વેઝમેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સે આ જ ખ્યાલને ધ્યાનમાં રાખીને પ્રયોગો કર્યા અને 17 માર્ચ, 2021ના દિવસે તેમનું સંશોધનપત્ર રજૂ થયું તેમના સંશોધનમાં ત્વચાના કોષની મદદથી ગર્ભનો વિકાસ કરવામાં આવ્યો અને એ પણ ગર્ભાશયની બહાર!
જીવન! ફક્ત એક કોષ માં થી ઉત્પન્ન થતી એવી મુસાફરી જેના દરેક પડાવમાં એક અનોખુ રહસ્ય છુપાયેલુ હોય છે. આ સંપૂર્ણ પ્રક્રિયા હજુ પણ તેટલી જ રહસ્યમય છે જેટલી પહેલા હતી. હા, ઐતિહાસિક લખાણો જોતાં એવું જરૂર થી પ્રતીત થાય છે કે પ્રાચીન સમય માં તબીબ વિજ્ઞાન ખૂબ જ વિકસિત હતું. પરંતુ આધુનિક સમય ના ઢગલાબંધ સંશોધનો પણ મનુષ્ય ના ગર્ભ માથી જન્મ થવાની પ્રક્રિયા સંપૂર્ણ પણે સમજી શક્યા નથી.
આપણે હજુ સુધી અજાણ જ છીએ કે ગર્ભ ની અંદર એવું શું થાય છે કે તે એક કોષ ને મનુષ્ય ના શરીર માં પરિવર્તિત કરી દે છે! એક વખત અંડ ફલિત થઈ જાય છે ત્યાર બાદ ની પ્રક્રિયા તો ઇમેજિંગ પધ્ધતિઓ થી જોઈ શકાય છે, પરંતુ એની પહેલા ની રહસ્યમય પ્રક્રિયા નું શું? ફક્ત 1 મિલીમીટર જેટલું કદ ધરાવતો કોષ ધીમે ધીમે વિભાજિત તથા વિકસિત થઈ ને એક શરીર નો આકાર લે છે. આ જ આકાર માં પ્રાણ પુરાય છે. મૃત્યુ સમયે આ પ્રાણ ઉર્ફે આત્મા આ શરીર ને છોડી દે છે. શું આ પ્રક્રિયા નું કોઈ વૈજ્ઞાનિક પૃથ્થકરણ છે? આઇવીએફ અથવા તો ટેસ્ટટ્યુબ બેબી ની પ્રક્રિયા માં અંડકોષ ના ફલિત થયા બાદ તેને શરીર ની બહાર વિકસિત કરાય છે પરંતુ તેની પહેલા ની પ્રક્રિયા વિશે તો આપણે અજાણ જ છીએ. આપણે ફક્ત હોર્મોનલ ઈંજેક્શન થી આ પ્રક્રિયા ની શરૂઆત કરી શકીએ છીએ પરંતુ તેના વિકાસ પાછળ નું વિજ્ઞાન તો હજુ પણ પડદા પાછળ જ છે.
વેઝમેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઇન્સ દ્વારા તાજેતર માં થયેલ પ્રયોગ આ જ રહસ્ય ને સમજવા નો પ્રયત્ન થઈ રહ્યો હતો. પરંતુ મુખ્ય મથાળું તો અહી એ બને કે જો ગર્ભ ની પ્રક્રિયા ને જાણવી હોય તો તેને ગર્ભાશય ની બહાર લેબોરેટરી ના વાતાવરણ માં થવી શક્ય બનાવવી પડે. કારણ? ગર્ભાશય માં સૂક્ષ્મ સ્તરે થતી પ્રક્રિયા નું અવલોકન કરવું અતિ મુશ્કેલ છે. પરંતુ લેબોરેટરી ના વાતાવરણ માં તો સંખ્યાબંધ પ્રણાલીઓ ગોઠવી શકાય. વંધ્યત્વ, જન્મજાત ખોડખાપણ અને બીજી ઘણી સમસ્યાઓ નું કારણ આ અંડકોષ ના વિજ્ઞાન માં સમાયેલ છે. જો તેને સમજી શકાય તો કદાચ આ સમસ્યાઓ ને સાચા અર્થ માં નિવારી શકાય.
વેઝમેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઇન્સ એ આ જ ખ્યાલ ને ધ્યાન માં રાખી ને પ્રયોગો કર્યા અને 17 માર્ચ, 2021 ના દિવસે તેમનું સંશોધનપત્ર રજૂ થયું. તેમના સંશોધન માં ગર્ભ ના અંડકોષ ઉત્પન્ન કરવા માં આવ્યા! અને એ પણ ગર્ભાશય ની બહાર! આ સંશોધન ને એક ખૂબ જ મોટી સિદ્ધિ તરીકે અંકિત કરી શકાય. આ પ્રક્રિયા ભવિષ્ય માં ગર્ભ ને લગતી બધી જ સમસ્યાઓ થી મુક્તિ આપવી શકવા ની તાકાત ધરાવે છે.
