મહાપાલિકાએ પેન્ડ એન્ડ પાર્કની સુચિ જાહેર કરી
પોલીસ કમિશનરની કચેરી ખાતે યોજાયેલ રોડ સેફટી કમિટીની મિટિંગમાં રાજકોટ મહાનગર પાલિકા હસ્તકની તમામ પે એન્ડ પાર્કની જગ્યાની સૂચિ જાહેર કરવા અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા કરવામાં આવેલા સૂચન અનુસંશાને રાજકોટ શહેરમાં જનસુવિધા અંતર્ગત વિવિધ જગ્યાઓ પર અમલી પે એન્ડ પાર્કની સૂચિ નીચે મુજબ છે.
સર્વેશ્વર ચોક, ત્રિકોણબાગ, અખા ભગત ચોક, ધન રજની બિલ્ડિંગથી જિલ્લા પંચાયત ચોક બંને બાજુ, માધવ પાર્ક, કોઠારીયા ચોકડી, ઢેબર રોડ, ફ્લાયઓવર નીચે ડી માર્ટ તરફ ગોંડલ રોડ, નાગરિક બેંક સામે ઢેબર રોડ, મોચી બજાર રાજકોટથી પેટ્રોલ પંપ રોડ, આલ્ફ્રેડ હાઇસ્કુલથી ભાભા હોટલ, તનિષ્ક ટાવરથી માલવયા ચોક, જુબેલી શાકમાર્કેટ રોડ, પારડી રોડ, કોમયુનિટી હોલ પાસે.
ઉપરાંત જાગનાથ મંદિર પાસે, કેકેવી ચોકથી ઇન્દિરા સર્કલ તરફ ફ્લાય ઓવર નીચે, કે.કે.વી ચોકથી બિગ બજાર તરફ ફ્લાયઓવર નીચે, બીઆરટીએસ ટ માધાપર ચોકડી, ગોંડલ ચોકડી, આત્મીય કોલેજ થી ક્રિસ્ટલ મોલ, ઇન્દિરા સર્કલથી રૈયા ટેલીફોન તરફનો બાજુએ બ્રિજ નીચેનો ભાગએ એન્ડ પાર્ક છે આ ઉપરાંત ગોવર્ધન ચોક, મવડી ચોકડીથી ગોંડલ ચોકડી બ્રિજ નીચેનો ભાગ, રૈયા ચોકડીથી ઇન્દિરા સર્કલ તરફ બ્રિજ નીચેનો ભાગ, સ્ટર્લીંગ હોસ્પિટલની બાજુમાં, ઓપન પ્લોટ સત્ય સાઈ હોસ્પિટલ રોડ, ઓપન પ્લોટ હુડકો ક્વાર્ટર પાછળ તેમજ ઓપન પ્લોટ ટી.પી. ૧૧ એફ.પી. ૪૬, વોર્ડ નં ૧૮ માં પુરુસાર્થ સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં પે એન્ડ પાર્ક હોવાનું રાજકોટ મહાનગર પાલિકાએ જાહેર કર્યુ છે.