કોરોનાની મહામારીમાં ઔદ્યોગીક એકમોને પડેલા માર બાદ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અનેક પ્રોત્સાહક યોજનાની સમય મર્યાદા વધારવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જુદી-જુદી યોજનામાં સમય મર્યાદા વધારવા અને નિયમોમાં રાહત આપવા માટે માંગ કરવામાં આવી છે.
છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાની મહામારીની શરૂઆત થયા બાદ દરેક ઔદ્યોગીક એકમો સહિત અનેક ક્ષેત્રોને કપરા સમયનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગીક સહિત વાણીજ્યીક, સેવા પ્રદાન કરતા ક્ષેત્રો નિકાસકારો તથા લોકજીવની માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
આ દરમિયાન રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોરોના મહામારીના કપરા સમયમાં ઔદ્યોગીક, વાણિજ્યીક સેવા પ્રદાન કરતા ક્ષેત્રો, નિકાસકારો તથા લોકજીવન માટે રાજ્ય સરકારની પ્રોત્સાહક યોજનાઓમાં 100 દિવસની સમય મર્યાદા વધારવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ છેલ્લા સવા વર્ષથી પણ વધારે સમયથી સમગ્ર ઔદ્યોગીક, વાણિજયીક, સેવા પ્રદાન કરતા ક્ષેત્રો, નિકાસકારો તથા લોકજીવન કોરોના મહામારીના અતિ ભયંકર કપરા સમયમાંથી પસાર થઈ રહયા છે. આ મહામારીના કારણે સમસ્ત ઉદ્યોગ જગત, ધંધા રોજગાર તથા માનવજીવનની સમસ્યાઓ અને તેના નિવારણ અર્થે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, એડિશ્નલ ચીફ સેક્રેટરી (ઈન્ડસ્ટ્રીઝ તથા માઈન્સ)એમ઼ કે. દાસ, તથા ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તા સમક્ષા વિવિધ મુદ્દાસર વિસ્તૃત રજુઆત કરી તેના નિવારણ અર્થે કેટલીક રાહતો જારી કરવા સુચનો અને ભલામણો ધ્યાને મુક્વામાં આવી છે.
મુખ્યમંત્રીને કરેલી રજૂઆતો
હાલમાં કોરોનાની ઘટી રહેલ વ્યાપક્તાને ધ્યાનમાં લઈ ગેસ આધારીત એકમોને ગેસ વપરાશ માટે નિશ્ર્ચિત શરતોને આધિન ગેસ વાપરવા માટેની છુટ આપવામાં આવે. તમામ સરકારી ખાતાએ કે સરકારી માલિકીના એકમો સાથે કરવામાં આવેલ તમામ કોન્ટ્રાકટની સમય મર્યાદામાં 100 દિવસનો વધારો કરવામાં આવે. સરકાર દ્વારા જાહેર કરાયેલ તમામ પ્રકારની ક્ધસેશનની સમય મર્યાદા 100 દિવસની કરવી. સરકાર હસ્તક ચાલતા વિવિધ પ્રોજેક્ટોને સરકાર દ્વારા જાહેર કરાયેલ સગવડતાઓ, યોજનાઓ, પ્રોત્સાહનો તથા મળવાપાત્ર તમામ રાહતોની સમય મર્યદા 100 દિવસ માટે વધારવા માટે વિનંતી કરવામાં આવી છે. કોરોનાના ઘટતા જતા વ્યાપને ધ્યાને લઈ ઔદ્યોગિક એકમો દ્વારા મજુરો કે સ્ટાફના પિરવહન માટે રાખવામાં આવેલ સ્ટાફ બસમાં પ0% બેઠકો ખાલી રાખવાનો આદેશ રદ કરી પરિવહનમાં થોડી રાહત આપવામાં આવે.