તાજેતરમાં માધવપુર ખાતે રાષ્ટ્રિય લોકમેળો યોજાયો હતો ત્યારે આ લોકમેળામાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તે અંગે પોરબંદરના આર.ટી આઈ એક્ટિવિસ્ટ દ્વારા નિવાસી કલેક્ટર સહિત 10 વિભાગો પાસે માહિતી માંગવામાં આવી છે.
માધવપુર ખાતે દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણી ના વિવાહ પ્રસંગે ભવ્ય રાષ્ટ્રીય મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ 30 માર્ચથી 3 એપ્રિલ સુધી માધવપુર ખાતે ભવ્ય રાષ્ટ્રીય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મેળાના આયોજન તેમજ મુખ્ય મહેમાનો અને મહાનુભાવો તેમજ કલાકારો સહિતના લોકો માટેની વિવિધ સુવિધા સહિતના વિવિધ આયોજન માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે,
ખર્ચની રકમ, કામનું નામ, ખર્ચ માટે પૈસાની ચુકવણી કરવામાં આવેલ એજન્સીનું નામ સહિતની તમામ વિગતો પોરબંદર નિવાસી કલેક્ટર, જીલ્લા પંચાયત, જીલ્લા વિકાસ અધિકારી, કાર્યપાલક ઈજનેર, ળલ્લા રમત ગમત અધિકારી, આર.એન્ડ બી વિભાગ, જીલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર સહિતના અલગ અલગ 10 જેટલા વિભાગો પાસેથી પોરબંદરના આર.ટી આઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરાએ માહિતી માંગી છે.