રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વધુને વધુ ડોલરનું રિઝર્વ કર્યું જેની પાછળ બન્ને કરન્સી વચ્ચેના તફાવત માટે ઘડેલી લાંબાગાળાની વ્યૂહરચના કારણભૂત
ભારત આર્થિક સુધારા કરીને વિકસતો જતો દેશ છે. જેમાં રૂ પિયો તૂટે તો અર્થ વ્યવસ્થા માટે મુશ્કેલી સર્જાય જેથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રૂપિયો તૂટે નહીં તે માટેના પ્રયાસો થતા હોય છે. અલબત વર્તમાન સમયે ડોલર સામે રૂપિયામાં આવેલી નબળાઈ અડકતરી રીતે રૂપિયાની તાકાત તરફ સંકેતો આપી રહી છે. અત્યારે ડોલર સામે રૂ પિયાની કિંમત ૭૫ રૂપિયાની છે. જેનો ફાયદો સ્થાનિક ઉદ્યોગોને થાય છે. આયાતમાં ડોલરથી ચૂકવણી થતી હોય છે. એક ડોલર બરાબર ૭૫ રૂપિયા આવતી હોવાથી અગાઉની સરખામણીમાં સ્થાનિક ઉદ્યોગોને લાભ થાય છે. બીજી તરફ કોસ્ટ પણ અત્યારે નીચી હોવાથી સ્થાનિક ઉદ્યોગ માર્કેટમાં ટકી શકે છે.
ડોલર સામે રૂ પિયો અત્યારે ફક્ત નબળો દેખાય છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. હાલ રિઝર્વ બેંક આટલા નીચા ભાવે પણ ડોલરનું રિઝર્વ કરી રહી છે. જેના પરથી કહી શકાય કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લાંબાગાળાની રણનીતિ ઘડી કાઢી છે. તાજેતરમાં ભારત ૧૮ વર્ષે પ્રથમ વખત સરેરાશ ટ્રેડસ સરપ્લસ રહ્યું હતું. ઈમ્પોર્ટમાં ૧૮ ટકાનો તોતીંગ ઘટાડો જોવા મળ્યો હતો. જેમ જેમ એકસ્પોર્ટમાં વધારો થઈને ટ્રેડ સરપ્લસ થાય તેમ તેમાં ડોલરની આવક વધુ રહે છે. જે એકંદરે સ્થાનિક ઉદ્યોગોને નફો કરાવે છે. સામાન્ય રીતે ક્રુડ, સોનુ, ફાયનાન્સીયલ સ્ટેબીલીટી, બોન્ડ સહિતના પાસાઓ ડોલર અને રૂ પિયા વચ્ચેનો તફાવત ઉભો કરે છે. અમેરિકાનો ડોલર મજબૂત થતાં અત્યાર સુધીમાં વિશ્ર્વની ઘણી કરન્સી ઉપર પ્રેસર વધ્યું છે. પરંતુ ભારત એવો દેશ છે જેના અર્થતંત્રને આ બાબતની ચિંતા કરવાની જરૂ ર નથી. રૂ પિયો તૂટે ત્યારે આઈટી અને ફાર્મા કંપનીઓને ભરપુર ફાયદો છે. અત્યારે ભારતમાં આ બન્ને સેકટર ટોચના છે. સામાન્ય રીતે અત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રૂ પિયાને સ્થીર રાખવાનો પ્રયાસ કરે છે. તેની સાથો સાથ ડોલરનું રિઝર્વ પણ વધારી રહી છે.
બીજી તરફ તરલતામાં તણાવ અને રેટકટના કારણે અમેરિકાના વ્યાજદારોની વૈશ્ર્વિક અસરો ભારત પર પણ પડી છે. રોકાણકારો માટે હવે મોટાભાગના મુડી રોકાણના સાધનો સેફ હેવન નથી. સ્ટોકની જગ્યાએ રોકાણકારો હવે બોન્ડ તરફ વળ્યા છે. જેનું મોટું કારણ રૂ પિયા અને ડોલર વચ્ચેના તફાવતનો પણ છે. હાલના સમયમાં દેખીતી રીતે તો એક ડોલર બરાબર ૭૫ રૂ પિયા જેટલું મુલ્યાંકન થતું હોય છે પરંતુ એન્ટી ડમ્પીંગ ડયૂટી સહિતના હથીયારોથી માર્કેટને સ્ટેબલ રાખવામાં હવે સરકારને સારી હથોટી પણ આવી ગઈ છે.