રેલવેએ ભાડામાં વધારો તો કર્યો પણ સુવિધાના નામે મીંડુ: દુષિત પાણી મુદ્દે રેલ તંત્રની ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
એક તરફ સરકાર રેલવે સ્ટેશનોને આધુનિક કરવાની મસમોટી વાતો કરી રહી છે. તો બીજી તરફ પાયાની સવલતો પણ આપવામાં રેલવે સદંતર નિષ્ફળ નીવડયું હોય તેમ મુસાફરોને હાલાકી થઇ રહી છે.
હાલ, અહીં શુઘ્ધ પાણી બાબન એક મોટો પ્રશ્ર્ન ઉભો થયો છે. રેલવે પાણી તો આપે છે પરંતુ રેલનીર માં શુઘ્ધ પાણી કયારે આવશે ?
તે એક મોટો પ્રશ્ર્ન છે. મુસાફરોને શુઘ્ધ પાણી આપવામાં પણ રેલવે સફળ થયું નથી અને સુવિધાના નામે મીંડુ છે. તો બીજી તરફ રેલવેએ ભાડામાં વધારો કર્યો છે શું આ પગલું સહારનીય ગણી શકાય ?
રેલવે સ્ટેશનો પર અપાતા પાણીને રેલનીર નામ અપાયુ: છે. હવે, આ રેલનીર કયારે શુઘ્ધ થશે ? એ તો રેલવે તંત્ર પર જ નિર્ધાર રાખે છે. ઉલ્લેખનીય છે કે ૮૫ ટકા પરીવહન રેલવે દ્વારા થાય ે તેમજ રેલવેએ સરકાર હસ્તક હોવાથી મોટી સંખ્યામાં લોકો આ સાથે સંકળાયેલા છે. જેથી રેલવે મોટી સંખ્યામાં રોજગારી પણ પ્રદાન કરે છે. રેલવે તંત્રએ સુવિધાના નામે ભાડામાં વધારો કયો છે.
પરંતુ તેની સામે મુસાફરોને કોઇ સુવિધા ન મળતા રેલવેની કામગીરી છતી થઇ છે. આ બાબતને ગંભીર મુદ્દો ગણાવતા હાઇકોર્ટે રેલવેની ઝાટકણી કાઢી છે કહ્યું છે કે રેલવેએ મુસાફરોને દુષીત પાણી આપવાનું બંધ કરવું જોઇએ.
હાઇકોર્ટે રેલવે બોર્ડના ચેરમેનને નોટીસ ફટકારી શુઘ્ધ પાણીને લઇ અહેવાલ માંગ્યો છે. જેમાં હાઇકોર્ટે કહ્યું છે કે રેલ ભાડામાં વધારો કરીને તમે સુવિધામાં શું વધારો કર્યો છે. આ માટે રેલવે મંત્રાલય પાસેથી પણ હાઇકોર્ટે અહેવાલ માંગ્યો છે. અને આ દુષીત પાણીના મુદ્દે વધુ સુનવણી આગામી ૧૯ ફેબ્રુઆરીના રોજ કરાશે. હાઇકોર્ટના ન્યાયાધીશોની બેચે કહ્યું છે કે દરેક નાગરીક અને દરેક મુસાફરને સર્વશ્રેષ્ઠ
અને સમાન સુવિધાઓ મળવી જોઇએ. ભાડામાં વધારો કર્યો છે તો સુવિધાના નામે કેમ મીડુ છે તેવો પ્રશ્ર્ન પણ કર્યો છે.
જણાવી દઇએ કે, ઘણા કેટલાક વર્ષોથી રેલવે સ્ટેશનો પર દુષીત પાણી અપાય છે. આ બાબતે એનજીઓ દ્વારા કોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી જેને ગંભીરતાથી લઇ હાઇકોર્ટે રેલવે તંત્ર પર અનેક સવાલો ઉભા કર્યા છે. જેની વધુ સુનાવણી ૧૯ ફેબ્રુઆરીએ થશે.