તેના મગજમાં અઢી લાખ મસ્તિષ્ક કોશિકાઓ હોય છે; કીડી તેના શરીર કરતાં ર૦ ગણું વજન ઉંચકી શકે છે, દુનિયામાં ૧ર હજારથી વધુ તેની પ્રજાતિઓ છે
આપણી આસપાસઘર, શેરી કે અન્ય જગ્યાએ ઘણી ટોળા બંધ કીડીઓ જોવા મળે છે. પૃથ્વી પર લગભગ બધે જ એ જોવા મળે છે. નાનકડી કીડી દુનિયાનું ચિત્ર-વિચિત્ર જીવ છે. આમ તો પૃથ્વી પર ઘણા જીવ જંતુઓ જોવા મળે છે. પણ કીડીઓ સૌથી જાુની જીવ છે. એનું અસ્તિત્વ ડાયનાસોરથી શરૂ કરીને આજ સુધી અકબંધ છે. પૂરી દુનિયામાં જાુદી જાુદી ૧ર હજાર કીડીઓની પ્રજાતિઓ જોવા મળે છે. તે તેના વજન કરતાં ર૦ ગણો ભાર ઉપાડી શકે છે. એમના આકાર વિશે જાણીએ તો ર થી ૭ મી.મી. વચ્ચે હોય છે. સૌથી મોટી કીડી ને કાર્પેન્ટર કીડી કહેવાય છે. નાનકડા જીવમાં ગજબની તાકાત હોય છે.
કીડીના મગજની વિચિત્ર રચના છે. તાકાતની સાથે મગજ પણ પાવર ફુલ છે. તેમાં અંદાજે અઢી લાખ મરિ-તષ્ક કોશિકાઓ હોય છે. તે રહેઠાણ માટે એક મોટી કોલોની પણ શ્રેષ્ઠ રીતે બનાવે છે. સૌથી શ્રેષ્ઠ વાત કે કીડી હંમેશા એક લાઇનમાં ચાલવાનું પસંદ કરે છે. તેનું ટોળું ગમે તેને માટે ઘાતકી સાબિત થાય છે. તેના રહેઠાણની એક સીમા તે નકકી કરી દે છે. અને એમાં કોઇ બીજી કીડીઓ ઘુસી જાય તો યુઘ્ધ છેડાઇ જાય છે. અને તમને નવાઇ લાગશે કે આ યુઘ્ધ થોડાક કલાકોથી લઇને અઠવાડીયા સુધી ચાલે છે.
કીડી એક સામાજીક પ્રાણી છે અને હંમેશા તે મોટા ગ્રુપ બનાવીને રહે છે. તેમણે અંદરોઅંદર કામની વહેંચણી પણ કરી હોય છે. તેના ગ્રુપમાં એક રાની કીડી હોય છે, તે સૌથી મોટી રૂઆબદાર હોય છે. રાનીનું મુખ્ય કામ ઇંડા આપવાનું હોય છે. તે તેના જીવનકાળ દરમ્યાન ૬૦ હજાર ઇંડા આપે છે. રાની પછી નરી કીડી હોય તેનું કદ નાનું હોય, આ રાનીને ગર્ભવતિ કર્યા બાદ થોડા દિવસોમાં નર કીડી મૃત્યુ પામે છે. બાકી બચેલ કીડીઓ ખાવાનું જમા કરવા તેમજ બાળકોની સંભાળ રાખે છે. અમુક કીડીઓ ઘર કોલોની નિર્માણ કાર્ય કરે છે. અમુક કીડીઓ રક્ષક ની કામગીરી કરે છે, તે ગ્રુપની રક્ષા કરે છે.
કીડીઓ દુશ્મન માટે લડાકુ તો પોતાના માટે દયાવાન હોય છે તેની શરીર રચનામાં બે પેટ હોય છે. પ્રથમ પેટ પોતાના માટે ભોજન રાખે છે. જયારે બીજા પેટમાં ગ્રુપની કામ કરતી કીડીઓ માટે ખોરાક જમા કરે છે. તેમને કાન ન હોવાથી સાંભળી શકતી નથી પરંતુ થોડો અવાજ ને પણ અનુભવ કરે છે. કારણ કે તેના પગ-ધુંટણમાં ખાસ સેન્સર હોય છે જે કોઇપણ કંપનને અનુભવી શકે છે.
