રાજકોટ હુડ્કો ચોકડી પાસેથી દેશી બનાવટની પિસ્ટલ અને બે જીવતા કાર્ટિસ સાથે મંગલપરી કુબેરપરી ગૌસ્વામી (ઉં.વ.૧૯) નામનો ઈસમ ઝડપાયો છે.
આરોપી આશાપુરાનગર, શેરી નં.૧૫, કોઠારીયારોડ, રાજકોટ ખાતે રહે છે. કુલ ૧૦૨૦૦/ રૂ.ના મુદામાલ સાથે ઝડપાયેલા ઇસમે આ હથિયાર કોઈ ભૈયાજી પાસેથી મેળવ્યાની પ્રાથમિક કબૂલાત આપી છે.
આગળની તપાસ ડી.સી.બી.ના પો.ઇન્સ.એચ.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.એ.એસ.સોનારા તથા પો.હેડ.કોન્સ. સમીરભાઈ શેખ તથા પો.કોન્સ. ઘનશ્યામસિંહ ચૌહાણ તથા અનિલભાઈ સોનારા, રામભાઇ વાંક, હરદેવસિંહ રાણા તથા નિલેષભાઈ ડામોર ચલાવી રહ્યા છે.