વાંચો ડોક્ટરની કહાની: ત્રણ કલાકના પોસ્ટમોર્ટમમાં મોતનું કારણ કઈ રીતે આવે છે બહાર ? સિણી- હથોડી સહિત ૧૮ જેટલી કાતરોનો ક્યાં અંગો કાપવામાં થાય છે ઉપયોગ

મૃત્યુ એક અટલ સત્ય છે,જેનો જન્મ થાય છે તેનું પરલોક જવું પણ નિશ્ચિત છે.વર્તમાન સમયમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ પ્રાકૃતિક કારણોથી થાય છે,તો ઘણીવાર દુર્ઘટના કે અપ્રાકૃતિક કારણોથી પણ લોકોનું અસમય મૃત્યુ થઈ જાય છે. આવા કિસ્સાઓમાં ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરી મૃત્યુનું કારણ જાણવામાં આવે છે.આ સાથે પોસ્ટમોર્ટમ દ્વારા મૃત્યુનો સમય પણ નક્કી કરી શકાય છે.પરતું શું તમે જાણો છો કે રાજકોટ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મડદાઓની વચ્ચે ફોરેન્સિક વિભાગના ડોકટરો કઈ રીતે કામ કરે છે ?પોસ્ટમોર્ટમ રૂમની અંદર ડેડબોડી સથે શું થયા છે ? પોસ્ટમોર્ટમ વિભાગના  ડોકટરો પોતાની ડાયરીમાં કેવી ખોફનાક હકીકતો જણાવે છે ? જાણો આ તમામ રસપ્રદ વાતો અમારા ખાસ અહેવાલમાં.

રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ૧૯૫૫ ની આસપાસ  અતિ આધુનિક પોસ્ટમોર્ટમ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટમોર્ટમ રૂમમાં ફોરેન્સિક વિભાગના વડા ડો.હેતલસિંહ કીયાળાના માર્ગદર્શન હેઠળ એસોસિએટ પ્રોફેસર મહેશભાઈ ત્રાગડીયા, ડો.દિવ્યેશ વડગામા, ડો.શૈલેશ ભુવા, ડો.વિરલ અઘેરા, ડો,ચિરાગ ગજેરા, ટ્યુટર  ડો.પ્રતિક વરુ ડેડબોડીનું સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી પોસ્ટમોર્ટમ કરતા હોય છે. મૃત્યુના અલગ અલગ કિસ્સામાં અલગ અલગ અવયવો પરથી પોસ્ટમોર્ટમ કરવામાં આવતું હોય છે.નવજાત શિશુ થી લઈને ૯૦ વર્ષના વૃદ્ધ વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં કારણ જાણવા માટે તબીબી ટીમ દ્વારા હાથમાં ગ્લોઝ પહેર્યા બાદ આધુનિક સ્કાલવેલ, નાઈટ, સ્ટ્રાઈકર શો, હથોડો, સીણી, પકડ, ફોરસેપ,૧૮ જાતની કાતર,જેવા સાધનો વડે ડેડબોડીની ચીર ફાડ કરી નાખીને ફેફસા ,મગજ ,હદય, જઠર, આંખ,કીડની,આતરડા સહિતના અવયવોનું એક્ઝામીનેશન કરી વિસેરાના સેમ્પલો લઇ એફ.એસ.એલમાં મોકલવામાં આવે છે.જેમાં ખાસ કરી મૃતદેહના મગજનું એક્ઝામીનેશન કરવા માટે સિણી હથોડીનો વપરાશ કરવામાં આવે છે અને શરીરના આંતરિક અવયવોને કાપવા માટે ૧૮ પ્રકારની કાતરોનો ઉપયોગ કરવામાં આવે છે.હાલ ૨૦૨૧ માં ચાલુ વર્ષ દરમિયાન ૪૩૫ જેટલા પી.એમ અને ફોરેસ્નીક પી.એમ કરવામાં આવ્યા છે.

ખાસ કરીને ઉમરલાયક વ્યક્તિના બીમારીના કિસ્સામાં સારવાર આપનાર તબીબ દ્વારા બીમારીનું કારણ જણાવી દેવામાં આવે તો પી.એમની ઓછી જરૂરીયાત રહે છે.જ્યારે વીજશોક,ગળાફાશો, ઝેરી દવા પી આપઘાત, હત્યા,પાણીમાં ડૂબી જવાથી મોત,અકસ્માત, રેલ્વે ટ્રેક મોત  સહિતના કુત્રિમ બનાવોમાં પોલીસ દ્વારા એ.ડી નોંધ કરી ફોરેન્સિક પી.એમ કરાવવામાં આવે છે.જેમાં ફોરેન્સિક વિભાગના તબીબોની ટીમ દ્વારા જુદા જુદા અવયવોનું રીસર્ચ કર્યા બાદ જરૂરી સેમ્પલો લઈ એફ.એસ.એલ અર્થે મોકલવામાં આવે છે.તો ઘણી વખત હત્યાના કિસ્સામાં શરીરના અવયવોમાં ખુચી જનારછરી, કુહાડા, ધારિયા, તલવાર, કટાર જેવા હથીયારો વડે કરવામાં આવેલા હુમલામાં કયો ઘા જીવલેણ નીવેડ્યો તે પણ રીપોર્ટમાં બતાવવામાં આવે છે.

આ ઉપરાંત કસ્ટોડીયલ ડેથના કિસ્સામાં મરણજનાર વ્યક્તિનું પી.એમ કરતી વેળાએ વિડીયો શુટીંગ કરવામાં આવે છે. મૃતકના જઠરાગ્નિ , આંતરડા, કિડની, હદય સહિતના અવયવોના વિશેરા લઈ એક સિલપેક બેગમાં ભરી તથા ઇલેક્ટ્રિક ડેટા સ્વરૂપે વિડીયો દિલ્લીમાં એન.એચ.આર. સીમાં મોકલવામાં આવે છે.ત્યાર બાદકેન્દ્ર સરકારના આદેશો બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.