રાજકોટ બારના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં બંન્ને પેનલોએ એડી ચોટીનું જોર લગાવ્યું :પ્રમુખ સહિત છ હોદ્દામાં ૧૩ અને મહિલા સહિત ૧૦ કારોબારીમાં ૩૧ વકીલોએ નશીબ અજમાવ્યું: સવારથી મતદાન કરવા એડવોકેટોમાં ભારે ઉત્સાહ:મોડી રાત્રે ઉત્તેજના વચ્ચે પરિણામ
બારની ચૂંટણીમાં કસમકસ વચ્ચે ૪૮ ટકા મતદાન
સંબંધો સાચવવા કેટલાક ધારાશાસ્ત્રી ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહ્યા: સિનિયરોની નારાજગી અને યુવા વકીલોની અવગણના કોને તારશે અને કોને દઝાડશે
રાજકોટ બાર એસોશીએશનની ચૂંટણીમાં આજે મોચીબજાર સ્થિત સિવિલ કોર્ટ બિલ્ડીંગ ખાતે સવારે ૯ કલાકથી વકીલો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે અને ચૂંટણી અધિકારી દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને જે લોકો પાસે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનું કાર્ડ હશે તે વકીલો જ મતદાન કરી શકશે. મોડી સાંજે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
બારની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો રજૂ કરાયા બાદ પેનલો બનાવવામાં આવી હતી. જેમાં એક્ટિવ પેનલ અને સમરસ પેનલ દ્વારા ચૂંટણીના મતદાનની પૂર્વ રાત્રી દરમિયાન બન્ને પ્રતિસ્પર્ધી પેનલો એડીચોટીને પ્રચાર-પ્રસાર કરી જીતના દાવા કરી રહ્યાં છે. પ્રમુખ સહિતના હોદ્દામાં ૧૩ અને મહિલા સહિત ૧૦ કારોબારીમાં ૩૧ વકીલોએ ઝંપલાવ્યું છે.
વધુ વિગત મુજબ “વન બાર વન વોટ મુજબ રાજ્યના તમામ બારની આજે ચૂંટણીનું મતદાન યોજાયું છે. જેમાં રાજકોટ બાર એસો.માં ૨૭૨૬ મતદારો નોંધાયા છે. પ્રમુખ સહિત છ હોદ્દા અને મહિલા સહિત ૧૦ કારોબારી સભ્યોમાં ચૂંટણી પૂર્વે ઉપપ્રમુખના હોદ્દામાં ઈન્દ્રસિંહ ઝાલા બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે પ્રમુખમાં પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખ તેમજ સેક્રેટરીમાં વર્તમાન સેક્રેટરી અને પૂર્વ ઉપપ્રમુખ વચ્ચે કાંટે કી ટક્કર છે.
ઉપરાંત ટ્રેઝરરમાં રક્ષીત કલોલા સામે ડી.બી.બગડા, જોઈન્ટ સેક્રેટરી કેતન દવે સામે સંજયભાઈ જોષી, લાયબ્રેરી સેક્રેટરી નિરવ પંડ્યા સામે સંદીપ વેકરીયા સહિત ૧૨ વચ્ચે જંગ છે. જ્યારે મહિલા કારોબારીમાં ત્રણ અને નવ કારોબારીમાં ૨૮ ઉમેદવારોએ નસીબ અજમાવ્યું છે.
