તમારા બાળકો કેટલો સમય સ્માર્ટફોન વાપરે છે તેનાથી થતો ફાયદો અને નુકશાન વિષે જાણો પૂરી વિગત, તાજેતરમાં જ કરાયેલા એક અભ્યાસ મુજબ આજે સ્માર્ટફોન ઘણા બધા બાળકોનાં જીવનનો એક મહત્વનો ભાગ બની ચુક્યો છે. નાની વયમાં જ બાળકો ટેક્નિકલ ગૅઝેટ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે.
આ અભ્યાસમાં ઘણા પૅરન્ટ્સને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા. તેમનામાંથી મોટાભાગે જણાવ્યું કે બાળકો ટેબલેટનો વધુ ઉપયોગ કરે છે અને ચોંકાવનારી બાબત એ છે કે આજે 1 વર્ષનું બાળક પણ આવા ગૅઝેટ્સનો ઉપયોગ કરી રહ્યું છે. આ ગૅઝેટ્સ પર પસાર કરાતો સમય સરેરાશ 20 મિનિટ છે. આ ટ્રેન્ડથી એક તરફ આવનારા સમયમાં ડિજિટલ સાક્ષરતાની શક્યતાને બળ મળે છે, તો બીજી તરફ હૅલ્થ એક્સપર્ટ્સ આ અંગે ચિંતિત છે, કારણ કે તેનાથી બાળકો પૅરન્ટ્સ સાથે વધુ સમય નથી પસાર કરી શકતાં.
તેઓ આ બાબતને લઈને પણ ચિંતિત છે કે આજ-કાલનાં વાલીઓ ગૅઝેટ્સનો બૅબી સિટર્સ એટલે કે બાળકોનાં મન લગાવવાની વસ્તુ તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે. જ્યારે તેમને લાગે છે કે બાળક તેમના કામમાં વિઘ્ન નાંખશે, તો તેઓ બાળકોનાં હાથમાં ગૅઝેટ્સ પકડાવી દે છે. આ સાથે જ કેટલાક પૅરન્ટ્સ જાહેર સ્થળોએ પણ બાળકોને ચુપ કરાવવા માટે તેમનો ઉપયોગ કરી રહ્યા છે.
કારણ કે આ ગૅઝેટ્સથી બાળકોનું મનોરંજન થાય છે, તેથી તેમને બાળકોને ખોળામાં લેવામાંથી છુટકારો મળે છે. બાળકોનાં આરોગ્ય વિકાસ તેમજ ગ્રોથ માટે તેમનું માતા-પિતા સાથે વાતચીત કરવું ખૂબ જ જરૂરી છે. તેથી હૅલ્થ એક્સપર્ટ્સ આ ટ્રેન્ડને આરોગ્ય માટે યોગ્ય નથી માનતા.
આ અભ્યાસમાં લગભગ 300 વાલીઓને બાળકોનાં સ્માર્ટફોન, ગૅઝેટ્સ, ટીવી વગેરેનાં ઉપયોગ અંગે સવાલો પૂછવામાં આવ્યાં. આ અભ્યાસનું તારણ નિકળ્યું કે આજ-કાલની પેઢીનાં લગભગ દરેક બાળકનું ટેલીવિજન પ્રત્યે ઝોક વધતો જાય છે અને જ્યાં સુધી સ્માર્ટફોનના ઉપયોગનો પ્રશ્ન છે, આ અભ્યાસનો ભાગ રહેલા 80 ટકા બાળકો સ્માર્ટફોન અને ટેબલેટ ઉપયોગમાં લઈ રહ્યા છે. અને જ્યારે તેઓ થોડાક મોટા થાય છે, ત્યારે તેઓ વીડિયો ગેમ્સ કે લૅપટૉપનો ઉપયોગ કરવા લાગી જાય છે.
આજ-કાલનાં બાળકો ઇન્ટરનેટ પણ વધુ ઉપયોગ કરી રહ્યા છે કે જે હૅલ્થ એક્સપર્ટ્સ માટે એક ચિંતાનો વિષય છે. બાળકનો શારીરિક અને માનસિક વિકાસ એ ટેક્નોલોજીના કારણે રૂંધાય નહી તે જોવાની જવાબદારી પેરેટ્સની છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com