#વાઇરલ કરી દો ને
જો માણસ જ માણસ ને બનાવી શકશે તો પછી રોબોટ નું શું કામ?
#ખાલીઅમથું
સાત વર્ષની મહેનત બાદ વૈજ્ઞાનિકો 2 ખંડ માં વિભાજિત એવી આ પ્રક્રિયા ને શક્ય બનાવી શક્યા. આ પ્રક્રિયા બાદ તેઓ ઉંદર ના ગર્ભ ને ગર્ભાશય ની બહાર ઉત્પન્ન તથા વિકસિત કરવા સક્ષમ બન્યા. આ પ્રયોગ બાદ એવી શક્યતા છે કે મનુષ્ય અને પ્રાણીઓ માં આવેલ જનીન ના વિકાસ અને ઉત્પત્તિ વિશે ઘણું ખરું જાણી શકાશે. આશ્ચર્ય માં નાખી દે એવી વાત તો એ છે કે ઉંદર ગર્ભાશય માં જે વિકાસ 20 દિવસ લે છે તે પ્રક્રિયા વૈજ્ઞાનિકો ફક્ત 6 દિવસ માં સંપૂર્ણ કરી શક્યા! આ સમય દરમ્યાન શરીર ના અંગો સંપૂર્ણ રીતે વિકસિત દેખાવા લાગ્યા.
વેઝમેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઇન્સ ના પ્રયોગ ની સમાંતર ચાલી ને મનુષ્ય ના ગર્ભ ના વિકાસ માટે પણ તાજેતર માં પ્રયોગો શરૂ થયા. એક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો ના સમૂહ એ મોનાશ યુનિવર્સિટી ના નેતૃત્વ હેઠળ આ પ્રયોગ શરૂ કર્યો. મનુષ્ય ની ત્વચા ને કોષ ના થ્રીડી સ્ટ્રક્ચર માં ફેરવી ને બ્લાસ્તોસાઇટ્સ(ગર્ભ વિકાસ ની તરત જ પહેલા નું તત્વ) ઉત્પન્ન કરી શક્યા. આ સંશોધન ને એક અલગ દ્રષ્ટિ થી જોઈએ તો ધીમે ધીમે આપણે મનુષ્ય ના જન્મ ના રહસ્ય ભણી દોટ મૂકી રહ્યા છીએ. આપણાં ઇતિહાસ માં પણ મનુષ્ય શરીર વિશે એટલા તથ્યો જોવા મળે છે કે જે કદાચ અત્યારે આટલા વિકસિત વિજ્ઞાન સાથે પણ આપણી સામે નથી. ઘણી માયથોલોજીકલ થ્રિલર માં આપણાં ઇતિહાસની આ ભવ્યતા વિશે વર્ણન છે.
પ્રાચીન સમય માં પ્રચલિત નિયોગ પ્રથા ત્યાર ની ગર્ભધારણ ની સમસ્યાઓ સમયે ઉપયોગ માં આવતી. મહાભારત તથા મનુસ્મૃતિ માં પણ આ પ્રથા નો ઉલ્લેખ છે. પરંતુ સરોગેટ મધર ની જગ્યાએ સરોગેટ ફાધર ની જોગવાઈ હતી. આ સાથે જન્મ અને મૃત્યુ ના અભ્યાસ વિશે પણ કદાચ પ્રાચીન વિજ્ઞાન ખૂબ જ વિકસિત હતું. જો વિજ્ઞાન ના આ સમય ને થ્રિલર ના સ્વાદ માં ચાખવો હોય તો તાજેતર માં જ પ્રકાશિત થયેલ સૌપ્રથમ વખત મૂળ ગુજરાતી ભાષા માં પરખ ભટ્ટ અને રાજ જાવિયા દ્વારા લખાયેલ પુસ્તક મૃત્યુંજય વાંચી શકાય. આ પુસ્તક માં વિજ્ઞાન અને ધાર્મિક ઇતિહાસ ને રસપ્રદ રીતે પરોવાયા છે.
પ્રાચીન સમય માં જે પ્રક્રિયા આજે આપણે લેબોરેટરી માં કરીએ છીએ તે હવન અને મંત્રોચ્ચાર ના વાતાવરણ માં થતી. કદાચ આ તે સમય ની પ્રયોગશાળા હોય! જો આપણાં ધાર્મિક પુસ્તકો માં ફંફોળવા ન જવું હોય તો આપણી ગુજરાતી ભાષા માટે ગર્વ સમાન આ માયથોલોજીકલ થ્રિલર એવી મૃત્યુંજય પુસ્તક એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
તથ્ય કોર્નર
ટાઇમ લેપ્સ ટેક્નોલોજી દ્વારા ગર્ભ ના શરૂઆત ના સમયે નારી આંખે ન દેખાતી પ્રક્રિયા સ્ક્રીન પર જોઈ શકાય છે. આ પ્રક્રિયા માં એક પણ કોષ ને નુકશાન થતું નથી.