હાઈડ્રોજન અન્ય ઈંધણ કરતા ખૂબ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવું , હાઇડ્રોજન ઇંધણ માટે ગ્રીન પ્રોડ્યુસર બનવાની ભારતને વિશાળ તક
ભારતના વડાપ્રધાન મોદીએ વિકાસ લક્ષી સ્વપ્ન જોયું છે જેમાં તેઓએ ભારતના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી સુધી પહોંચાડવાનો લક્ષ્ય સાધ્યો છે તે માટે હાઇડ્રોજન ઇંધણ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે ભારત દેશ માટે સૌથી મોટી ઉપલબ્ધિ સાબિત થશે કે જો ભારત દેશ હાઈડ્રોજન ઉત્પાદન માટે ગ્રીન પ્રોડ્યુસર તરીકે પ્રસ્થાપિત થાય. બીજી તરફ અન્ય ઈંધણ ની સરખામણીમાં હાઈડ્રોજન ખૂબ જ સરળતાથી જ મળી શકે છે અને અન્ય ઈંધણ ની સરખામણીમાં સલામત પણ છે. હાઇડ્રોજનનું ઉત્પાદન ભારત દેશ દ્વારા શરૂ કરવામાં આવે તો જે મોંઘાંદાટ ઇંધણનું આયાત જે દેશે કરવું પડે છે તે નહીં કરવું પડે.
હાઇડ્રોજન ઇંધણ માટે મુકેશ અંબાણીએ 75000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ધાર કર્યો છે જેથી હાઇડ્રોજન ઇંધણ લોકોને ખૂબ સસ્તા ભાવે મળી શકે. તો બીજી તરફ એ વાતનું પણ ધ્યાન રાખો એટલું જ જરૂરી છે કે હાઇડ્રોજન ઇંધણ ના અનેક અંશે ફાયદાઓ પણ છે તો સામે તેના ગેરફાયદાઓ પણ છે આ મુદ્દે જો વાત કરવામાં આવે તો હાઈડ્રોજન પેટ્રોલની સરખામણીએ મા ત્રણ ગણી ઉર્જા નો સંગ્રહ કરી શકે છે અને તે રિન્યુએબલ પણ છે જેથી સસ્તા દરે લોકોને ઇંધણ મળી શકે. તો સામે ગેરલાભ એ છે કે હાઈડ્રોજન ના ઉત્પાદનમાં પ્રદૂષણ નું પ્રમાણ વધતું હોય છે.
હાલના તબક્કે યાતાયાત માં હાઇડ્રોજન ઇંધણ ને વૈકલ્પિક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે તે ક્લીન હોવાના કારણે તેનાથી ઊર્જાનો પણ ઉત્પાદન શક્ય બને છે હાલ સૌથી મોટા એર ક્રાફ્ટ જેવા એરબસ માં પણ હાઈડ્રોજન શિવ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ઇંધણ અન્ય માટે પણ એટલો જ ઉપયોગી સાબિત થઇ શકે છે. હાલની સ્થિતિમાં ૯૫ ટકા હાઇડ્રોજન જે છે તે બે હાઈડ્રોજન છે ત્યારે આગામી દિવસોમાં ગ્રીન હાઈડ્રોજન તરફ કંપનીઓ પોતાનો ઝુકાવ રાખશે તો નવાઈ નહીં.
હાઈડ્રોજન ત્રણ પ્રકારમાં ઉપલબ્ધ થાય છે
હાઇડ્રોજન ઇંધણ ના ત્રણ પ્રકાર છે જેમાં પ્રથમ નંબરે ગ્રે હાઈડ્રોજન, બીજા ક્રમ પર બ્લુ હાઈડ્રોજન અને ત્રીજા ક્રમ પર ગ્રીન હાઈડ્રોજન. આ ત્રણ પ્રકારના હાઈડ્રોજન માં સૌથી સારી પદ્ધતિ ગ્રીન હાઈડ્રોજન ની છે કે જે સૂર્ય ઉર્જાથી ઉત્પાદન થઈ શકે છે અને તેનો પ્રતિ કિલોગ્રામ નો ભાવ ચાર ડોલર જેટલો આવે છે બીજી તરફ બ્લુ હાઈડ્રોજન મિથેન ગેસ થી મેળવવામાં આવે છે અને તેની પ્રોસેસ થોડી જટિલ હોવાથી તેનો પ્રતિ કિલો નો ભાવ ૧ થી ૨ ડોલર જેટલો જોવા મળે છે ત્યારે જે હાઈડ્રોજન અંગે વાત કરવામાં આવે તો આ હાઈડ્રોજન સ્ટીમ રિફોર્મેશન પદ્ધતિથી મેળવવામાં આવે છે અને તેનો પ્રતિ કિલો ગ્રામ નો ભાવ ૧ થી ૨ ડોલર જેટલો છે.
રિલાયન્સ અદાણી સહિત ૧૭ કંપનીઓ સોલર પીવી યુનીટ બનાવવા માટે તત્પર
ભારત દેશમાં ગ્રીન એનર્જી સ્થાપિત કરવા માટે દેશની રિલાયન્સ અદાણી સહિત 17 અન્ય કંપનીઓ પણ સોલાર યુનિટો પી.એલ.આઈ સ્કીમ હેઠળ બનાવવા માટે તત્પરતા દાખવી છે ચાલુ વર્ષના એપ્રિલ માસમાં કેબિનેટ દ્વારા 4500 કરોડ ના ખર્ચે સોલર પીવી યુનિટને પ્રોત્સાહન મળી રહે તે માટે પીએલઆઈ સ્કીમ ઉત્પાદન માટે અમલી બનાવી છે.
ત્યારે ભારત દેશને એ વાતની પણ આશા છે કે 17200 કરોડના રોકાણ કર્યા બાદ દેશમાં ૧૦ હજાર મેગાવોટની ક્ષમતા વાળા સોલાર પીવી મોડ્યુલ બનાવવામાં આવશે જેનો સીધો લાભ લોકો લઇ શકશે. સોલાર કેપેસિટી ને વધુ મજબૂત બનાવવા માટે તેના પીવી સેલ નું મહત્વ ખૂબ જ અનેરું છે. સરકાર જે કંપની પીવી યુનિટો બનાવા માટે તત્પર છે તેમને પીએલઆઈ સ્કીમનો લાભ આપશે.