ચાલવું એ એક પ્રાકૃતિક ક્રિયા છે અને ખર્ચમુક્ત વ્યાયામ છે. આ એક્સર્સાઇઝ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે કરી શકાય છે.જો પગમાં કોઈ તકલીફ હોય અથવા પગ નબળા હોય તો તે અલગ વાત છે.ચાલવું એ એક ઍરોબિક ઍક્ટિવિટી છે. શરીરના નીચેના ભાગમાં ઘણી માંસપેશીઓ હોય છે. ચાલવાના અનેક ફાયદા છે અને નુકસાન ઓછા છે.સામાન્ય કરતાં ઝડપી અને લાંબા અંતર સુધી ચાલવાથી આપણને ઘણા લાભ થાય છે. 2337 પગલાં ચાલવાથી હૃદયરોગથી થતા મોતનું જોખમ 50 ટકા ઓછું થઈ શકે છે.
શિયાળાની ઋતુમાં હવામાનમાં ફેરફારની વચ્ચે, સવાર-સાંજ ચાલતા લોકોએ તેઓને કેટલાં ડગલા ચાલવું જોઈએ તે ધ્યાનમાં રાખવું જોઈએ.આ કસરતથી શરીરને યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે. જેથી બ્લડ પ્રેશર નિયમિત રહે છે. જેનાથી ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ટળી જાય છે. આમાં પુખ્ત વયના લોકો સાથે સંકળાયેલા ઘણા રોગોનો સમાવેશ થાય છે.
ખાસ કરીને વૃદ્ધો અને નાના બાળકો માટે હવામાનના ફેરફારો સાથે સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે. યોગ્ય જાળવણી અને વધુ કાળજી લેવાથી, તમે રોગોથી બચી શકો છો. ચાલવાથી અને તમારા સ્વાસ્થ્યની કાળજી લેવાથી વ્યક્તિગત સ્વાસ્થ્યને સુધારવામાં મદદ મળી શકે છે. પરંતુ હવામાન બદલાતા હોવાથી વધુ સજાગ રહેવું પણ જરૂરી છે. હવામાનને અનુરૂપ તમારા કપડાં, આહાર અને રહેઠાણને સમાયોજિત કરવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે.