વિકાસ માટે ખેડૂતોની આવક બમણી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી: મહામારીમાં અર્થતંત્રની હાલક ડોલક નાવડી કૃષિએ જ સંભાળી

ભારત કૃષિ પ્રધાન દેશ છે. અનેક આર્થિક પડકારો વચ્ચે સતત વિકસતું ક્ષેત્ર કૃષિ જ છે. અત્યારની કોરોના મહામારીમાં પણ અર્થતંત્રના તારણહાર તરીકે કૃષિ ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપ્યું છે. આવી સ્થિતિમાં ખેડૂતોની આવક વધે તે માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. જોકે કૃષિ બિલ જેવા મહત્વકાંક્ષી પગલાં સામે ખેડૂત આંદોલનને રફ્તાર પકડી છે કૃષિ બિલ નો વિરોધ છે ખેડૂતો કરી રહ્યા છે.

ફાર્મર પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રોમોશન એન્ડ ફેસિલિશન) બિલ, ૨૦૨૦ અને ફાર્મર્સ (એમ્પોવર એન્ડ પ્રોટેક્શન) ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ એગ્રીમેન્ટ ઓન પ્રાઈઝ ઇસ્યુરન્સ એન્ડ ફાર્મ જેવા ૩ બિલને પરિત કરવામાં આવ્યા હતા. લોકસભામાં મંજૂરી મળી ગઈ હતી, તે સમયે આંદોલન છેડાયું નહોતું. જોકે, એકાએક બિલ પરત લેવાની માંગ સાથે વ્યૂહરચના ઘડાઈ હોય તેવું ફલિત થઈ રહ્યું છે.

સરકાર પણ ખેડૂતો ને કૃષિ બિલના ફાયદા સમજાવવામાં ક્યાંકને ક્યાંક નિષ્ફળ રહી છે. જેના પરિણામે ગેરસમજ વધુ ફેલાઈ હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે. કેન્દ્ર સરકારના કૃષિ બિલ અંગેના વિચારો લોકો સુધી પૂરતા પહોંચ્યા નથી. જેનો ફાયદો કેટલાક પક્ષોએ લીધો છે અને કૃષિ બિલના વિરોધમાં આંદોલન છેડ્યું છે. અધૂરામાં પૂરું આંદોલનમાં ઘી હોમવાનું કામ પણ તેજ ગતિએ થઈ રહ્યું છે.

તાજેતરમાં કૃષિક્ષેત્ર ને લઈને મહત્વના વિગતો બહાર આવી હતી. જે મુજબ કોરોના મહામારી દરમિયાન નિકાસ હરણફાળ ભરી રહ્યું છે. જેમાં ખાસ કરીને કૃષિ સેકટરનો ફાળો ખૂબ મોટો છે. દેશના મોટા ભાગના સેકટર કોરોના મહામારીમાં મંદીના બિછાને પડ્યા હતા પરંતુ કૃષિ સેક્ટરનો વિકાસ આશ્ચર્યજનક રીતે વધ્યો છે. આવી રીતે દેશમાં દરેક વખતે કુદરતી આપદા હોય કે કૃત્રિમ કૃષિ સેક્ટર વિકાસનો પાયો રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ ખેડૂતોની આવક બમણી કરવા માટે અને કૃષિ સુધારા કર્યા હતા. દરમિયાન કૃષિ બિલ થકી ખેડૂતોની આવક તબક્કાવાર વધશે તેવી આશા જાગી હતી. અલબત્ત, પંજાબ અને હરિયાણા સહિતના કેટલાક ખેડૂતો કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો પાસે કૃષિ બીલના ફાયદાની વિગતો પહોંચી નથી અથવા તો ભવિષ્યમાં થનારા ફાયદા અંગે સરકાર સમજાવવામાં નિષ્ફળ ગઈ હોય પરિણામે મડાગાંઠ સર્જાઇ હોવાની સ્થિતિ જોવા મળી રહી છે.

કૃષિ પ્રધાન દેશ ગણાતા ભારતમાં મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે. અને ગામડાની ૮૦% થી વધુ વસ્તી કૃષિ પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. ત્યારે નિશ્ર્ચિત પણે દેશના વિકાસદરનો આધશર કૃષિ અને કૃષિ ઉત્પાદન જ હોય તે આવશ્યક છે.ત્યારે કૃષિક્ષેત્રના વિકાસ અને આમુલ પરિવર્તન માટે સરકારે બનાવેલા નવી કૃષિ કાયદાનો કિશાનો દ્વારા થઈ રહેલો વિરોધના સમાધાનકારી પ્રયાસોમાં સરકાર કોઈ કચાશ ન રહે તેવા પ્રયાસો કરી રહી છે.

