દુનિયાના બેસ્ટ ઓલરાઉન્ડરમાંથી એક અને ભારતીય ક્રિકેટ ટીમમાં જીતનું જૂનૂન જગાડનારા પૂર્વ કેપ્ટન કપિલ દેવની કહાની પણ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટથી કમ નથી. હરિયાણા હેરિકેનનાં ઉપનામથી જાણીતા ટીમ ઈંડિયાના પૂર્વ કપ્તાન અને દુનિયાના બેસ્ટ ઓલરાઉંડર્સમાં સામેલ કપિલ દેવે પોતાના જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરીને સફળતાના શિખરો સર કર્યાં છે. કપિલ દેવ એટલે 1983ના વર્લ્ડકપને જિતાડનાર ખેલાડી. શું હતો 1983નો વર્લ્ડકપ અને ક્યાં કારણોસર ભારત જીત્યું, જાણીએ તેના વિશેનો ઇતિહાસ:
વર્ષ 1983માં જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેડ પહોંચી ત્યારે તેને વર્લ્ડકપની દાવેદાર પણ માનવામાં આવતી નહોંતી. તેનું એક કારણ એ પણ હતું કે, 1975 અને 1979ના વર્લ્ડકપમાં ભારત માત્ર એક જ મેચ જીતી શક્યું હતું.
પહેલા સ્ટેજમાં 8 ટીમો હતી અને ચાર-ચાર ટીમોનાં બે ગૃપ હતાં. દરેક ટીમે બીજી ટીમ સાથે બે-બે મેચ રમવાની હતી. પહેલા બંને વર્ડકપ જીતનાર વેસ્ટૈન્ડીઝને ભારતે જ્યારે પહેલી મેચમાં હરાવ્યું ત્યારે જ બધાને લાગવ લાગ્યું કે, કદાચ નવો ઇતિહાસ રચાઇ શકે છે. ત્યારબાદ ભારતને ઝિમ્બાબ્વેએ પણ માત આપી હતી. જોકે ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇન્ડીઝ સામે હારનો સામનો કરવો પડ્યો.
ત્યારે પ્રેક્ષકોનું માનવું એમ હતું કે, ત્રીજી વાર ભારત ગૃપ સ્ટેજમંથી જ બહાર નીકળી જશે પરંતુ પછીની ઝિમ્બાબ્વે સાથેની મેચમાં કપિલદેવે પોતાની ધમાકેદાર બેટિંગથી લોકોને ચોંકાવી દીધા હતા. ત્યારે ભારતનો સ્કોર 5 વિકેટે માત્ર 17 રન હતા ત્યાં કપિલે 138 બોલમાં 175 રન ફટકાર્યા હતા. આ ઈનિંગ ક્રિકેટની યાદગાર ઇનિંગમાંની એક માનવમાં આવે છે. ટિમે 8 વિકેટે 266 રન બનાવી લીધા અને ઝીમ્બાબ્વેને 38 રને હરાવ્યું. ત્યારબાદ ઓસ્ટેલિયા અને ઈંગ્લેન્ડને પણ હરાવી ભારત ફાઇનલમાં છલાંગ લગાવી હતી.
ફાઇનલમાં ભારતનો સામનો વેસ્ટઈન્ડીઝ સામે હતો. બધાંને એમજ હતું કે, ત્રીજી વાર પણ વેસ્ટઈન્ડીઝ જ વર્લ્ડકપ પોતાના નામે કરી જાશે. આ મેચમાં ભારત માત્ર 183 રનના સ્કોર પર ઓલઆઉટ પણ થઈ ગયું હતું. પરંતુ પછી ભારતીય બોલરોના લીધે મેચમાં જબરજસ્ત જાદુ થયો હતો.
કેપ્ટન કપીલ દેવની કેપ્ટનશીપ હેઠળ બરલિંદર સિંહ સિંધૂએ જબરજસ્ત વિકેટ્સ લીધી હતી. પહેલી વિકેટ ગૉર્ડન ગ્રીનિચની લઈને આઉટ કર્યો હતો. ત્યારબાદ મદન લાલે રિચર્ડ્સની વિકેટ લીધી કપિલ દેવે 30 મીટર ઊંધો દોડીને તે કેચ પકડ્યો હતો. ત્યારબાદ ભારતીય બોલરોનો ઉત્સાહ વધ્યો. મોહિદર અમરનાથ અને મદદ લાલે ત્રણ-ત્રણ વિકેટ લીધી ક્યારે સિંધૂએ બે વિકેટ અને રોજર બિન્ની અને કપિલ દેવે એક-એક વિકેટ લીધી માત્ર 140 રનમાં જ વેસ્ટઈન્ડીઝની ટીમને પેવેલિયનભેગી કરી દીધી. આમ ભારત 1983માં પહેલીવાર વર્લ્ડકપનો ખિતાબ જીતીને ઐતિહાસિક જીત મેળવી હતી.
ભારત તરફથી કપિલ દેવને મળેલ સન્માન
કપિલ દેવને અર્જુન એવોર્ડ, પદ્મશ્રી, પદ્મભૂષણ, વિસદેન ક્રિકેટ ઓફ થી યર જેવા અનેક એવોર્ડ પ્રાપ્ત થાય છે. સચિન તેંડુલકર અને સુનિલ ગાવાશકર પછી 2002 માં ક્રિકેટર ઓફ ધ સેન્ચુરી તરીકેનો ખિતાબ પ્રાપ્ત કરનારા કપિલ દેવ ત્રીજા ભારતીય બન્યા.