- આ પ્રક્રિયામાં એન્જિનમાંથી અનેક પ્રકારના વાયુઓ બહાર પડે છે.
- આ પાણી એક્ઝોસ્ટ ની પાઇપમાંથી નીકળતું જોવા મળે છે.
- આગળ ની પ્રક્રિયામાં, પાણીની વરાળ બને છે, જે એક્ઝોસ્ટ પાઇપમાંથી બહાર આવે છે.
Automobile News :તમે કારના એક્ઝોસ્ટમાંથી ધુમાડો નીકળતા તો જોયા જ હશે, પરંતુ કારના એક્ઝોસ્ટમાંથી પણ પાણી નીકળતું જોવા મળે છે. કારના એક્ઝોસ્ટમાંથી પાણી નીકળવું તે સામાન્ય છે. પરંતુ, જો પાણીની સાથે ધુમાડો પણ નીકળે છે. તો તે તમાર માટે નુકશાન કારક બની શકે છે. તો કારના સાયલેન્સરમાંથી પાણી આવવાના બે મુખ્ય કારણો છે.
* કન્ડેન્સેશન
* કેટાલિટિક કન્વર્ટર
સાયલેન્સરમાંથી પાણી કેમ આવે છે?
1.કન્ડેન્સેશન
જ્યારે કારનું એન્જિન ચાલવાની સાથે જ કમ્બશન થાય છે, ત્યારે હવા અને બળતણનું મિશ્રણ થાઈ છે. આ પ્રક્રિયામાં એન્જિનમાંથી અનેક પ્રકારના વાયુઓ બહાર પડે છે. જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુખ્ય જોવા મળે છે. અને સાથે સાથે પાણીની વરાળ પણ જોવા મળે છે. એન્જિનમાંથી પાણીની વરાળ બહાર આવતાની સાથે જ તે ઠંડુ બની જાય છે. અને પાણીમાં ફેરવાઈ જાય છે. આ પાણી એક્ઝોસ્ટ ની પાઇપમાંથી નીકળતું જોવા મળે છે.
2. ઉત્પ્રેરક કન્વર્ટર
ઉત્પ્રેરક કન્વર્ટરનો ઉપયોગ કારના ઉત્સર્જનને ઘટાડવા માટે કરવા માં આવે છે. એટલે કે, ઉત્પ્રેરક કન્વર્ટર કમ્બશન પછી એન્જિનમાંથી નીકળતા ગેસને ફિલ્ટર કરી.આગળ ની પ્રક્રિયામાં, પાણીની વરાળ બને છે, જે એક્ઝોસ્ટ પાઇપમાંથી બહાર આવે છે. પરંતુ, બહાર નીકળતી વખતે, તે ઠંડુ થઇ અને પાણીમાં ફેરવાય જાય છે.જો પાણીની સાથે એક્ઝોસ્ટ પાઈપ માંથી થોડો વધારે ધુમાડો નીકળ વા લાગે તો થોડું ધ્યાન દેવું કારણ કે સાઈલેન્સરમાંથી ધુમાડો ત્યારે જ આવશે જ્યારે અંદર કાઈક ફોલ્ટ હશે. તેનું કારણ પિસ્ટન અથવા પિસ્ટન રિંગ્સ ચડાવાને કારણે પણ થઇ શકે છે. તો અજ રીતના ધુવાળો નીકળે તો તમારે કાઈ પણ વિચાર્યા વગર મેકેનિક પાશે જાવું જોયે