એવો સવાલ ઉદભવ્યા વિના રહેતો નથી… કારણ કે આપણા દેશમાં કરોડો નિરાધાર અને રોટીના ટુકડા માટે ભટકતા અને ટળવળતા બાળકો અસહ્ય ગરીબાઈમાં રીબાતા રહ્યા છે… સ્વામી વિવેકાનંદના આ દેશમાં હાલના રાજકર્તાઓનાં શાસનવંત અસંખ્ય વિધવા-નિરાધાર નારીઓ અશકત હાલતમાં છાસવારે તેમના ચીંથરે હાલ વસ્ત્રે ઉના આંસુડા સાર નજરે પડે છે ! ‘દયા ધરમકા મૂલ હૈ’નું હિન્દુ ધર્મનું સૂત્ર પણ જાણે કરગરે છે… જો સત્તાધીશો નહિ ચેતે તો વિદ્રોહ નકકી, એમ કહ્યા વિના છૂટકો નથી !

ઋતુઓનાં અસંતુલન અને તેને લીધે કુદરતી આફતોમાં અસાધારણ વધારાની થતી આગાહી ખેતરોનાં અને વાવેતરનાં સદંતર ધોવાણથી ખેડુતો પાયમાલ: એક બાજુ કોરોનાનો હાહાકારની યાતના, બીજી બાજુ લીલાદુકાળનો કારમો ફટકો: ભવિષ્યવાણી વિષે તર્કવિતર્કો…

આપણા દેશમાં લોકશાહી શાસન પધ્ધિતિ છે, પણ તે અત્યારે ઉપરછલ્લી અને નામની જ રહી છે. અહીં લોકોનાં શાસન અને લોકોની સત્તા જેવું કશું જ રહ્યું નથી. ચૂંટણીઓ થાય છે. પણ ચૂંટણીની પધ્ધતિ છેતમરાણી બની બેઠી છે. એની સમગ્ર પ્રક્રિયામાં ગેરરીતિઓ અને ગોલમાલની ફરિયાદો સતત થતા રહ્યા છે. મતદાનને લગતી પ્રક્રિયોમાં પવિત્રતા તથા પ્રમાણિકતા સામે સવાલો ઉઠાવાય છે.

હાલની ચૂંટણી પધ્ધતિ જ ભ્રષ્ટાચારની ગટરો ખૂલ્લી મૂકે છે અને સરકારમાં બેઠેલાઓ તેને પોષે છે. એવું પણ કહેવાય છે કે હવે પ્રજાને લોકશાહીમાંથી અને સરકારી વહિવટમાંથી વિશ્ર્વાસ ઉડી ગયો છે.

આ સમીક્ષા કરતી વખતે એમ કહેવું જ પડે છે કે પાણીમાં આગ ચાંપવા જેવા ઝેરનાં પારખાં કરવાનો અત્યારે સમય નથી, ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં એક ફૂંક પણ દાવાનળમાં પલ્ટાઈ જાય એવી ઠેર ઠેર કફોડી હાલત કોરોનાએ વાયરસની ઓથે આપણાં શહેરો ગામડાઓ એમ બંનેની છે, અર્થતંત્ર અને વ્યાપાર -ઉદ્યોગ તેમજ ધંધા મજુરી ઘણે અંશે બિમાર હાલતમાં છે. ઠેસ ઠેબા ગડથોલિયા ખાતા નાના મોટા બજારોનું અને ખુદ બેંકોનું સ્વાસ્થ્ય નરમ ગરમ રહેતું થયું છે. રાજકારણીઓ-રાજપુરૂષો બધા જ પ્રકારનાં ગજગ્રાહ અને સ્વાર્થને સંપૂર્ણ પણે ત્યાગીને હમસફર નહિ બને તો કોરોના એકધારો ફૂંફાડા માર્યા કરશે એવી દહેશત સેવાય છે.

પાપ-પૂણ્યમાં કોઈ માનતા નથી અને દેશ-હિતની કોઈને પરવા નથી. હિન્દુત્વની ખુમારી ભાગ્યે જ કયાંય ટકી છે, અને ધાર્મિકતા ઉપર અધાર્મિકતા સવાર થઈ ચઢી બેઠી છે. એવો ખ્યાલ રાજકીય ક્ષેત્રનાં ખેરખાંઓની રીતરસમો આપે છે.

કહે છેકે કૂદરત જયારે ત્રૂઠે છે જયારે ‘અમૃત’નાં સરોવર અર્પે છે. અને કૂદરત જયારે રૂઠે છે ત્યારે ગારા-કાદવની રેલમછેલ કરી દે છે. બીજી રીતે કહીએ તો ક્રાંતિ જયારે ત્રૂઠે છે અમૃતની પ્યાલીઓ અર્પે છે, અને ક્રાંતિ જયારે રૂઠે છે ત્યારે વિષના કટોરા ઘરે છે.

ઋતુઓનું પણ એવુંં જ છે… ચોમાસાની ઋતુમાં, અર્થાત, વરસાદની મોસમમાં શ્રીકાર વરસાદ પડે તે ખેતરોને સભર નીપજ બક્ષે છે અને ઝાડ-પાનને લીલાંછમ કરી દે છે.

સ્વામી વિવેકાનંદે ‘વિધવાના આંસુ’ અને માબાપ વગરનાં નિરાધાર બાળકોનાં મુખમાં રોટીનો ટુકડો મેલવાની દર્શાવેલી વાત ભલે આજના રાજકારણીઓ રાજકર્તાઓનાં ઉપલક્ષ્યમાં તેમને નિરાશ કરે અને દેશના નિર્લજજ કરે તેવી છે. સ્વામી વિવેકાનંદના ઉપદેશને સાર્થક કરવાનાં આપણા દેશે હજુ લાંબી મજલ કાપવાની છે.

આપણે બધા અને આપણો દેશ સ્વામી વિવેકાનંદના ઉપદેશને પૂરેપૂરા સાર્થક કરી આપે એવી પ્રાર્થના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.