અબતક,અરૂણ દવે, રાજકોટ
ટબુકડા બાળમિત્રોને પ્લે હાઉસમાં મોકલવા ઉતાવળા મા-બાપો પ્રવર્તમાન સ્થિતિમાં વિચારીને પગલા ભરવા તૈયાર થયાછે. છેલ્લા બે વર્ષથી બંધ ટબુકડાનાજ્ઞાનમંદિરો હજી ખોલવા સૌ કોઈ ઉતાવળ થાશે તેમ માની રહ્યા છે. નર્સરી, લોઅર કે હાયર કેજીના 3 થી 5 વર્ષના બાળકો માટે હાલ વર્કશીટ આપીને ઓનલાઈન ભણાવાય છે તો કયાંક ખોલી પણ નાખવામાં આવ્યા છે.
નાના બાળકોમાં શરદી, તાવ, ઉધરસ જેવી સમસ્યા વધુ જોવા મળે
અને રોગપ્રતિકારક શકિત ઓછી હોવાથી સંક્રમણની શકયતાઓ વધે છે
ધો.1 થી 5 ની શાળા શરૂ કરવા શિક્ષણ વિભાગે જાહેરાત કરી પણ બાલમંદિરો કે પ્લેહાઉસ સરકારી દાયરામાં ન આવતાં હોવાથી તેનીકોઈ સ્પષ્ટતા કરી નથી. 3 થી 5 વર્ષનાં નાના બાળકોમાં શરદી-તાવ, ઉધરસ જેવી વિવિધ સમસ્યાઓ વધુ જોવા મળતી હોય ત્યારે ઈન્ફેકશનની શકયતાઓ વધવાના પૂરા ચાન્સ જોવા મળે છે. નાના બાળકોની રોગ પ્રતિકારક શકિત પણ ઓછી હોવાથી ચેપ લાગવાની શકયતાઓ વધુ રહે છે.
હાલ ધો.1 થી 5માં પણ પૂર્ણ સંખ્યા હાજર રહેતી નથી ને ઘણા મા-બાપો હજી પણ બાળકોને શાળાએ મોકલવા માંગતા નથી ત્યારે નર્સરી-લોઅર કે.જી.કે હાયર કે.જી.ના બાળકોને તો કેમ મોકલશે તે પ્રશ્ર્ન પણ છે. ટબુકડા બાળકો ક્ષમતા પ્રમાણે ઓનલાઈનમાં બેસી ન શકે તેથી તેને વિવિધ રસપ્રદ વર્કસીટ કરાવીનેહાલ તેને શિક્ષણ સાથે જોડી રાખવાના પ્રયાસો સૌ કરીરહ્યા છે.
છેલ્લા બે વર્ષથી શિક્ષણથી સાવ અળગા રહેલા ટબુકડા બાળકો શાળાએ જવા ઉતાવળા થયા છે. ત્યારે સંચાલકો અને મા-બાપો સરકારી ગાઈડ લાઈનના ચુસ્ત પાલન વચ્ચે ફરી જ્ઞાનમંદિરોમાં નાના બાળકો જ્ઞાન સાથે ગમ્મત મેળવતા થાય તેવું સૌ ઈચ્છી રહ્યા છે. હાલ શહેરમાં પણ રોગચાળાના કેસો વધી રહ્યા છે. ત્યારે સૌએ સાવચેતી રાખવી હિતાવહ છે.