ઘણા લોકો એવા હોય છે જે અઠવાડિયામાં 2-3 વાર પોતાના વાળ ધોતા હોય છે અને કેટલાક લોકોને તો રોજ પોતાના વાળ ધોવાની આદત હોય છે અને વાળ ધોવાની સાથે સાથે કંડિશનર પણ રોજ કરતાં હોય છે. જેના લીધે વાળને નુકસાન થાય છે કોઈ એવો નિયમ નથી કે વાળને ક્યારે ધોવા જોઈએ કે નહિ પરંતુ મોટા ભાગના લોકો ગૂગલમાં પણ શોઘતા હોય છે કે વાળને કયારે ધોવા જોઈ એ અને અઠવાડિયામાં કેટલી વાર ધોવા જોઈએ પરંતુ ગૂગલમાં તેનો જવાબ તેમણે મળતો નથી.
ઘણા લોકો એવા પણ હોય છે કે 5-6 દિવસ સુધી વાળ ધોતા નથી ધોતા પરંતુ તેમના વાળ સુંદર દેખાતા હોય છે અને કેટલાક લોકો માત્ર ૧ દિવસ વાળના ધોવે તો તેમના વાળ ઓઈલી થઈ જાય છે.જો તમારા વાળ ખૂબ પાતળા હોય તો વારંવાર ધોવાથી તેને ખૂબ જ નુકસાન થાય છે.
આપણે ઉતાવળમાં ક્યારેક વાળને ભીના કર્યા વિના જ શેમ્પૂ કરતા હોય છીએ તે યોગ્ય નથી પહેલા વાળ ધોતા પહેલા ૨-૩ મિનિટ સુધી વાળને સરખી રીતેભીના કરી ત્યારબાદ જ વાળને શેમ્પૂ કરો.
શેમ્પૂ કરતી વખતે ધ્યાન રાખવું કે ફેલા વાળ સંપૂર્ણ રીતે ભીના થઈ ગયા હોય ત્યારબાદ વાળના મૂળ સુધી શેમ્પૂ કરો માત્ર ઉપર વાળમાં નહિ. ત્યારબાદ તેને ૨-૩ મિનિટ સુધી વાળમાં રહેવા દો સામાન્ય રીતે આપણે વાળમાં શેમ્પૂ કરીને તરત જ ધોઈ નાખતા હોય છીએ જે ઉચિત નથી તેથી શેમ્પૂ કરીને તેને ૨-૩ મિનિટ સુધી વાળમાં રહેવા દો ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો. ગરમ પાણીને બદલે ઠંડા પાણીનો ઉપયોગ કરો,કારણકે ગરમ પાણી વાળને નુકશાન કરી શકે છે.