દરરોજ સવારે ઉઠીને અને રોજિંદા દરેક ઘર કામમાં સૌથી અગત્યની ભૂમિકા દરેક માટે ભજવતું તે પાણી. જો એક દિવસ પણ પાણીનો કાપ હોય ત્યારે તો દરેકના જીવન અટકાય જાય છે. ત્યારે એમ થશે કે કઈ રીતે જશે આટલા જ પાણીમાં આખો દિવસ? કારણ તેના વગર તો કશું જ કામ સરખી રીતે થઈ શકે તેમ નથી. ત્યારે પાણીના એવાજ અનેક સ્ત્રોત છે, જ્યાથી આ પાણી દરેકને ઘરે પહોચે છે. જેમાં વિવિધ જળાશયોનો સમાવેશ થાય છે. તેમાંથી સમગ્ર પૃથ્વી પરનો સૌથી  મોટો સ્ત્રોત પાણીનો તે મહાસાગરો છે. ત્યારે આજે ૮ જૂન તે સમગ્ર વિશ્વમાં વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવામાં આવે છે.

આ દિવસની  ઉજવણી શું કામ કરાય છે?

આ વિશ્વ મહાસાગર દિવસ તે લોકોને મહાસાગરની મહત્વતા અને તેનું રક્ષણ કઈ રીતે કરવું તેની જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. પૃથ્વીનો ૯૭% ભાગ તે મહાસાગરો છે. આ દિવસ તે લોકોને મહાસાગરની મહત્વતા સમજાવવા માટે ઉજવવામાં આવે છે.

મહાસાગરની મહત્વતા કેટલી ?

  • મહાસાગરો તે પ્રાણવાયુંનો મુખ્ય સ્ત્રોત છે.
  • મહાસાગરો તે મોટા પ્રમાણમાં સૂર્યમાંથી ભારે માત્રમાં ગરમી શોષે છે અને તેના કારણથી ઋતુઓમાં ફેરફાર થાય છે.
  • સમુદ્ર પણ જીવનની વિપુલતાનું ઘર છે. સમુદ્રમાં રહેતી પ્રજાતિઓની સંખ્યા અંગેના અંદાજો અસ્તિત્વમાં છે.
  • સમુદ્ર સાથે રોજગારની એક મોટી તક છે. 2030 સુધીમાં, સમુદ્ર આધારિત ઉદ્યોગો વિશ્વભરમાં 4 કરોડથી વધુ લોકોને રોજગારી આપશે તેવું એક સર્વે પ્રમાણે જાહેર કરવામાં આવ્યું છે.

ક્યારથી થઈ આ દિવસની ઉજવણીની શરૂઆત ?

ocean

આ દિવસની ઉજવણી તે કેનેડીયન સરકાર દ્વારા ૧૯૯૨ની અર્થ સમ્મિટમાં તેઓનો આ વિચાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રોજેકટ તે મહાસાગર ગ્રૂપ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ દિવસની સત્તાવાર જાહેરાત તે યુ એન દ્વ્રારા ૨૦૦૮માં કરવામાં આવી હતી. આ દિવસ તે માત્ર લોકોમાં મહાસાગરની અગત્યતા અને તેની સાચવણી માટે કરવામાં આવે છે.

કઈ રીતે થાય છે આ દિવસની ઉજવણી ?

મુખ્ય રીતે હાલ વધતું પ્લાસ્ટિકનું પ્રદૂષણ તે આ મહાસાગરોને નષ્ટ કરે છે. ત્યારે આ દિવસે લોકો એકબીજાને તે સાચવણી તેમજ તે વિશેષતા સાથે તેની સાફ સફાઈ માટે વિવિધ અને વિશેષ કાર્યક્રમો ગોઠવામાં આવે છે. આ માટે લોકો એકત્ર થાય અને તેને વિશેની માહિતી આપી આ દિવસની ઉજવણી કરે છે.

આ વર્ષની તેની થીમ શું છે ?

દરેક વર્ષે  આ દિવસની ઉજવણી તે અનેક થીમ પર કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી તે “ટકાઉ મહાસાગર અને તેની નવીનતા” પર કરવામાં આવશે. આ થીમ તે મુખ્ય રીતે મહાસાગરને કઈ રીતે બચાવવું અને તેમાં કેટલી નવીનતા આવી શકે તેથી મહાસાગરોનું રક્ષણ થઈ શકે તેના પર રાખવામાં આવી છે.

તો મહાસાગરને બચાવવું તે દરેકનું કર્તવ્ય છે. કારણ મહાસાગર એ જીવન અને વાતાવરણને બને બચાવી અનેક ફાયદા દરેકના જીવનને શકશે. તો આજથી મનમાં એક સંકલ્પ લ્યો કે કોઈપણ મહાસાગરમાં ખોટો કચરો નહીં કર્યે અને તેનું રક્ષણ કરીશું. સાથે બીજાને પણ પ્રદૂષણ કરતાં બીજાને પણ અટકાવશો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.