ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથેના તેમના સંબંધો ‘વિશ્વાસ’ અને ‘સન્માન’ પર આધારિત વર્ણવ્યા હતા. કેપ્ટન કૂલ ધોની સાથેના તેના સંબંધોને બે શબ્દોમાં પરિભાષિત કરવાને લઈને ઇન્સ્ટાગ્રામ પરના એક સવાલના જવાબમાં કોહલીએ કહ્યું: વિશ્વાસ, સન્માન.
પાછલા વર્ષે આર.અશ્વિન સાથેની એક ઇંસ્ટાગ્રામ ચેટ દરમિયાન કોહલીએ ધોનીની પ્રશંસા કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રીય ટીમના કેપ્ટન બનવામાં ધોનીએ તેની મોટી ભૂમિકા ભજવી હતી.
શનિવારે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમને ટીકા કે પ્રશંસા ગમે છે, તો કેપ્ટને કહ્યું કે,તે રચનાત્મક ટીકા અને વાસ્તવિક પ્રશંસા માટે તૈયાર છે. પરંતુ તેઓ કંઈપણ નકલી સ્વીકાર નથી.
કોહલી આજે સફળ કેપ્ટન છે, તો તેની મહેનતની સાથે, ધોનીએ પણ આમાં મોટી ભૂમિકા નિભાવી છે. વિરાટ કોહલી પણ આ વાત સમજે છે. વિરાટ કોહલી ધોનીનો આદર કરે છે. તેણે શનિવારે ધોની સાથેના તેના બંધનનો ખુલાસો કર્યો હતો.
IPL-14 દરમિયાન કોહલી અને ધોની વચ્ચે બોન્ડિંગ જોવા મળી હતી. બંને ખેલાડીઓ લાંબા સમય બાદ સાથે જોવા મળ્યા હતા. IPL-14માં આરસીબી અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં ટોસ દરમિયાન બંને દિગ્ગજો ગળે મળ્યા હતાં. બંને ગંભીરતાથી વાત કરવા સાથે સાથે હસતાં અને મજાક કરતા જોવા મળ્યાં હતાં.
ઉલ્લેખનિય છે કે, ટીમ ઇન્ડિયા 2 જૂને ઇંગ્લેન્ડ રવાના થશે. અહીં ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. ટૂર પર જવા પહેલાં, ટીમ ઈન્ડિયા મુંબઈની હોટલમાં ક્વોરેન્ટાઇન છે. કેપ્ટન વિરાટ કોહલી પણ ક્વોરેન્ટાઇનમાં સમય પસાર કરી રહ્યો છે.