બાર એસો.ની ચૂંટણીના મતદાન પૂર્વે સીવીલ કોર્ટ બિલ્ડીંગમાં મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં સીનીયર એડવોકેટ મહર્ષીભાઈ પંડ્યાની દેખરેખ હેઠળ અતુલભાઈ જોષી સહિતના વકીલો ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
સવારથી વકીલો મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટી જેમાં લો કમિશનના પૂર્વ મેમ્બર અને સિનીયર ધારાશાથી અભયભાઈ ભારદ્વાજ, એક્ટિવ પેનલ પ્રમુખના દાવેદાર અને વર્તમાન પ્રમુખ બકુલ રાજાણી, સેક્રેટરીના ઉમેદવાર જીગ્નેશ જોશી, સમરસ પેનલ પ્રમુખના ઉમેદવાર પિયુષ શાહ, બારના પૂર્વ પ્રમુખ સંજયભાઈ વ્યાસ (ચાકુ) અને સુરેન્દ્રનગર સ્વામીનારાયણ મંદિરના સાધુ સહિત અનેક સીનીયર, જુનીયર એડવોકેટો લાઈનો લગાવી મતદાનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યાં છે અને એક્ટિવ પેનલ અને સમરસ પેનલ દ્વારા પોત-પોતાના મતદારોને મતદાન કરવા માટે ટીમને કામે લગાડી બન્ને પેનલો દ્વારા જીતના દાવા વચ્ચે ભારે મતદાન કરાવવા માટે મામણ કરી રહ્યાં છે અને કોર્ટના પ્રાંગણમાં જાણે કે, વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીનો માહોલ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
સ્વતંત્ર ચૂંટણી લડતા ઉમેદવારો
પ્રમુખ-હરિસિંહ વાઘેલા, ટ્રેઝરર- જયેશ બુચ, કારોબારી સભ્ય, મહિલા અનામત હિરલબેન જોષી,જનરલ શૈલેષ સુચક, ઉર્મિલ મણીયાર, ગૌતમ રાજયગૂરૂ, ચિમન સાકરીયા, હેમલ ગોહેલ, જે.કે. ગોસાઈ, સાગર હપાણી, પ્રકાશ પરમાર, મહેશ પુંધેરા, પ્રકાશ ત્રિવેદી
બંન્ને પેનલના જીતના દાવા વચ્ચે કોંગી-ભાજપ અને સિનિયર વકીલોને ઉત્સાહભેર મતદાન કર્યું
બાર એસોસીએશનની આજે યોજાયેલી ચૂંટણીના મતદાનમાં આજે સવારથી વકીલો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે આવ્યા હતા જેમાં ભાજપ, કોંગ્રેસ અને સીનીયલ જૂનીયર એડવોકેટોએ ઉત્સાહ ભેર મતદાન કર્યું હતુ જેમાં સીનીયર એડવોકેટ એન.એસ. ભટ્ટ, અભયભાઈ ભારદ્વાજ, અનિલભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ, દિલીપભાઈ પટેલ, લલીતસિંહ શાહી, પ્રવિણભાઈ કોટેચા, રૂપરાજસિંહ પરમાર, તુષાર ગોકાણી, હિતેશભાઈ જોષી, સી.એચ. પટેલ, ભગીરથસિંહ ડોડીયા, અશ્ર્વીનભાઈ ગોસ્વામી, શ્યામલભાઈ સોનપાલ, અશોકભાઈ ડાંગર, જસવંતસિંહ ભટ્ટી, દેવપ્રકા સ્વામી, ભીખાભાઈ બાંભણીયા,અશોકસિંહ વાઘેલા, ગાયત્રી બા વાઘેલા, રાજદિપસિંહ જાડેજા, પરકીન રાજા, સરકારી વકીલ સંજયભાઈ વોરા, સમીર ખીરા, પ્રશાંત પટેલ, કમલેશ ડોડીયા, દિલીપ મહેતા, પરાગ શાહ, ભાજપ અગ્રણી લાલજીભાઈ સાવલીયા, રમેશભાઈ પાપરા, ભાવનાબેન જોષીપૂરા, કશ્યપભાઈ શુકલ, પ્રદીપ ડવ, મનહરભાઈ મજીઠીયા નો સમાવેશ થાય છે.
ઉપપ્રમુખ તરીકે ઈન્દ્રસિંહ ઝાલા બિનહરીફ
રાજકોટ બાર એસોસીએશનની પ્રમુખ સહિત છ હોદેદારો અને ૧૦ કારોબારીની આજે ચૂંટણીનું મતદાન યોજાયું હતુ જેમાં ચૂંટણીના મતદાન પૂર્વે ઉપપ્રમુખ પદમા ચાર ફોર્મ ભરાયા હતા જેમાં સીનીયર જૂનીયરોનાં સહયોગથી બી.આર. ભગદેવ, મોનીશ જોષી, અને ચેતન પંજવાણી સહિત ત્રણેય ઉપપ્રમુખમાંથી ઉમેદવારી પરત ખેંચતા ઈન્દ્રસિંહ ઝાલા મતદાન પૂર્વે બિનહરીફ જાહેર થયા હતા.