જયારે આપણે ૪૦ ગોલ્ડ મેડલ જીતવા સક્ષમ બનીશું ત્યારે ઓલિમ્પિકના યજમાન બનીશું: અભિનવ બિંદ્રા

ઓલિમ્પિકમાં ભારતે યજમાન પદ હાંસલ કર્યુ નથી. તો આ ઓલિમિપકમાં યજમાન બનવા ભારતે કેટલા દશકા રાહ જોવી પડશે ? આ બાબતે દિલ્હી માં યોજાયેલ એક સમારોહમાં બેઇજીંગ ગેમ્સ ઓફ મેડલીસ્ટ અભિનય બિંદ્રાએ કહ્યું હતું કે જયારે આપણે ૪૦ ગોલ્ડ મેડલ જીતવા સક્ષમ બનીશું ત્યારે જ ઓમિમ્પિકના યજમાન બનીશું.

જણાવી દઇએ કે શુટીંગ, ગેમ્સમાં અભિનવ બિદ્રાએ ઓલ્મિપીકમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. તેમજ વર્ષ ૨૦૧૬માં રીયો ગેમ્સમાં શુટીંગમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યું હતું. તેમણે કહ્યું કે, જો ઓલિમ્પિકમાં યજમાન બનવું હોય તો અથાગ પરિશ્રમની સાથે રમતવીરોને પ્રાથમિકતા જરુરી છે. જયારે ઓલિમ્પિક ચાલતી હોય ત્યારે બધા એવું ઇચ્છતા હોય છે કે જે તે ખેલાડી મેડલોનું લંચ લઇને ઘરે આવે પરંતુ પછી જયાં સુધી બીજી ઓલ્મિપીક ન આવે ત્યાં સુધી આ ખેલાડીઓને કોઇ યાદ કરતુ નથી.

અભિનવ બિદ્રાએ વધુમાં જણાવ્યું હતું કે જો સ્પોર્ટમાં રોકાણ કરવામાં આવશે તો ચોકકસપણે વિશ્ર્વ કક્ષાએ દેશનું નામ રમતવીરો રોશન કરશે આ માટે રમતવીરોને પ્રાથમીકતા પ્રદાન કરવી આવશ્યક છે. આ સાથે જ ખેલાડીઓની આસપાસ હકારાત્મક વાતાવરણ ઉભું કરવું જોઇએ અને તેમને આગળ વધવા સતત પ્રોત્સાહીત કરવા જોઇએ નહી કે માત્ર ઓલ્મિપીક દરમિયાન જ.

રમતમાં માત્ર ખેલાડીઓનું હંકારાત્મક પ્રદર્શન અને એકસેલન્સ કામ આવતા નથી પરંતુ આ સાથે વાતાવરણ પણ એવું બનાવવું જોઇએ કે જે રમતવીરો માટે એકસેલેન્સ બને પરંતુ આ પ્રકારનું વાતાવરણ ભારતમાં નથી એ જ મોટી નિષ્ફળતા પ્રદાન કરે છે. તેમ અભિનય બીદ્રાએ કહ્યું હતું કે આ સાથે તેઓએ પોતાના કેરીયર વિશે પણ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.