સંબંધો એ કુદરતી ભેટ છે. પરંતુ સામાજીક વ્યાખ્યા મુજબ સ્ત્રી પુરુષનાં એકબીજા સાથેના સંબંધો જ ઉત્તમ ગણવામાં આવે છે. ત્યારે સમલૈગીંક સંબંધોની ઉપેક્ષા કરવામાં આવે છે એ પ્રકારનાં સંબંધો ધરાવતી વ્યક્તિએ જાણે કોઇ ભયંકર ગુન્હો કર્યો હોય તેમ ગુન્હેગારની દ્રષ્ટિથી સમાજ તેને જુએ છે. ત્યારે આો જાણીએ કે ડોમોસેક્સયુઅલ સંબંધો ધરાવતી વ્યક્તિએ કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવે છે.

– પરિવારનું ઇગ્નોરન્સ :

પરિવાર કે જેની સાથે લોહીના સંબંધો હોય છે તે પણ આ પ્રકારનાં સંબંધોનો વિરોધ કરી એ વ્યક્તિને પોતાનાથી અલગ રાખે છે. પરિવારનું વર્તન એ વ્યક્તિ પ્રત્યે ઇગ્નોરન્સ વાળું હોય છે જેમાં તે કોઇ ફંક્શન, પાર્ટીમાં એ વ્યક્તિને ઇન્વાઇટ પણ નથી કરતાં જેનું મુખ્ય કારણ પરિવારના સભ્યોની પૌત્ર, પૌત્રીની ઇચ્છા છે. જે તમારા સેમસેક્સ રીલેક્શથી તેઓનું આ સ્વપ્ન રોળાઇ જાય છે.

– કાર્યસ્થળ પર થતા પ્રશ્નો :

આપણે સુમી સદીમાં જીવતા લોકો છીએ. પરંતુ હજુ પણ આપણી જીવનશૈલીમાં એવા ખાસ પરિવર્તન આવ્યા નથી. અને એટલે જ હોમોસેક્સ્યુઅલ વ્યક્તિએ તેના કાર્યસ્થળ પર પણ અણગમતો ભોગ બનવું પડે છે. અને ઘણી સંસ્થાઓ પોતાની રેપ્યુટેશન જાળવવા આ પ્રકારની વ્યક્તિને પોતાનાથી દુર રાખે છે.

– સામજીક અણગમો :

સમાજ એ વ્યક્તિનું જીવન સરળ બનાવે છે. પરંતુ આ સમાજ જ એક એવી સંસ્થા છે જે સમલૈંગીક સંબંધો ઉપેક્ષા કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. અને આ પ્રકારનું સમાજનું ખરાબ વર્તન તેને એકલતા અને અણગમાની લાગણીનો અનુભવ કરાવે છે.

– ગેરકાનૂની સંબંધો :

દુનિયાના અનેક સ્થળો પર સેમ સેક્સ રીલેશનએ હજુ પણ ગેરકાનુની માનવામાં આવે છે. અને આમ હોમોસેકસ્યુઅલ લોકોએ સમાજન સામે કેવું વર્તન કરવું તેને બે વાર વિચાર કરવો પડે છે. હદ તો ત્યાં છે કે સમલૈગીંક સંબંધો ધરાવતી વ્યક્તિને સંબંધો રાખવા બદલ જેલની સજા પણ ફટકારવામાં આવે છે.

– લોકોનું ખરાબ વર્તન : સમલૈગીંક સંબંધો પ્રત્યે સમાજના લોકોનું ખરાબ વર્તન હોય છે ત્યાર તે લોકો માટે ઓક્વર્ડ પરિસ્થિતિ ઉભી થાય છે.

– હોમોસેકસ્યુઅલ્સ પ્રત્યે આક્રમતા : ઘણીવાર હોમોસેક્સ્યુઅલ સંબંધો ધરાવતી વ્યક્તિએ આક્રમતાનો સામનો કરવો પડે છે. અને આ સંબંધોનો વિરોધ કરતી વ્યક્તિ તે જોડાને અલગ કરવાનો પ્રયત્ન પણ કરે છે. અને આ આક્રમકતા અનેકવાર તેવા જોડાને ભય પણ પમાડે છે. એવા કેટલાંક સારા પાસા જે આ સંબંધોએ આદર્શ માન્યા છે.

-જીવવાની આઝાદી : જે લોકો સેમ સેક્સના સંબંધોથી જોડાયેલાં છે તે પોતાનાં રીલેશનને એન્જોય કરી શકે છે. સાથે-સાથે જીવનને પણ માણે છે. કારણ કે કોઇને એ નથી જણાવવાનું કે ક્યાં અને કોની સાથે બહાર જાય છે. કે ક્યારે પાછા આવશે.

– ડિવોર્સનું ઓછુ પ્રમાણ : સજાતીય સંબંધોમાં ક્લેશ જુજ પ્રમાણમાં થાય છે અ એકબીજા સાથે જીવન પસાર કરવામાં ખૂબ આનંદ મણે છે ત્યારે એવા સંબંધોમાં પ્રાણાણિકતા પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે એ સંબંધોગ્ટુ ટુટવાની સંભાવના પણ ખૂબ જ ઓછી હોય છે.

– આદર્શ વાલી બની શકે છે : સજાતિય સંબંધમાં ખુદનાં બાળક થવા એ શક્ય નથી. પરંતુ જે કપલ દ્વારા બાળક દત્તક લેવામાં આવ્યા છે તે તમામ આદર્શ વાલી બની શક્યા છે અને તેના સંતાનને ખૂબ પ્રેમ કાળજી રાખે છે. ત્યારે સામાન્ય કક્ષાનાં માતા-પિતાએ એ વાલીઓ પાસેથી સંતાનની કાળજી કેમ રાખવીએ ખરેખર શીખવાની જરુર છે.

તો આ રીતે કુદરતે બક્ષેલ ક્ષમતા દરેકમાં ઓછા વત્તા પ્રમાણમાં હોય છે. પરંતુ સજાતિય સંબંધો એ વિકૃતિ કે ગુન્હો નથી પરંતુ એક કુદરતી ઘટના જ છે અને લોકો પણ હવે ધીમે -ધીમે વાતને સ્વિકારતા થયા છે પરંતુ તેને  સંપૂર્ણ માન્યતા પ્રાપ્ત થતા હજુ ઘણો સમય લાગશે તેવું દર્શાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.