એક રીતે હાસ્ય તે જીવનમાં અનેક બદલાવ લાવી શકે છે. દરેક વ્યક્તિના હાસ્ય પાછળ અનેક કારણો હોય છે, જોકે આજે લોકો સાચા હાસ્ય કરતાં ખોટા હાસ્યના મુખોટા ધારણ કરી ફરે છે. ત્યારે દરેક હાસ્ય શું કહે તે વિશે જાણો થોડું. હાસ્ય તે પળમાં દરેક સંબંધ અને સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. લાગણી સાથે જોડતા દરેક હાસ્ય કઈક અલગ પ્રકારના હોય છે.
ઉત્સુકતા
આજે મને શું ભેટ મળશે ? આ ઉત્સુકતા દરેકને જન્મ દિવસના દિવસે હોય છે. કઈ પણ વાત જો એક સિક્રેટ બની જાય તો તે દરેકના મનમાં ઉત્સુકતા લાવે છે. ઉત્સુકતા તે હાસ્ય સાથે દેખાય છે.તે મનના ભાવને સ્પષ્ટતાથી વ્યક્ત કરે છે. તો ઉત્સુકતામાં હાસ્ય દરેક માટે અલગ હોય છે.
પ્રેમ
દરેક વ્યક્તિને જ્યારે પ્રેમ થાય ત્યારે તેનું હાસ્ય તે શરમાળ હોય છે. અચાનક કોઈ સાથે હોય અને પોતાના ગમતા વ્યક્તિની મુલાકાત થાય તો તેમાં હાસ્ય એકદમ અલગ હોય છે. તો પ્રેમ તે હાસ્ય સાથે જોડાય જાય છે.
આભાર
કોઈપણે જો તમારું કામ પૂર્ણ કર્યું હોય અને તમે તે વ્યક્ત કરો તો તે આભારની અભિવ્યક્તિ સાથે હાસ્ય તે જાતે આવી જાય છે. કારણ તે હાસ્ય તે કામ અને પોતાનું કર્તવ્ય પૂર્ણ થયું હોય તેનો આનંદ સાથે જોડાયેલો હોય છે.
મનની વાતો
ક્યારેક કોઈ પોતાના વિચારોમાં એટલો મશગુલ કે ખોવાય ગયેલો વ્યક્તિ જ્યારે એકલો હસતો હોય તો તેનું હાસ્ય તે તેના વિચારોને વ્યક્ત કરી શકાય તેવું હોય છે.
તો હવે દરેક હાસ્યને સમજી તમારી લાગણીને વ્યક્ત કરો અને હાસ્યના વિવિધ અર્થ સમજો.