popat 3વિશ્ર્વભરમાં રંગબેરંગી રૂપકડા વિશાળ પોપટની અનેરી દુનિયા છે. અમુક પ્રજાતિનાં પોપટનું આયુષ્ય માનવી કરતાં પણ વધુ જોવા મળે છે. આજે પૃથ્વી ઉપર ૩પ૦ થી વધુ પ્રજાતિના પોપટ જોવા મળે છે જેમાં ઘણી નાની મોટી પ્રજાતિઓ લુપ્ત થવા જઇ રહી છે. ૮૦ વર્ષ ઉપર જીવતાં ‘મકાઉ’ જાતીના લાંબા અને મોટા પોપટ આપણે સરકસમાં જોયા હોય છે. જે ૪૦૦ થી વધુ શબ્દો યાદ રાખવાની ક્ષમતા સાથે ખુબ જ વિકસીત બુઘ્ધિ ધરાવતા હોવાથી ઘણા કરતબો ટ્રેનીંગ આપવાથી કરી શકે છે. અમુક મોટી પ્રજાતિઓમાં તેના શરીરનાં કદ કરતાં પણ મોટી રંગીન પૂંછડી તેના આકર્ષણનું કેન્દ્ર હોય છે, જો કે ‘કાકાટું’ જેવા પોપટને માથે સફેદ પીળી કલગી ખુબ જ સુંદર લાગે છે.

પોપટની દુનિયામાં આપણે આપણાં લીલા દેશી પોપટ કે થોડા મોટા પહાડી પોપટ અથવા નાની બજરીગર, લવ બર્ડની વિવિધ જાતો જ નિહાળી હોય છે. દુનિયા એક જ પોપટમાં લાલ, પીળો, વાદળી જેવા કલરો પણ જોવા મળે છે. આવો રૂપકડા પોપટની કિંમત પણ લાખેણી હોય છે જેમ કે મકાઉ ૪ લાખ થી ૧૦ લાખનો તો આફ્રિકન ગ્રે ૭૦ હજાર રૂપિયામાં મળે છે. વિદેશી પોપટનો દેખાવ આપણને મંત્ર મુગ્ધ કરી દે છે. ક્રે સ્ટેડ કાકા ટુઝ ખુબ જ બુઘ્ધિશાળી પ્રજાતિનો પોપટ છે.

popat 1

આજે પૃથ્વી ઉપર પોપટની ૩૫૦થી વધુ પ્રજાતિઓ રહે છે. જેમાં મકાઉ પ્રજાતિનો પોપટ ૮૦ વર્ષ ઉપર જીવે છે, ખુબ જ વિકસિત બુઘ્ધિ ધરાવતાં ગ્રે જેવા અનેક પોપટ ૪૦૦ થી વધુ શબ્દો યાદ રાખી શકે છે

વિદેશી પોપટની વિવિધ પ્રજાતિઓમાં બ્લુ મકાઉ, કાકાટુઝ, આફ્રિક ગ્રે, સ્વિટ્ટાુલા ફેમસ, કાકાપો, બ્લેક પોપટ જેવા જોવા મળે છે. ન્યુઝિલેન્ડમાં જોવા મળતો કાકાપો જેને ઘુવડનો પોપટ પણ કહે છે તે એક પ્રાચિન જીવંત પક્ષી છે. તે ઉડી શકતો નથી. તેથી નિશાચર જીવનશૈલી જીવન જીવે છે. ર થી ૪ કિલોવજન ધરાવતો આ પોપટ તેની પાંખોનો ઉપયોગ પેરાશુટ જેમ કરે છે, તે ઝાડની ટોચ પર ચડી શકે છે. અને ત્યાંથી કુદી પણ શકે છે.

popat 6

વિશ્ર્વના સૌથી મોટા પોપટની ફકત ૬ પ્રજાતિઓ હાલ બચી છે. કેપ્ટિવ બ્રીડીંગ અને કદ, રંગ, પાત્ર અને ટેવમાં એકબીજાથી ભિન્ન જોવા મળે છે. જીનસ મકાઉના આ પ્રતિનિધિઓની લંબાઇ ૮૦ થી ૯૫ સે.મી. હોય છે, પીંછાઓના રંગમાં પીળો, લાલ, વાદળી, લીલો જેવા મીકસ કલરો પણ હોય છે. આ પક્ષીઓ પૃથ્વી પરના સૌથી મજબુત ચાંચના માલીક છે. બધા મકાઉની એક વિશિષ્ટતા, સુવિધા આંખોની આજુબાજુ અને માથાની બાજુઓ પર સ્થિત ચામડીના વિસ્તારોને ખુલ્લી પાડતી જોવા મળે છે.

