ભારતમાં સ્ત્રી શિક્ષણને લઇને વારંવાર સંઘર્ષ ઉભો થાય છે સરકાર સ્ત્રી પુરુષ સમાનતા અને બંનેને સમાન શિક્ષણનો નારો લગાવે છે અને આજે પણ દેશના કેટલાંક સ્થળો પર સ્ત્રી શિક્ષણને એટલું મહત્વ નથી અપાતુ. ત્યારે અહીં એવી સ્કૂલ વિશે વાત કરીશુ જે માત્ર યુવતીઓની શિક્ષા જ નહીં પરંતુ તેના લગ્ન વિશેનો પૂરો ખ્યાલ તે અંગેનું શિક્ષણ પણ આપે છે.
૧૯૫૪માં ગુજરાતનાં અમદાવાદમાં અંધ ક્ધયા પ્રકાશ ગૃહ નામની શાળામાં ક્ધયાઓને માત્ર પુસ્તકિય જ્ઞાન ન આપતા તેનાં લગ્ન અને સમાજ જીવન અંગેનું પણ વિશેષ જ્ઞાન આપવામાં આવે છે આ શાળા ખોલવાનો મુખ્ય હેતુ વિકલાંગ ક્ધયાઓના શિક્ષિત કરવી અને પગભર કરવી એ છે આ સ્કૂલમાં ભણતી ક્ધયાઓ માત્ર શિક્ષા જ નથી મેળવતી તેની સાથે-સાથે ચીક્કી, દીવાળીના દીવો તેમજ અન્ય હેન્ડી ક્રાફ્ટની આઇટમ પણ બનાવે એન એને માર્કેટમાં વેચી કમાણી પણ કરે છે. આ ઉપરાંત તેનું શિક્ષણ પુરુ થયા બાદ અંધ ક્ધયા પ્રકાશ ગૃહએ ક્ધયાઓ માટે યોગ્ય સાથી ગોતી તેનાં લગ્ન પણ કરાવે છે અહિં આવનાર દરેક વિકલાંગ છાત્રા શિક્ષણ મેળવી કંઇક કરી બતાવવાના ક્ષમતા ધરાવે છે. તેમજ સામાન્ય યુવતીઓની જેમ જ દરેક સ્પર્ધા માટે પોતાની જાતને તૈયાર કરે છે જ્યારે આ સંસ્થાની શરુઆત થઇ ત્યારે માત્ર ૪ છાત્રાઓ જ હતી જેમાં ઉતરોત્તર વધારો જોવા મળ્યો છે જે ત્યાંની છાત્રાઓનો આત્મવિશ્ર્વાસ દર્શાવે છે.