ઓમીક્રોનથી બચવા જર્મનીમાં ચોથા બુસ્ટર ડોઝની જાહેરાત: બ્રિટનમાં પણ વધતા કેસને પગલે ચોથા ડોઝની તૈયારીઓ
કાચીંડાનીં જેમ રંગ બદલતો કોરોના રસીના કેટલા ડોઝ લેવડાવશે? તેવો સવાલ ઉદ્ભવયો છે. અગાઉ બે ડોઝ લેવાથી કોરો સામે સંપૂર્ણ રક્ષણ મેળવી શકાય છે તેવો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ત્રીજો બુસ્ટર ડોઝ પણ લેવો પડશે કે કેમ તેની અવઢવ ચાલી રહી છે તેવા સમયે હવે જર્મનીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી બચવા માટે કોવિડ વિરોધી રસીના બે ડોઝ નહીં, પરંતુ ચાર ડોઝ આપવામાં આવશે. અમે વાત કરી રહ્યા છીએ જર્મનીની જ્યાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે.
જર્મનીએ કોરોનાવાયરસના ઓમિક્રોન પ્રકાર સામે રક્ષણ આપવા માટે ચોથા કોવિડ બૂસ્ટર ડોઝના રોલઆઉટની જાહેરાત કરી છે. બ્રિટન પણ તેના નાગરિકોને ચોથો ડોઝ આપવાનું વિચારી રહ્યું છે, કારણ કે લાખોની સંખ્યામાં કેસ પણ વધી રહ્યા છે.જર્મન આરોગ્ય પ્રધાન કાર્લ લૌટરબેચે કહ્યું હતું કે ઓમિક્રોન સાથે વ્યવહાર કરવા માટે ચોથા ડોઝની જરૂર પડશે, ડેઇલી મેલે અહેવાલ આપ્યો છે.
જર્મનીએ ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી ખાસ રસી ખરીદવા ઉત્પાદક બાયોએનટેકને લાખો નવા ડોઝનો ઓર્ડર આપ્યો છે. જો કે, એપ્રિલ અથવા મે પહેલા ડિલિવરી અપેક્ષિત નથી. જર્મનીના આરોગ્ય મંત્રીએ કહ્યું કે મોડર્ના કોવિડ રસી હાલમાં બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેમણે કહ્યું કે જર્મનીએ નવી નોવાવેક્સ રસીના ૪ મિલિયન ડોઝ અને નવી વાલ્નેવા રસીના ૧૧ મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે.