બે મહિનાના શ્રાવણ માસમાં કયા દિવસોનું રહેશે માહત્મ્ય ???
ઉત્તર ભારતમાં ૪ જુલાઈથી શરુ થાતા શ્રાવણ માસનું મહત્વ
૪ જુલાઈ થી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થયી રહી છે. આ વર્ષે શ્રાવણ માસની સાથે અધિક માસ પણ છે . એટલે શ્રાવણ મહિનો બે મહિના સુધી ચાલવાનો છે. ૨૦૨૩માં ૫૮ દિવસનો રહેશે પરંતુ આખા બે મહિના સુધી શ્રાવણ મહિનો નહિ હોય એમાં વચ્ચે આધિક માસ આવે છે, એટલે ક્યાં અને કેટલાં સમય સુધી શ્રાવણ મહિનાની પૂજા અને ઉપવાસ કરવા એ જાણવું જરૂરી છે.
કાલથી શરુ થતા શ્રાવણ મહિનો ૫૮ દિવસોનો હોવાને કારણે તેમાં આવતા સોમવાર પણ વધી જાય છે પરંતુ એમાંથી ૪ સોમવાર જ મહત્વના છે. શ્રાવણ મહિનો બે વિભાગમાં વિભાજીત થયી જાય છે. પહેલા ચરણમાં ૪ જુલાઈ થી ૧૭ જુલાઈ નો સમાવેશ થાય છે, જેમાં સોમવારના ઉપવાસ કરવા વધુ મહત્વના રહેશે. ત્યાર બાદ બીજા ચરણમાં ૧૭ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ સુધીના સમયનો સમાવેશ થાય છે જેમાં આવતા સોમવારના ઉપવાસ કરવાથી શ્રાવણીયા સોમવાર ફળશે. આ ઉપરાંત વચ્ચેના સમયગાળામાં એટલે કે ૧૮ જુલાઈ થી ૧૬ ઓગસ્ટ સુધી અધિક માસ રહેશે.
૧૯ વર્ષ બાદ થયો આ સંજોગ
અધિક માસ આ રીતે શ્રાવણ મહિના સાથે ૧૯ વર્ષ બાદ ફરી આવ્યો છે . આ પહેલા ૨૦૦૪ના વર્ષ માં આ સંજોગ બન્યો હતો જેમાં શ્રાવણ માસ બે મહિના સુધી ચાલ્યો હતો.
ક્યાં સંજોગોમાં આવે છે અધિક માસ?
પંચાંગ પ્રમાણે દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે જેને આપણે પુર્ષોત્તમ માસ તરીકે પણ ઉજવીએ છીએ.જે ચંદ્ર માસમાં સુર્યની સંક્રાંતિ નથી એ માસને અધિક માસ કહેવામાં આવે છે. અધિક મહિના દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. અધિક માસ એટલે પુરુષોત્તમ મહિનો પણ કહેવાય છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં અવ્યો છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
શ્રાવણ માસનો મહિમા
હિન્દુ પંચાંગ પ્રમાણે શ્રાવણ મહિનો હિન્દુ કેલેન્ડરના પાંચમાં સ્થાને આવે છે. અ મહિનામાં ભગવાન શિવની આરાધના, પૂજા કરવામાં આવે છે, શ્રાવણ મહિનામાં આવતા સોમવરનું ખુબજ મહત્વ છે એટલે એ મહિનામાં આવતા સોમવારના ઉપવાસ કરવાથી મન માગ્યું ફળ પ્રાપ્ત થાય છે.