ઝવેરચંદ મેઘાણીના માનવા પ્રમાણે ચારણે વાણીને સાચવી છે, ઇતિહાસને રક્ષ્યો છે, ઊર્મિઓના બહુવિધ પ્રદેશોને લાડ લડાવ્યા છે. પ્રકૃતિને, પ્રભુને, ધર્મને, અને ભારતની ભૂમિને પોતાની અનોખી છતાં વડે આરાધેલ છે.
આ ગીત જગતના મોટા માણસો માટે લખાયેલ છે અને એમને નીચે લખેલ 6 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.
વાણીના ચાર વિભાગ છે અને બોલનાર ચારે જુદી જુદી વ્યક્તિઓ છે. જીભ, બુદ્ધિ મન અને આત્મા. એ ચારમાંથી અવાજ ઊઠે છે, પણ આ કોની ભાષા છે, એની આપણને ખબર પડતી નથી.
જીભથી બોલેલું કાન સુધી પહોંચી મરી જાય છે. બુદ્ધિનું ભાખેલ બુદ્ધિને સ્પર્શી પાછું ફરે છે. માં નો ઉચ્ચાર મન સુધી પહોંચી કંઈ નિશ્ચિત કરી શકતો નથી. જ્યારે આત્મા ની બોલી સર્વ બ્રહ્માંડને પહોંચી વળે છે અને એના બોલનો અમલ કરાવે છે.
કવિ દુલા ભાયા કાગ ના લખેલા આ કેટલા પ્રેત હસાવ્યા કાવ્યમાં ત્રણ વખત કહેવામાં આવ્યું છે “મન બોલ, દિલ ખોલ આતમ બોલ.”
આ જગતરૂપી વનરાજીમાં જુદા જુદા આચાર-વિચાર વાળી વિચાર શ્રેણીરૂપી અનેક ફુલ વેલીઓ એકબીજાથી મળેલી હતી. કોઈ કોઈનો દ્વેષ ઈર્ષા ન કરતી. જુદી જુદી અનેક રીતભાતો છતાં એકતા અનુભવતી. પ્રફુલ તાથી ભરચક એવી વનરાજીમાં તારા સિદ્ધાંત અને સ્વાર્થ અને પ્રાણી કબૂલ કરાવવા માટે તે કલેશરૂપી આગ ક્યાં ક્યાં લગાડી છે?
જગતથી અને હૃદયથી નાસીપાસ થયેલા માનવીઓના માંડ માંડ બળતા આશાના દિવડાઓમાં પહેલા તો તે તેલ પુર્યું, એટલે તુરત એ ઝબૂકી ઉઠ્યા. હજી તો તે પુરેલ તેલ એ દીવા પીવા નથી પામ્યા ત્યાં તો કોઈને ખબર ન પડે તેમ તેં ક્યારે ફૂંક મારી કે એ દીવો ઓલવાય ગયો.
માનવ સમાજના પાપીઓને કવિ કાગે પ્રશ્ન પૂછ્યો છે,
પોતાના અજ્ઞાનને જ્ઞાન માનનાર નેહા સે કઈક માનવીઓના જીવનનો અંત આવેલ છે. હે માનવી! તારી કોઈ મેલી અને બુરી દાનતરૂપી મહાપ્રેતને રીઝવવા માટે, બાળક, બુઢા અને કેટલા જુવાનોનો ભોગ આપ્યો?
રાગ-આશાવરી ભૈરવીની છાયા
મન ! બોલ, મન ! બોલ,
દિલ ખોલ, આત્મ! બોલ. મન! બોલ –
જુદી જુદી પુષ્પ જનેતા, સાથે રમતી દાડી;
શાંત અને વીલી વનરામાં, કયાં કયાં આગ લગાડી?
વિશ્વાસે વંદન કરનારાં, કેટલાં શીશ કપાવ્યાં ?
એ મસ્તક પાયામાં પૂરી, કેટલાં મંદિર ચણાવ્યાં ?
ડગમગતા આશાના દીવડા–માં, દીવેલ પૂરાવી;
ઓચિંતા ઝબકી એલાણા, કયારે ફૂંક લગાવી ?
સ્નેહી યુગલના ચિત્ત સરળને, ગીત રહેલ ગુજાવી;
લાખા લગ્નતણે માંડવર્ડ, કયારે કાણુ મંડાવી ?
વાવી નહિ… બગીચાના માળી, ખેડેલ ધરતી ખેડી;
પાકાં ફળની ભૂલે કેટલી, કાચી વનરા વેડી ?
‘કાગ’ પ્રથમ ચૌવન થનગનતાં, ખાળ, બુઢાં સળગાવ્યાં;
એ સઘળાં નિંદાને દઈને, કેટલાં પ્રેત હસાવ્યાં ?