કોલ સેન્ટરમાં આવતી ફરિયાદો સંદર્ભે શાખા અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપતા આનંદ પટેલ
મ્યુનિ. કમિશનર આનંદ પટેલે પ્રોજેક્ટની સમીક્ષા કરવા ઈસ્ટ ઝોન ઓફિસ ખાતે અધિકારીઓ/કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી અને વિવિધ શાખાના શાખા અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. સાથોસાથ ઈસ્ટ ઝોન સિવિક સેન્ટર ખાતે કરવામાં આવતી કામગીરી પણ નિહાળી હતી.
સિટી સિવિક સેન્ટરમાં આવતા અરજદારો સાથે પણ મ્યુનિ. કમિશનરશ્રીએ વાર્તાલાપ કરી રાજકોટ મહાનગર પાલિકાના સિવિક સેન્ટર ખાતે આપવામાં આવતી સેવાઓ બાબતે અરજદારો પાસેથી ફીડબેક મેળવ્યા હતા. મ્યુનિ. કમિશનર એ ઈસ્ટ ઝોન ખાતે અધિકારી / કર્મચારીઓ સાથેની બેઠકમાં ઝોન લેવલે ચાલતી કામગીરીની માહિતી મેળવી હતી. હાલ ચાલુ પ્રોજેક્ટની કામગીરી ઝડપી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીને સુચના આપી હતી. ઈસ્ટ ઝોનના વિવિધ પ્રોજેક્ટની કામગીરી અંગે રીવ્યુ પણ કરેલ તેમજ ઈસ્ટ ઝોનના સિવિક સેન્ટરમાં જાતે રૂબરૂ જઈને સિવિક સેન્ટરમાં આપવામાં આવતી સેવાઓ અંગે માહિતી મેળવી હતી.
આ બેઠકમાં મ્યુનિ. કમિશનર દ્વારા ટેક્સ શાખા, બાંધકામ/ડ્રેનેજ/વોટર વર્કસ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, કોલ સેન્ટરમાં આવતી ફરિયાદો તથા ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને સંબંધિત શાખા અધિકારીને આવશ્યક માર્ગદર્શન પણ આપ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં મ્યુનિ. કમિશનર આનંદ પટેલ સહીત નાયબ મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા, સિટી એન્જી. અઢીયા, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠીયા, સહાયક કમિશનર વાસંતીબેન પ્રજાપતિ સહીત ઈસ્ટ ઝોન હેઠળના સંબંધિત અધિકારી / કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.