ઝડપી ન્યાયનો ઇન્કાર એ ન્યાયની પ્રક્રિયામાં લોકોના વિશ્ર્વાસ માટે ખતરો
અબતક, નવી દિલ્હી
કાચા કામના કેદીને લાંબો સમય સુધી જેલમાં રહેવા અંગેના એક કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો જાહેર કરી ઝડપી ન્યાયનો ઇન્કારએ ન્યાયની પ્રક્રીયામાં લોકોના વિશ્ર્વાસ પર ખતરા સમાન ગણાવી આરોપીએ નોંધપાત્ર સમય જેલમાં ભોગવ્યો હોય ત્યારે અદાલતો જામીન આપવા માટે સામાન્ય રીતે બંધાયેસલી રહેશે તેમ ઠરાવી બંધારણના અનુછેડ 21ની વ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનો ભંગ થતો હોવાનું જણાવ્યું છે.
74 વર્ષના માઓવાદીની 6 જુલાઇ 2012ના રોજ ધરપકડ કરી જેલ હવાલે કરાયા બાદ પોલીસ દ્વારા તેના વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. અને તેના વિરૂધ્ધ 2019માં આરોપ ઘડવામાં આવ્યો હતો. માઓવાદી દ્વારા કલકતા કોર્ટમાં કરાયેલી જામીન અરજી રદ થતા સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી અંગે જસ્ટીશ અજય રસ્તોગીની ખંડપીઠમાં શરૂ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે લાંબા સમય સુધી જેલમાં રહેલા કાચા કામના કેદી અંગે મહત્વની માર્ગ દર્શિકા આપી બંધારણના અનુછેડ 21માં વ્યક્તિના સ્વતંત્ર જીવન જીવવાના હકકનો ભંગ થતો હોવાનું ઠરાવી ઝડપી ન્યાયનો ઇન્કારએ ન્યાયની પ્રક્રીયામાં લોકોના વિશ્ર્વાસનો ખતરો ગણાવ્યો છે.
ન્યાયતંત્રએ કેસોના પેન્ડન્સી કેવી રીતે નક્કી કરવી તે અંગે તાકીદ કરી છે. અદાલતે તેના અસંખ્ય ચુકાદાઓમાં અવલોકન કર્યુ છે કે, બંધારણની જોગવાયનું યોગ્ય પાલન કરવું, સ્વતંત્રતા તેના રક્ષણાત્મક દાયરામાં માત્ર યોગ્ય પ્રક્રિયા અને ન્યાયીપણાને જ નહી પરંતુ ન્યાયની પહોચને પણ આવરી લેવાશે, ઝડપી સુનાવણી આવશ્યક છે. અને અંડર ટ્રાયલ અનિશ્ર્ચિત સમય માટે અટકાયતમાં રાખી શકાય નહી, આરોપીએ નોંધપાત્ર સમયગાળો જેલમાં ભોગવ્યો હોય ત્યારે અદાલતોએ સામાન્ય રીતે તેને જામીન આપવા બંધાયેલી છે. આરોપી ખુબજ ગંભીર ગુનામાં સંડોવણી હોય પરંતુ કેટલાક અન્ય પરિબળો સાથે સંતુલિત કરવાની જરૂર છે. જેમ કે જેલવાસનો સમયગાળો અને સંભવિત સમયગાળા જેમાં ટ્રાયલ આખરે પૂર્ણ થવાનીઅપેક્ષા રાખી શકાય કોર્ટે નોંધ્યુ હતુ કે આ કેસમાં 100થી વધુ સાહેદ છે અને હજી સુધી માત્ર એક જ સાહેદનું નિવેદન નોંધવામાં આવ્યું હોવાથી ટ્રાયલ પૂર્ણ થવાની કોઇ શકયતા નથી ત્યારે આરોપી જામીન પર મુક્ત થવો જોઇએ તેમ ઠરાવ્યું છે.
આરોપીએ નોંધપાત્ર સમયગાળો જેલમાં ભોગવે ત્યારે અદાલતોએ જામીન આપવા માટે સામાન્ય રીતે બંધાયેલી રહેશે