રાજકોટ તા.15એપ્રિલ – રાજકોટ શહેર- જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે બપોરે4:00કલાકની સ્થિતિએ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના મળીને કુલ3,100બેડ કાર્યરત છે. હાલ2,971દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ129બેડ ઉપલબ્ધ હોવાનું જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.

પી.ડી.યુ. કોવીડ હોસ્પિટલ ખાતે538ઓક્સિજન બેડ સહીત કુલ808બેડ કાર્યરત છે. અહીં 783 દર્દીઓ સારવાર હેઠળ છે,હાલ25બેડ ઉપલબ્ધ છે. સમરસ ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે516બેડ ઓક્સિજન સાથની સુવિધા સાથે કાર્યરત છે.487દર્દીઓ સારવાર હેઠળ છે,હાલ અહીં29બેડ ખાલી છે.ઈ.એસ.આઈ.એસ. સેન્ટર ખાતે41બેડ ની સુવિધા છે,હાલ તમામ બેડ ઉપલબ્ધ છે. ગોંડલ સ્થિત ડેડીકેટેડ હેલ્થ સેન્ટર ખાતે81બેડ ઓક્સિજનની સુવિધા સાથે કુલ82બેડ કાર્યરત છે. અહીં 73 દર્દીઓ સારવાર હેઠળ છે,હાલ 9 બેડ ખાલી છે. કેન્સર હોસ્પિટલ સ્થિત કોવીડ સેન્ટર ખાતે197પૈકી177બેડ ઓક્સિજનની સુવિધા સાથે કાર્યરત છે. હાલ177દર્દીઓ સારવાર હેઠળ તેમજ20બેડ ઉપલબ્ધ છે. જસદણ સબ ડીસ્ટ્રીકટ હેલ્થ સેન્ટર ખાતે24બેડ ઓક્સિજન સાથે મળી કુલ27બેડની સુવિધા છે. અહીં24દર્દીઓ સારવાર હેઠળ તેમજ3બેડ ઉપલબ્ધ છે. જયારે ધોરાજી સબ ડીસ્ટ્રીકટ હેલ્થ સેન્ટર ખાતે ઓક્સિજનની સુવિધા સાથેના35મળી કુલ70બેડનું સુવિધા છે. અહીં કુલ70દર્દીઓ સારવાર હેઠળ છે.જયારે નવા 49 બેડની સુવિધા સાથે ખાનગી હોસ્પિટલોના બધા મળી1,359બેડ કાર્યરત છે.958બેડ ઓક્સિજનની સુવિધા સાથે છે. હાલ1,357દર્દીઓની સારવાર ચાલી રહી છે જયારે2બેડ ખાલી છે.

પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે205તેમજ ખાનગી હોસ્પિટલમાં 401 મળી કુલ 606 વેન્ટિલર ઉપલબ્ધ હોવાનું યાદીમાં જણાવાયું છે.

પી.ડી. યુ. કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર નિ:શુલ્ક – દર્દીઓ પૈસા કે દાગીના સાથે ન રાખે

 રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ સ્થિત કોવીડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર નિ:શુલ્ક કરવામાં આવે છે. હાલ 800 થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. સિવિલ અધિક્ષક દ્વારા સારવાર માટે આવતા દર્દીઓને ખાસ વિનંતી કરવામાં આવે છે કે દર્દીઓ જયારે સારવાર માટે દાખલ થાય ત્યારે સુવિધાના ભાગરૂપે પૈસા કે દાગીના સાથે ન લઈ જવા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.