હાઈલાઈટ્સ
- લોહીની કમી દૂર કરવા જરુરી ઉપાય
- રક્ત કણો ઓછા થવાથી શરીરમાં આવે છે નબળાઇ
- શરીરમાં લોહી ઝડપી કેવી રીતે બનાવશો
આપણા શરીરમાં લોહી પુરતા પ્રમાણમાં હોવું જરુરી છે. જો લોહી ઓછુ હોય તો શરીરમાં અનેક સમસ્યાઓ સર્જાય છે. જેને એનિમીયા કહેવામાં આવે છે. શરીર ફીકુ પડી જવુ, અશક્તિ લાગવી, ચક્કર આવવા, નાનુ નાનુ કામ કરીને પણ થાકી જવુ. આવી અનેક સમસ્યાઓ સર્જાય છે. ત્યારે શરીરમાં લોહીની ઉણપ કેવી રીતે પુરી કરવી. કેવો ખોરાક લેવાથી શરીરમાં લોહી બને તે વિશે આવો જાણીએ..
હિમોગ્લોબિન એક આયરન રીચ પ્રોટીન છે જે રેડ બ્લડ સેલ્સમાં રહેલુ હોય છે. જે આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે હિમોગ્લોબિનનું સ્તર ઘટે છે, ત્યારે થાક, નબળાઇ, શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ શરૂ થઈ શકે છે. જો તેનું પ્રમાણ વધારે ઓછું થઈ જાય. પછી તે એનિમિયાનું રૂપ ધારણ કરે છે.એનીમિયાનો રોગ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ચાલો જાણીએ કેટલાક એવા ખોરાક વિશે જેને ખાવાથી તમારા શરીરમાં હિમોગ્લોબિન વધી શકે છે.
હિમોગ્લોબિન વધારવા માટે શું ખાવું
હિમોગ્લોબિન લેવલ પુરુષો માટે 14 થી 18 ગ્રામ DL અને સ્ત્રીઓ માટે 12 થી 16 ગ્રામ DL હોવું જોઈએ.
નારંગી, લીંબુ, કેપ્સિકમ, ટામેટાં, દ્રાક્ષ અને બેરી શક્ય તેટલી વધુ ખાઓ કારણ કે તેમાં વિટામીન C ભરપૂર માત્રામાં હોય છે. આ શરીરમાં આયર્નને શોષવામાં મદદ કરે છે.
દાડમ પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર તેમજ કેલ્શિયમ અને આયર્ન બંનેનો સમૃદ્ધ સ્ત્રોત છે. હિમોગ્લોબિન વધારવા માટે દરરોજ દાડમનો રસ પીવો.
ફોલિક એસિડ એક B કોમ્પ્લેક્સ વિટામિન છે જે શરીરમાં રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદ કરે છે. ફોલિક એસિડની ઉણપ હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટાડી શકે છે. લીલા પાંદડાવાળા શાકભાજી, અંકુરિત અનાજ, સૂકા કઠોળ, મગફળી, કેળા, બ્રોકોલી વગેરેનું વધુ સેવન કરો.
ખજૂર આયર્નનો સમૃદ્ધ સ્ત્રોત પૂરો પાડે છે જે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. જો કે, મોટાભાગના ડોકટરો ભલામણ કરે છે કે ડાયાબિટીસના દર્દીઓએ તેમાં ખાંડનું પ્રમાણ હોવાના કારણે ખજૂર ખાવાનું ટાળવું જોઈએ.