વસંતઋતુ શરુ થતાં દિવસો લાંબા થવા લાગે છે. સૂર્ય વહેલો ઉગવા લાગે છે. અને મોડો આથમે છે. આથી વૃક્ષોને વધારે સૂર્યપ્રકાશ મળે છે.
તડકો વધવાથી હવા પણ ગરમ બને છે. વૃક્ષો આ બદલાવ અનુભવે છે. અને વધારે સક્રિય બને છે.
તરત કળીઓ બંધાવા લાગે છે ને ડાળ ડાળ પર ટચૂકડાં પોપટી-લીલાં, કૂણાં-કૂણાં પાંદડાં ફૂટવા લાગે છે
અને પાનખરમાં હાડપિંજર જેવું થઇ ગયેલું વૃક્ષ પાંદડા ફૂટવાી વળી ઘટાદાર બની જાય છે.
વળી, પાંદડા સૂર્યપ્રકાશમાંથી વૃક્ષ માટે ખોરાક બનાવવા લાગે છે, આમ, આ ચક્ર સતત ચાલતું રહે છે.