કબીર, ગૂરૂનાનક જેવા ભગવાનત્વ પામેલા સંતો અને માનવેશ્ર્વર સમા મહાત્મા ગાંધીનું તપ નહિ ફળે? રામ મંદિરના મુદ્દે ચૂકાદા પછી શું
ભારતની વર્તમાન સમસ્યાઓ પૈકીની એક અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ-મંદિરનાં નિર્માણની છે, જે રાજકીય કાવાદાવા અને રાજકીય લાભાલાભથી ખરડાયેલી છે. હિન્દુ-મુસ્લીમ વચ્ચેની કોમવાદી અને કટ્ટરવાદી ધાર્મિક માનસિકતા એનાં મૂળમાં છે. રાજકીય લાભાલાભ અને રાજગાદીલક્ષી કાવાદાવાએ એને સારી પેઠે વણસાવી છે.
અહીં એવો સવાલ ઉઠે છે કે મંદિર-મસ્જીદ અંગે આ દેશમાં હિન્દુ-મુસ્લીમો કયાં સુધી લડયા કરશે? નઈશ્ર્વર-અલ્લાહ તેરો નામથના વર્ષો સુધીના ઘોષનો આપણા દેશને અને આપણા માનવસમાજને શું લગીરે લાભ નહિ?
સંત કબીર અને ગૂરૂનાનક જેવા ભગવાનત્વ પામેલા ધર્માત્માઓ અને આ દેશની પ્રજાના બહોળા વર્ગો જેને નિરંતર પૂજે છે તેમના ઉપદેશની શું કોઈને પરવા જ નહિ? મહામાનવ તરીકે વિશ્ર્વભરનાં પંકાયેલા મહાત્મા ગાંધીજીનું તપ પણ શું નિરર્થક ?
રામમંદિરના નિર્માણથી આ દેશમાં ઝડપભેર નરામરાજયથ આવી જવાની ખાતરી મળતી હોય તો તો આ લડાઈને હિન્દુ-મુસ્લીમો સહિત સવા અબજ જેટલી પ્રજાએ લગીરે વિલંબ વિના એકમતિ સાધીને અત્યારની લડાઈનો અંત આણવો જોઈએ….
આ મુદાને પ્રતિષ્ઠશનો અને કટ્ટરપંથી ધાર્મિકતાનો મુદ્દો બનાવીને છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોચાડાયો છે. આમાં વર્ષો વિતી ગયા છે, તો પણ કોઈ સ્પષ્ટ ચિત્ર ઉપસી શકયું નથી.
કોર્ટના ચૂકાદાઓ આવ્યા કરે છે. એમાંતો તા.૧૭ નો ચૂકાદો દર્શાવે છે કે રામ મંદિર બાબરી મસ્જીદ જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટની સુનાવણી પૂર્ણ થયા બાદ નાટયાત્મક વળાંક આવી ગયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાંવેલી મધ્યસ્થતા પેનલે સર્વોચ્ચ અદાલતને સુચિત કર્યું છે કે ૨.૭૭ એકર જમીનની વહેંચણીના આ વિવાદમાં તે સમજૂતી સુધી પહોચી ચૂકી છે.
પેનલના કહેવા મુજબ મુસ્લિમ પક્ષ રામ મંદિર માટે કેટલીક શરતો સાથે વિવાદાસ્પદ ભૂમિ પર પોતાના દાવાને છોડી દેવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. સુત્રોના કહેવા મુજબ સુન્ની વકફ બોર્ડ, નિર્માણી અખાડા, નિમોંહી અખાડાના એક પ્રતિનિધિ (તમામ આઠ નિમોહી અખાડા આની હેઠળ આવે છે) હિન્દુ મહાસભા તેમજ રામ જન્મ સ્થાન પુનરૂધ્ધાર સમિતિએ અકે સમજૂતી પર હસ્તાક્ષર કરી દીધા છે.
જોકે અન્ય એક અહેવાલ અનુસાર હિન્દુ મહાસભાએ સુન્ની વકફ બોર્ડની શરતો ફગાવી દીધી છે. આ સ્થિતિમાં હવે સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂકાદાની તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે મધ્યસ્થતા પેનલના દાવાનો કોઈ જ અર્થ શરતો નથી તેમ સમજાય છે.
અયોધ્યા કેસમાં સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થતા પેનલને રામ મંદિરના મુદે પોતાની જે શરતો બતાવી હતી તેને હિન્દુ મહાસભાએ ફગાવી દીધી છે. મધ્યસ્થતા પેનલે કોર્ટમાં સોંપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, મુસ્લિમ પક્ષ સુન્ની વકફ બોર્ડ વિવાદીત જમીન પર હક છોડવા તૈયાર છે.તેના માટે કેટલાક સુચન પણ આપ્યા છે. જેના અંતર્ગત તમામ પૂજા સ્થળોની સુરક્ષા માટે ૧૯૯૧ અધિનિયમની જોગવાઈઓને કડકાઈથી લાગુ કરવી જોઈએ.
આ બધું એવો ખ્યાલ ઉપસાવે છે કે, રામમંદિર-બાબરી મસ્જીદને લગતો આ મામલો નજીકના જ ભવિષ્યમાં વધુ સનસનીખેજનું સ્વરૂપ લેશે.
વકફ બોર્ડે અપનાવેલો અભિગમ અને હિન્દુ મહાસભાનો અભિગમ ટકકરાવાનાં ચિહનો નજરે પડે છે.
આ નવી પરિસ્થિતિને ન્યાયમૂર્તિ કઈ રીતે મૂલવશે તે કહેવું મુશ્કેલ છે.પરંતુ તેમણે ઝડપભેર ચૂકાદો આપી દેવાની કરેલી તૈયારી એવો ખ્યાલ આપે છે કે, તેઓ ચૂકાદો આપી દેશે અને વકફ બોર્ડની લાગણીને નહિ સ્વીકારે.
સરકાર પણ કાશ્મીરની જેમ આ મુદ્દે તેના નિર્ણયની જાહેરાત કરી દેશે.
સત્તાધીશોએ ઉશ્કેરાટ અને સંભવિત તંગદિલી અંગે ઘટતા પગલા લીધાં જ છે. અને નએલર્ટથનો પડઘો પાડયો જ છે.
જો સરકાર કોર્ટના ચૂકાદા બાદ રામમંદિર અંગે તાત્કાલીક જાહેરાત કરશે તો જબરી સનસનાટી સર્જાવાની સંભાવનાને નકારાતી નથી!