અ મકાઉ વિવિધ શબ્દો શબ્દ સમુહ કે ઉઘરસ, રૂદન, વ્યકિતના હાસ્ય, કુતરાનો અવાજ સાથે ઘરનાં ઉપકરણો જેવા કે ડોર બેલ, મોબાઇલ રીંગટોન, દરવાજા ખુલવાનો અવાજ, સ્કુટર, ગાડીનો અવાજની આબેહુબ નકલ કરી શકે છે. મોટા પોપટની ગંધ પારખવાની શકિત નબળી હોવાથી તે શિકારથી બચવા ઝાડની ટોચ પર બેસવાનું પસંદ કરે છે.

popat 4

મોટા પોપટ માટે મોટું અને વિવિધ ફેસીલીટી વાળુ પાંજરૂ જરૂરી છે. જેમાં તેના વિવિધ રમકડા સાથે બહાર નીકળીને ઉ૫ર પણ બેસે છે. મોટી પ્રજાતિના વાદળી મકાઉને બચાવવા પક્ષી શાસ્ત્રીઓ મહેનત કરી રહ્યા છે, ૨૦૦૭ બાદ સંવર્ધના કાર્યોથી સંખ્યા ૧૦૦ ટકા વધી ગઇ છે. જાપાન, ઓસ્ટ્રેલીયા, બાઝિલ, આફ્રિકા જેવા દેશોમાં રૂપકડા પોપટની સંખ્યા વધારે જોવા મળે છે. એલિસટરસ લિલો પેરોટ માત્ર ન્યુગિનીના ટાપુ ઉપર જ જોવા મળે છે.

જેને પાંખો પીળી, માથુ અને પેટ લાલ અને પાછળનો ભાગ કાળો હોય છે. દુનિયામાં સૌથી રૂપકડા આ પોપટની ગણના થાય છે.મેકિસકોના જંગલોમાં ગ્વાટેમાલા, બેલિઝ અને હોન્ડુરાસમાં એમોઝોનનો તેજસ્વી રંગબેરંગી પોપટનો પરિવાર રહે છે. પીળા માથા વાળા એમેઝોન જોડીમાં જીવે છે. મકાઉ પણ તેની લાઇફમાં એક જ પાર્ટનર સાથે જીંદગી પસાર કરે છે.

popat 5

પોપટ મોટાભાગે જુથ બનાવીને રહે છે તેથી જ તેના ટોળા જોવા મળે છે. આપણો લીલો પોપટ મોટા શહેરો ગામડાઓમાં રહેતો હોવાથી માણસની નજીક રહેવા ટેવાય ગયો છે. વિશ્ર્વમાં અમુક પોપટ તો મોટા ફૂલદાની જેવો જોવા મળે છે તેને પીંછાવાળો વિશ્ર્વનો ડાયનાસોર પણ કહેવાય છે. આ પોપટ ફકત માડાગાસ્કર અને કોમોરોઝના જંગલોમાં જોવા મળે છે. ચીન, તિબેટ અને ભારતના અમુક ભાગોમાં સ્વિટાકુલા ડર્બિયાના પોપટ જોવા મળે છે. કેદમાં આ પોપટ ખુબ જ સારૂ બોલી શકે છે.

popat 2

ઓસ્ટ્રિયાના સુંદર રૂપકડા સુંદર વાદળી મકાઉ પોપટને ‘રિયો’ નામની અંગ્રેજી એનિમેશન ફિલ્મમાં મુખ્ય સ્થાન આપેલ હતું. અમુક પ્રજાતિઓના પોપટનો અવાજ ખુબ જ તિક્ષ્ણ હોય છે જે બે કિલોમીટર દૂર પણ સંભળાય છે. હેલોન એમેઝોન પીળા માથાવાળા લુપ્ત થઇ રહ્યા છે. આ પોપટ વિશ્ર્વમાં માત્ર ૬ હજાર જ બચ્યા છે. હાયસિંથ એરા મકાઉને વિશ્ર્વનો સૌથી મોટો પોપટ માનવામાં આવે છે. પૃથ્વી પર નો પક્ષીઓમાં સૌથી સુંદર પોપટ ગણવામાં આવે છે.

આવા પોપટને પાળવામાં તેની કિંમત સાથે તેના કોઇ જ ખોરાક, ટ્રીટમેન્ટ વિગેરેમાં દર માસે દશ હજાર જેટલો ખર્ચ થતો હોય છે. અમુક કિંમતી પોપટ તો કાજુ-બદામ ખાતા હોવાથી ખર્ચ વધી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.