ગાઇડલાઇન મુજબ રેપિડ એન્ટિજન, આર.ટી.પી.સી.આર, ફેફસાનું સીટી સ્કેન જેવી પધ્ધતિથી કોવિડ-૧૯નું ટેસ્ટીંગ થઇ રહ્યું છે
હાલમાં ચાલી રહેલી વૈશ્ર્વિક કોરોના મહામારીમાં ડબલ્યુએસઓ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન મુજબ ટેસ્ટીંગ પ્રથા અમલમાં છે જેમાં રેપિડ એન્ટિજન, આર.ટી.પી.સી.આર. તથા ફેફસાનું સીટી સ્કેન જેવી પધ્ધતિથી પરિક્ષણ થઇ રહ્યું છે. કોઇપણ ટેસ્ટીંગ પધ્ધતિમાં ટેસ્ટીંગ કીટની સેન્સિટિવિટી અને સ્પેસીફીસીટી મહત્વની હોય છે. એવુ પણ ઘણીવાર જોવા મળે કે ટેસ્ટ નેગેટીવ હોવા છતાં વિવિધ લક્ષણો કોવિડ-૧૯ના જોવા મળતા હોય છે. ડોકટરો સીટી સ્કેન ટેસ્ટ પર વધારે આધાર રાખે છે. કારણ કે તેમાં માનવ સર્જીત ભૂલ થવાની શકયતા નહિવત હોય છે. મોટાભાગના રોગોની તપાસ લોહી પરિક્ષણ દ્વારા થાય છે. પરંતુ કોવિડ-૧૯માં વૈશ્ર્વિક સ્તરે માર્ગદર્શિકા આ પ્રમાણેના ટ્રેસ્ટ દ્વારા જ નેગેટીવ પોઝિટીવ જાહેર કરવામાં આવે છે.
રેપિડ એન્ટિજન ટેસ્ટ (આરએટી) :- જે ગળા અને નાક માંથી સ્વેબ વાટે સેમ્પલ લઇ રેપિડ ટેસ્ટ કીટ પર મૂકી પરિણામ ૧૦ થી ૧૫ મિનિટ માં આપે છે તેની સેન્સિટિવિટી ૪૦% અને સ્પેસીફીસીટી ૯૯% છે એટલે કે પોઝિટિવ ટેસ્ટ આવે તો કોરોના ક્ધફ્રર્મ ગણાય પણ નેગેટિવ ટેસ્ટ આવે તો ૧૦૦ માંથી ૬૦ લોકો એવા હશે જેને સંક્ર્મણ હોવા છતાં આ ટેસ્ટ માં ના પકડાઇ આથી લક્ષણો હોય તો આગળ બીજા ટેસ્ટ કરાવવા જરૂરી. ટેસ્ટ કીટ ની બહોળી ઉપલબ્ધી અને પરિણામ મળવામાં લાગતો ઓછો સમય આ બે કારણે આ ટેસ્ટ કોમ્યુનિટી સ્ક્રીનિંગ માં વપરાય છે
આરટી પીસીઆર:- આ ટેસ્ટ પણ ગળા અને નાક માંથી સ્વેબ લઇ કરવામાં આવે છે. પોલિમરેઝ ચેન રીએેકશન ટેસ્ટ માં વાઇરસ ના એક નાનકડા ભાગ ને અનેક ગણું મોટી સાંકળ જેવા સ્વરૂપ આપી ઓળખી શકાય આ ટેસ્ટ માં ઈઝ વેલ્યુ પર થી શરીર માં વાયરસ ચેપ ની માત્રા (વાયરલ લોડ) જાણી શકાય. આ ટેસ્ટ ની સેન્સિટિવિટી ૭૦ થી ૭૫% અને સ્પેસીફીસીટી ૯૯% છે એટલકે આ ટેસ્ટ પોંઝોટિવ હોય તો કોરોના હોય જ પણ ૧૦૦ માંથી ૩૦ લોકો સંક્રમિત હોવા છતાં આ ટેસ્ટ નેગેટિવ આવી શકે. આ ટેસ્ટ નું પરિણામ લગભગ ૨૪ કલાકે મળે અને ટેસ્ટ ખર્ચાળ હોવાથી કોમ્યુનિટી સ્ક્રીનિંગ માં ઉપયોગી નથી. ખાસ તો દાખલ દર્દીઓ અથવા ગંભીર દર્દીઓ માં આ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં ડીએનએ આર.એન.એ. શોધે છે.