સામાન્યત: કીડીઓનું આયુષ્ય ૪૫ થી ૬૦ દિવસનું હોય છે. પરંતુ રાની કીડી ર૦ વર્ષથી વધુ જીવે છે. આ રાની કુડીનું અવસાન થાય તો પૂરી કોલોની તબાહ થઇ જાય છે. અમુક કીડીની પ્રજાતિઓ તો પોતા કરતાં પ૦ ગણું વજન ઉપાડી લે છે. તેના જુની પ્રચંડ તાકાત હોય છે. તેના જુથમાં અમુક કીડીઓને કામ કરવા જ રાખે છે. એવું મનાય છે કે ૧૩૦ મિલિયન વર્ષથી આ પૃથ્વી ગ્રહ ઉપર તેનું અસ્તિત્વ છે તે દુનિયાનો પ્રથમ ખેડૂત છે. અમુક કીડીઓ તો પર્યાવરણના રક્ષણ માટે શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે.
નર કીડીને પાંખ હોય છે. કયારેક તે સાથી ગોતવા ઝુંડમાં ઉડે છે. પનામા જંગલમાં દુનિયાની સૌથી મોટી કીડી રહે છે. જેને બુલેટ કીડી કહેવાય છે. તેની સાઇઝ ૧.૫ ઇંચ જેટલી હોય છે. નર કીડી એક વાર સંભોગ કરીને મૃત્યુ પામે છે. તે હિમ યુગથી તેના આકારને કારણી બચી ગયેલ છે. ડાયનોસરની સરખામણીએ તેનું શરીર લચીલું છે. આજે પૃથ્વી પર ૧૦,૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કીડીઓ છે. એક ટાઇટેનોમાઇરા ગિગેંટમ નામની કીડીની વૈજ્ઞાનિકોએ શોધ કરી તો તેની પાંખો ૬ ઇંચ લાંબી જોવા મળી હતી બ્લેક ગાર્ડન કીડી કુતરા કરતા પણ વધારે ૧પ વર્ષથી સુધી જીવે છે.
કીડીઓ માટે સમુહમાં સંજ્ઞા તેને ઝુંડમાં અમલ કરે છે. તે તેની બુઘ્ધીનો બહુ જ ઉપયોગ કરે છે. તેનું રહેઠાણ જમીનથી બે ફુટ નીચે પણ જોવા મળે છે. ઓસ્ટ્રેલીયાની બુલડોગ કીડી દુનિયાની સૌથી ખતરનાક છે તેને કરડવાથી ત્રણ લોકોના ૧૯૩૦માં મોત થયા હતા. એમેઝોન જંગલમાં ફાયર કીડી ઘર બનાવવા એક બીજાના પગ જોડીને વિશાળ પુલ જેવું નદીઓ ઉપર બનાવેછે. કીડીઓના જુથમાં ર૦ થી ૩૦ ટકા કીડીઓ કંઇ જ કામ કરતી નથી. રાની કીડીનો ૩૦ વર્ષ સુધી જીવે છે. તે બીજી કોલોનીમાં જ ઇંડા ચોરી લાવીને તે બચ્ચાને કામ કરવા ગુલામ તરીકે રાખે છે.
તે સુપર દેશ ભકત છે જયારે રાની કીડી મૃત્યુ પામે તો કોલોનીની બાકી બધી કીડીઓ થોડા મહિનામાં મોતને શરણે થઇ જાય છે. તેને ફેફસા હોતા નથી પણ નાના છેદ શરીરમાં હોય છે જેનાથી તે ઓકિસજન મેળવે છે કેટલીક કીડીઓ ખુબ જ ગંધાતી જોવા મળે છે. બુલેટ કીડીનો એક ડંખ વિશાળ ટારેંટયુલાને પણ અપાહિત બનાવી શકે છે. કીડીઓ ઘોડાની જેમ ઝડપથી દોડી શકે છે. તે કોલોનીમાં ૪૦ હજારથી વધુ એક સાથે વસવાટ કરે છે. તેના ઇંડાની લાળના સેવનથી તે ઇંડા જીવિત રહે છે તેની સુપર કોલોનીમાં ત્રણ લાખ જેટલી કીડીઓ રહેતી હોય છે.
