હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ વાયરલ થયો છે. ચીનમાંથી ઉદભવેલ આ વાયરસ સી ફુડના કારણે ઉદભવ્યો છે તેવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે. કોરોના વાયરસના લક્ષણો કંઈક આ મુજબ છે. શરૂઆતમાં શ્ર્વાસ લેવામાં મુશ્કેલી, ગળામાં દુખાવો, શરદી, ખાંસી, તાવ આવે છે. તાવ વધતા ન્યુમોનિયાનું સ્વરૂપ લે છે. કિડની સાથે જોડાયેલી તમામ પરેશાનીમાં વધારો થાય છે. ફેફસામાં ફેલાયા બાદ દર્દીની હાલત વધુ ગંભીર બને છે.

5.friday 1

નવા વાયરસના જેનેટિક કોટના વિશ્ર્લેષણમાં આ ખુલાસો થયો છે. સંક્રમણ ફેલાતા અન્ય વાયરસની તુલનામાં કોરોના વાયરસ અને સાર્સ વાયરસમાં સમાનતા જોવા મળી છે. આ ઉપરાંત કોરોનાથી બચવા માટે સૌપ્રથમ કોઈપણ વ્યકિત સાથે સંપર્ક ટાળવો જોઈએ. કોરોના વાયરસના સતત વધતા કેસ અને મોતથી લોકોમાં ડર ફેલાઈ ગયો છે. આ વાયરસથી બચવા માટે વિશ્ર્વ આરોગ્ય સંગઠને સુચવેલા ઉપાયો છે કે હાથ સાબુ અને પાણીથી ધોવા જોઈએ.

ખાસી કે છીંક ખાતા મોં પર રૂમાલ અવશ્ય રાખવો જોઈએ. શરદી કે ફલુના લક્ષણ દેખાય તો વ્યકિતએ બીજા વ્યકિત સાથે સંપર્ક ટાળવો. આ ઉપરાંત સી ફુડ આરોગવું પણ ટાળવું જોઈએ. સાવચેતી રાખવાથી કોરોના વાયરસને ટાળી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.