ફેફસા નું સીટી સ્કેન :- સીટી સ્કેન મશીન માં ફેફસા માં કોરોના ના ચેપ થી થતા ખાસ ફેરફાર થી કોરોના હોવા નું નિદાન થઇ શકે. કોરોના કે અન્ય કોઈ વાયરસ ના ચેપ થી ફેફસા ના સીટીસ્કેન માં દુધિયા કાચ અપારદર્શક સંક્ર્મણ દેખાય (ગ્રાઉન્ડ ગ્લાસ ઓપેસિટી ) જેની તીવ્રતા અને લાક્ષણિકતા પ્રમાણે તેને કોરેડ ગ્રેડ આપવામાં આવે. જેમ ગ્રેડ વધુ તેમ કોરોના હોવાની શક્યતા વધુ. ગ્રેડ ૧ કે ૨ એ કોરોના હોવાની સંભાવના ઓછી છે એવુ દર્શાવે જયારે ગ્રેડ ૩ થી ૫ કોરોના હોવા ની ઉંચી સંભાવના બતાવે. આ સાથે સીટી સ્કેન એ પણ બતાવે કે ફેફસા નો કયો અને કેટલા ટકા ભાગ સંક્રમિત છે એ પણ જાણી શકાય. ૩૦ કે ૪૦% ફેફસા સઁકર્મિત હોય તેના કરતા ૭૦ કે ૮૦% સંક્ર્મણ હોય એ રોગ ની ગંભીરતા વધુ ગણાય.
આ ટેસ્ટ ની સેન્સિટિવિટી ૯૫% થી વધુ છે (જો ટેસ્ટ લક્ષણો દેખાય તેના ૭૨ કલાક પછી કરાય તો ) અને સ્પેસીફીસીટી ૫૦% જેટલી છે એટલે કે સીટી સ્કેન માં સંક્ર્મણ દેખાય તો કોરોના હોવાની શક્યતા વધુ પણ બીજા વાયરસ જેમ કે સ્વાઈન ફલૂ માં પણ સીટી સ્કેન માં આવોજ રિપોર્ટ આવે એટલે ૧૦૦ માંથી ૯૦ થી વધુ સંક્રમિત દર્દીઓ ને શંકાસ્પદ કોરોના ગણીએ તો તેમાંથી ૧૦ કે ૧૫ ને બીજા વાયરસ ના ચેપ ને કારણે પણ સીટી સ્કેન માં ગ્રાઉન્ડ ગ્લાસ ઓપેસિટી દેખાતી હોય. સીટી સ્કેન સચોટ નિદાન માટે ચોક્કસ છે જો એ યોગ્ય સમયે (બહુ વહેલા નહી ) કરવામાં આવે. જો કે સરકારી ધારાધોરણ પ્રમાણે ફક્ત સીટી સ્કેન માં આવે એવા દર્દીઓ ને remdesivir ઇન્જેક્શન નથી આપી શકતા જયારે વિષમતા ઉદભવે ત્યારે અને એમનો RTPcR રિપોર્ટ પોઝિટિવ હોવો જરૂરી છે ઇન્જેક્શન માટે આપવા માટે ડોક્ટર સીટી સ્કેન પર વધારે આધાર રાખે છે કારણ કે તેમાં માનવ સર્જિત ભૂલ થવાની શકયતા નહિવત હોય છે.. રેપિડ અને આરએટી માં સેમ્પલ લેવામાં ભૂલ થાય તો રિપોર્ટ નેગેટિવ આવી શકે.. એટલે જ્યારે દર્દીમાં સીટી સ્કેન પોઝિટીવ અને નાક નો રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે ડોક્ટર અને દર્દી વચ્ચે મતતી દથતા હોય છે. તેમજ તેના લીધે આંકડામાં વિસંગતતા જોવા મળે છે અને દર્દી રોગ ની ગંભીરતા સમજી શકતા નથી.