ એજ્યુકેશન આપવા માટે આ ઉમ્ર યોગ્ય છે.