રાત્રે સુતા પહેલા ડિજીટલ ઉપકરણો મગજ પર પ્રતિકુળ અસર પાડે છે
નાના એવું જોકુ પણ મગજને તાજગી સફર બનાવી દે છે
કહેવત છે કે ભુખ ન જુવે સુકો રોટલો ઉંઘ ન દેખે ટુટી ખાટ તંદુરસ્ત શરીર અને સમગ્ર જીવન તંદુરસ્તપણે વિતાવવા માટે તેમજ પોતાના સંપૂર્ણ દિવસને તાજો માજો પસાર કરવા માટે ઉંઘ અતિ ઉપયોગી છે. તે તો આપણે બધા જાણીએ જ છીએ. પરંતુ ઉંઘ મગજની તંદુરસ્તીને કેવી રીતે અસર કરે છે ? ‘અપૂરતી ઉંઘ થાય તો આપણા મગજને કેવી કેવી નકારાત્મક અસર પડે છે ? કેવી ઉંઘ તંદુરસ્તી માટે જરૂરી છે? શું તે જાણો છો ? નહિ ? તો ચાલો જાણીએ આ વિશે રોચક તથ્યો
ઉંઘએ માનવ સહિત તમામ સજીવોને કુદરત તરફથી મળેલી એક અનમોલ બક્ષીસ છે. અને આ બક્ષીસનો સદપયોગ કરી આપણે માનવ શરીરનું કોમ્પ્યુટર ગણાતા આપણા મગજના ભાગને શાંત અને તેજ બનાવી શકીએ છીએ. મગજની કાર્યક્ષમતા અને શરીરની ઉર્જા સાથે ઉંઘનો સીધો સંબંધ છે. અપૂરતી ઉંઘ માનસિક બિમારીઓનું પણ કારણ બની શકે છે. જેમ તંદુરસ્ત શરીર માટે પોષણ યુકત આહાર નિયમિત વ્યાયામ અને કસરતો જરૂરી છે. તેવી જ રીતે ઉંઘ પણ જરૂરી છે.
આપણે બધા ‘પૂરતી ઉંઘ કરવી, પુરતી ઉંઘ કરવી’ તેમ બોલતા તો હોઈએ જ છીએ અને પૂરતી ઉંઘ કરતાં પણ હોઈએ છીએ પણ પૂરતી ઉંઘની સાથે ‘જરૂરીયાત સમયે’ની ઉંઘ પણ એટલી જ જરૂરી છે. આજકાલ મોટાભાગના લોકો તેમાં પણ ખાસ કરીને યુવાનો મોડી રાત સુધી મોબાઈલ લઈને બેઠા હોય છે. મોબાઈલ ધુમેડયા બાદ બસ મોડીરાત થઈને આંખો મીંચી સુઈ જવું એ કોઈ તંદુરસ્તી માટેની ઉંઘ નથી સરી રીતે ઉંઘ થવી એ ખૂબજ જરૂરી છે.
સુતાં પહેલા કોઈ ડીજીટલ ઉપકરણોનો ઉપયોગ મગજ પર પ્રતિકુલ અસર પાડે છે. આથી આમ કરવાથી બચવું જોઈએ.
ટેવ મુજબની સામાન્ય ઉંઘ અને પાક લાગ્યા બાદ આવતી ઉંઘમાં કોઈ તફાવત નથી પરંતુ તેનાથી આપણા મગજ અને તેની ક્રિયા પર પડતા પ્રભાવમાં ઘણો તફાવત છે. ઉંઘ આવતી હોય, ત્યારે નાનકડું એવું જોકુ પણ મગજને તાજગી સફર બનાવી દે છે. એમાં પણ ‘ડીપ સ્લીપ’ મગજની કાર્યક્ષમતાને અનેકગણી વધારી દે છે.
સમયસરની ઓછામાં ઓછી ૬ થી ૮ કલાકની ઉંઘ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. ઉંઘ દરમિયાન મગજમાં આવતા તરંગો સ્વાસ્થ્ય નિયમન હૃદયના ધબકારા અને શરીરનું તાપમાન જાળવવાનું કામ કરે છે. ઉંઘ શરીરની તમામ દૈહિત પ્રક્રિયાનું નિયમન કરવા માટે ખૂબજ મહત્વની ભૂમિકા ભજવે છે. શાંતિપૂર્વક પૂરતી ઉંઘ એવી તમામ દૈહિક પ્રક્રિયાને સુચારૂ રીતે સંચાલિત રાખે છે. જેનું નિયંત્રણ મગજ દ્વારા કરવામાં આવતું હોય ડો.ચંદ્રિલયુગ સમજાવે છે. કે મગજની સુવાની પ્રક્રિયામાં ખલેલ પહોચે તો કોઈ કામ અસરકારક રીતે થતુ નથી દિવસના વ્યસ્તકાળ દરમિયાન ઉંઘની ઘટથી યાદશકિતનો અભાવ મૂડ અને એકાગ્રતા અને મગજનું કોઈ કામ ઓછી ઉંઘના કારણે સારી રીતે થતું નથી.
માનસિક અસ્વસ્થતા, તણાવ અને મૂડ બગડવા જેવી પરિસ્થિતિ અનિયમિત ઉંઘ સાથે સીધી જ સંકળાયેલી છે સાથે સાથે અનિદ્રા મેદસ્વીતા, વ્યગ્રતા, અનિયમિત અંત:સ્ત્રાવોથી લઈ હૃદયની સમસ્યા અને ડાયાબીટીસનું જોખમ વધારી દે છે.ઓછી ઉંઘ, અંત: સ્ત્રાવની ઉણપની સાથે સાથે અનેક સમસ્યાઓ ઉભી કરનારૂ બને છે.અનિદ્રા અને ઉંઘની ઉણપ મગજની આરોગ્યપ્રદ પરિસ્થિતિમા ખલેલ પહોચાડે છે. અને તેનાથી મગજ નિયંત્રીત તમામ આંતરિક અને બાહ્ય તમામ પ્રક્રિયા તહસ નહસ કરી નાંખે છે.