આપણાં પૃથ્વીમાં દરેક માણસની સામે ૧૦ લાખ કીડીઓ છે તે પાણીમાં તરી શકે છે, અને દુનિયામાં સૌથી સ્માર્ટ જીવ જંતુ છે. રક્ષણ કરતી કીડીઓ ઘરમાં નથી રહેતી તે હંમેશા ચાલતી જ રહે છે. તેના લોહીના રંગ બે રંગ છે. તેમની કોલોની જોઇએ તો વિશ્ર્વમાં સૌથી લાંબી ૬૦૦ માઇલ સુધી ફેલાયેલ જોવા મળે છે. તે એકબીજાથી ઘણું શીખે છે, તેની વાતચિતનું માઘ્યમ હોય છે. એ જયારે દોડે છે ત્યારે તેની ઝડપ રેકોર્ડ બ્રેક ચિત્તા જેવી હોય છે. દર વર્ષે તે પ૦ ટન મીટી સાથે લઇને ચાલે છે. તે પાણીની નીચે પણ રહી શકે છે. તે લગભગ ૯ કલાક ઊંઘ લે છે એકલા અમેરિકામાં જ એક હજાર પ્રકારની કીડીઓ જોવા મળે છે. તેની પાવર ફુલ આંખ તેમની ગતિ સાથે ખુબ જ સારી રીતે જોઇ શકે છે. સેના કીડીઓની લંબાઇ ૧૦૦ મીટર જેટલી લાંબી હોય છે.
દુનિયામાં સૌથી નાની કીડી ફરોણ છે જે ર મી.મી. લાંબી હોય છે તેનો વિકાસ મુખ્યત્વે ફૂલના રોપને કારણે થયેલો મનાય છે. જે તેને સખ્ત જમીન આવાસ માટે આપે છે. ૧૦૦ મિલિયન વર્ષ પહેલા આ થયું હોવાનું મનાય છે. બુલડોગ કીડી માણસને કરડવાથી ૧પ મીનીટમાં મૃત્યુ થઇ શકે છે. કીડીઓને એન્ટેના હોવાથી તે ગંધ લઇ શકે છે. તેને નાકની જરૂર પડતી નથી. તેમની કોલોનીની ખાસ પ્રકારની સુગંધ હોય છે તેથી બહારની કીડીઓ કોઇ આવે તો તેને તરત જ ખબર પડી જાય છે.
પક્ષીઓને કાળી કીડીઓ પસંદ છે તે ઘણીવાર તેને પાંખમાં નાખે છે. કારણ કે ફાર્મિક એસીડનો સ્ત્રાત કરે છે જે પર જીવીને નાશ કરે છે. માડા ગાસ્કરમાં પિશાચ કીડી રહે છે જે તેના લાર્વામાં છેદ કરીને પોતે જ પોતાનું લોહી પીવે છે તે ખોદાઇનું કામ પણ કરે છે એરીઝોનામાં ગાર્નેટ ગોતીને તેને જમીન ઉ૫ર લાવવાનું મહત્વનું કાર્ય કરે છે. જયારે કીડી મૃત્યુ પામે ત્યારે તે ખાસ પ્રકારની ગંધ છોડી છે જેની અન્ય કીડીને ખબર પડે છે અને તેને સ્થાળંતરિત કરે છે.આફ્રિકામાં કીડીનો ઉપયોગ દવામાં થાય છે. તેના જડબાની તાકાત ખુબ જ હોય છે બુલેટ કીડી જો ચટકો ભરે કે કરડે તો ગોળી વાગી હોય તેવું દર્દ થાય છે. તેની આંખ ખુબ જ નાની હોય છે.
કીડી વિશે વિચિત્ર વાતો
- કીડીને બે પેટ હોય છે, ફેફસા જ હોતા નથી.
- તેને કાન હોતા નથી. પગના સેન્સર વડે અવાજના કંપનને સાંભળે છે
- કીડીઓનું આયુષ્ય ૪પ થી ૬૦ દિવસનું હોય છે, પણ ‘રાની’કડી ર૦ વર્ષથી વધુ જીવે છે.
- પૃથ્વી પર ૧૩૦ મિલિયન વર્ષથી તેમનું અસ્તિત્વ હોવાનું મનાય છે.
- આજે પૃથ્વી પર ૧૦,૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જેટલી કીડીઓ છે.
- કીડીની એક કોલોનીમાં ૪૦ હજારથી વધુ કીડીઓ રહે છે.
- તે દિવસ દરમ્યાન ૯ કલાક ઊંઘ લે છે.
- દર વર્ષે તે પ૦ ટન જેટલી મોટી લઇને ચાલે છે.
- કીડીઓની સેનાની લંબાઇ ૧૦૦ મીટર જેટલી લાંબી હોય છે.
- દુનિયામાં સૌથી નાની કીડી ‘ફરોહા’છે જે ર મી.મી. હોય છે.