જીવન ત્યારે જ સાર્થક બને છે જ્યારે દરેક વ્યક્તિ પોતાના જીવનને કઈક શ્રેષ્ટ રીતે બનાવી શકે છે. તો આ વસ્તુ કઈ રીતે થઈ શકે તો આજના યુગમાં દરેક વસ્તુ કે સંબંધ જ્યારે પ્રેમથી જોડાય તો તેની મજા કઈક અલગ હોય છે. જાણતા-અજાણતા આપણે અનેક રીતે દરેક વ્યક્તિ આ પ્રેમમાં ખોવાતો હોય છે તે પછી સંબંધ હોય કે જીવન.
પ્રેમ જીવનનો એક એવો પાસો છે જે તમને તમારાં જીવનમાં બધુ આપવી શકે છે. એટલે અનેક વાર ઘણાં લોકો પાસેથી આ વાક્ય સાંભળતા હોય છીએ કે “પ્રેમ હશે ત્યાં બધુ થશે” પ્રેમ એક એવો સેતુ છે જે દરેકને પોતાના ચાલવાની સાથે જીવનની સફર સાથે એક અલગ અનુભૂતિ થશે.
જીવનમાં દરેક વસ્તુ જ્યારે પ્રેમ સાથે જોડી દઈએ તો તેને જીવવા મજા અલગ થતી હોય છે. દરેક વ્યક્તિ પોતે આમતો રોજ અનેક વસ્તુના પ્રેમમાં પડી નેજ પોતાનું કામ કરતો હોય છે. જેમાં ક્યારેક તે શીખી જાય આ જીવન, ક્યારેક તે બનાવી દે પોતાની ક્ષણ, ક્યારેક તે સમજી જાય લાગણી અને ક્યારેક ઓળખી જાય પોતાના સપના તેના થકી. એટલે દરેકના જીવનમાં પ્રેમ હોવો ખૂબ જરૂરી છે કારણ તે તેના જીવનને કઈક જુદી રીતથી રંગી શેકે છે.
તો પ્રેમ તે દરેકને આકર્ષી લે છે અને તેને પોતાના રીતથી વ્યક્તિને ઘણું શીખવી જાય છે અને તે જીવનન એકદમ સરળ અને સાર્થક બનાવી દે છે. તો પ્રેમ હશે ત્યાં જીવનમાં બધુ થઈ શકશે, તો જીવનમાં તેને હમેશા સાથે રાખો અને જીવનને ખૂબ સરળ તેમજ ખાસ બનાવો. તો જીવનમાં નિરાશ થવા કરતાં મનગમતી વાત,વ્યક્તિ,વિચારમાં ફરી એક વારમાં પડો અને જીવનને એકદમ સરળ અને કઈક અલગ બનાવો.