દિવસની શરૂઆતથી લઈને રાત સુધી આપણે ઘણી બધી વસ્તુઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં હોય છીએ. દિવસે દિવસે આપના જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધતો જાય છે અને તેના લીધે પ્લાસ્ટિક પ્રદૂષણને આપણે આમંત્રણ આપીએ છીએ.પ્લાસ્ટિકથી થતાં પ્રદૂષણ વિષે આપણે બધા જ જાણીએ જ છીએ. જેના લીધે માનવજીવન પર ખૂબ જ અસર થાય છે. પ્લાસ્ટિકના વિનાશ માટે આપણે તેનું રિસાઈકલિંગ પણ કરીએ છીએ.
સવારે દૂધથી લઈને, શાકભાજી બધામાં આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ.આપણે ઘણીવખત શાકભાજી પણ આપણે ફ્રિજમાં પ્લાસ્ટિક બેગ સાથે જ સ્ટોર કરીએ છીએ. આજે આપણે તેના વિષે વાત કરીશું કે ફ્રિજમાં શાકભાજી પ્લાસ્ટિક બેગ સાથે સ્ટોર કરવાથી કેટલું નુકશાન થાય છે.જી હા, તેના લીધે તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ અસર પડી શકે છે જેના લીધે તમે બીમાર પડી શકો છો.જો તમે પણ ફ્રિજમાં શાકભાજી સ્ટોર કરો છો પ્લાસ્ટિક બેગ સાથે તો બંધ કરી દેવું જોઈએ કારણકે એક તો તે વસ્તુને તમે જે રીતે રાખો છો, તેમાંથી હવા પહોંચતી નથી. જેનાથી વસ્તુઓ ઝડપથી ખરાબ થઇ જાય છે. બીજું પ્લાસ્ટિકમાં વસ્તુઓ ઝડપથી બેક્ટીરિયા પકડે છે અને ઝડપથી ખરાબ પણ થાય છે.
આપણે ખાવાનું સ્ટોર પ્લાસ્ટિક કરીએ છીએ તેને પણ પ્લાસ્ટિક બેગ નુકશાન પોહચાડી શકે છે. તેમાં બે પ્રકારનાં કેમિકલ સૌથી ઝડપથી પેદા થાય છે બિસફેનોલ એ અને ફેથલેટ્સ હોય છે. આ સબ્જી અથવા ફળમાં લીચ પેદા કરે છે. આ બન્ને કેમિકલ આરોગ્ય માટે નુકશાનકારક છે કે તમારી પાસે તમારા શરીરના ટિશુનો નાશ કરે છે. સાથે સાથે ઝડપથી પ્યુબ્ર્ટી આવવું, હોર્મોનલ પરિવર્તન જેવી સમસ્યાઓ પણ બની શકે છે.