નવા કૃષિ કાયદાથી ખેડુતોને શું લાભ થઈ શકે તેની સમજણ આપતી ૧૦૦ પેજની એક બુકલેટ સરકારે પ્રસ્તુત કરી છે.ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચી લેવાની માંગ સાથે ચાલી રહેલા ખેડુત આંદોલન વચ્ચે સરકારે ગૂરૂવારે કૃષિ કાયદાના અમલ બાદ કોન્ટ્રાકટ ફાર્મિંગનો લાભ મેળવનારા કિશાનોની સફળ ગાથા અને લાભના કિસ્સા પ્રકાશિત કરવામાંઆવ્યા છે.

૧૦૦ પાનાની ઈ-બુકલેટમા ફાર્મર ફર્સ્ટના હેડીંગ સાથે સરકારે જણાવ્યું છે કે સરકારે ખેતી વિધેયક સુધારાથી શું થશે, શું નહિ થાયનું સત્ય ખેડુતો સમક્ષ મૂકીને છેલ્લા છ મહિનામાં ખેડુતોની જરૂરીયાતો અને ઉપલબ્ધીઓ ઉજાગર કરી રહી છે. બે દાયકાના વિચાર વિર્મશ અને મનોમંથનથી સરકારે ત્રણ કૃષિ કાયદા સપ્ટેમ્બર મહિનામાં લવાયા હતા.

છેલ્લા ત્રણ અઠવાડિયાથી ખેડુતો ત્રણેય કૃષિ વિધેયકોનાં વિરોધમાં દિલ્હીની સરહદે અલગ અલગ વિસ્તારમાં આંદોલન ચલાવી રહ્યા છે.

સરકારે નવા કૃષિ કાયદાનો બચાવ કરતા જણાવ્યું છે કે નવા કાયદાથી કૃષિ ક્ષેત્રમાંથી વચેટીયાઓને દૂર કરીને ખેડુતો પોતાના મલ દેશમાં ગમે ત્યાં વેચવા સ્વાયત બનશે તેમ છતા ખેડુતોએ લઘુતમ ટેકાના ભાવો અને યાર્ડ વ્યવસ્તથાથી દૂર કરીને ખેડુતોને કોર્પોરેટ ક્ષેત્રની દયાના આધીન બનાવી દેશે તેવી દહેશત વ્યકત કરી છે.

સરકારના કૃષિ શ્ર્વેતપત્ર જેવી ઈ-બુકલેટમાં નવા કાયદા અંતર્ગત કોન્ટ્રાકટ ફાર્મિંગથી ખેડુતોને મળેલા લાભોની સફળ ગાથાઓ રજૂ કરી સરકારે જણાવ્યું છે કે દેશના વિવિધ રાજયોમાં કિશાનોને લાભ આપતી સફળગાથાઓનું દોર ઉભો થયો છે.

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં ૧૩૦૦ ખેડુતોએ ફોર્ચ્યુન રાઈસ સાથે કરારબધ્ધ થઈને ડાંગરના વાવેતર થકી એક્ષપર્ટ કવોલિટીના માલનું ઉત્પાદન કરીને આવકમાં ૧૫ થી ૨૦ ટકાની વૃધિધ મેળવી છે.

ઉત્તર ગુજરાતનાં ૨૫૦૦ જેટલા બટેટાની ખેતી કરતા ખેડુતોએ પોટેટો પ્રોસેસીંગ કંપની હાઈફનફૂડસ સાથે કરાર કરીને એક એકરદીઠ ૪૦ હજાર રૂપીયાથી વધુની આવક કમાણી મેળવીહતી.

એક હજાર જેટલા બટેટાના બિયારણના ઉત્પાદક પંજાબ ઉતર હરિયાણા અને પશ્ર્ચિમ ઉતર પ્રદેશના ખેડુતોએ ટેકનીકો એગ્રી સાયન્સ લિમીટેડ સાથે કરાર બધ થઈ ઉત્પાદનનાં ભાવોમાં ૩૫%થી વધુ નફા વૃધ્ધિ મેળવી હતી.

આ ઉત્પાદકોએ કૃષિ વિધેયક સુધારા અને ગર્ત ભાવો અને લાભ મેળવ્યાહતા લઘુતમ ટેકાનાભાવો કે માર્કેટીંગ યાર્ડો બંધ નહી થાય ખેડુતોની જમીન પણ કોઈપણ કારણસર કોઈ ઝુટવી નહી લે એવું પણ કહેવાયું છે. કે ખરીદાર ખેડુતોની જમીનમાં કોઈ ફેરફાર કે કોન્ટ્રાકટરો ખેડુતો સાથે કોઈ છેતરપીંડી કે પુરી રકમ ચૂકવવામાં કોઈપણ પ્રકારની છેતરપીંડી નહી કરી શકે તેમ સરકારે જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.