જુઓ અબતક ચેનલ પર આજે સાંજે ૬:૩૦ કલાકે
પ્રાચીન કાળથી માનવી જાનવર-પક્ષીઓ પાળી રહ્યા છે. એ જમાનાની સંસ્કૃતિના ચિત્રોમાં પણ પર્યાવરણ ફૂલ વૃક્ષ સાથે પશુ-પંખીના ચિત્રો જોવા મળી રહ્યા છે. જેમ જેમ પ્રગતિ થતી ગઇ તેમ તેમ માનવીના શોખમાં પરિવર્તન આવવા લાગ્યુંને આજે ૨૧મી સદીમાં માણસો લાખોની કિંમતના ડોગ-બર્ડ પાળી રહ્યા છે.
જૂના જમાનામાં જા-માલનાં રક્ષણકે શિકાર માટે માણસો જાવનર પાળતા હતા. આજે પણ બીજાના ભાઇને કારણે સ્વરક્ષણ માટે ડોગ રાખે છે. વિશ્ર્વમાં ડોગનો ઇતિહાસ જોઇએ તો છેલ્લા ૪૦ હજાર વર્ષથી તે માનવી સાથે જોડાયેલો છે. આપણા આસપાસ શેરીમાં દેખાતા સ્ટ્રીટ ડોગ અને વિકઆવેલી ડ્રોગ બ્રીડ વચ્ચે તફાવત છે. સ્ટ્રીટડોગને પડતી મુશ્કેલી દવામાં હવે તો એનિમલ હેલ્પ લાઇન આવવાથી ઘણી રાહત થઇ છે. શ્વાનને હવે દત્તક પણ લઇને જીવદયા પ્રેમી તેની સારવાર જતન કરી રહ્યા છે.
૧૯૧૭થી શ્ર્વાનની આહાર-ઉછેર ટ્રેનીંગ બાબતે વિશ્ર્વમાં પહલ થઇને ૧૯૫૦માં હચિસન્સ નામના લેખકે તેના લેખમાં શ્વાન તાલિમ પ્રશિક્ષણની વાત વિધિવત લેખમાં વર્ણવી બસ ત્યારથી વિવિધ બ્રિડના શ્વાનને તાલિમ આપવાનો યુગ શરૂ થયો.
અમુક ડોગ સેફટી ડોગ તરીકે માણસો પોતાના બંગલા ફાર્મ હાઉસ કે ફેકટરીમાં પાળતા હોય છે. તાલિમ અધ્ધ શ્વાન તેના માલિકની દરેક સૂચનાનો અમલ કરે છે.
પ્રશિક્ષિત ડોગ માણસ કરતા પણ ઉતમ કામગીરી કરે છે. જેમાં પોલીસના ગુન્હા શોધવા, એરપોર્ટ ઉ૫ર ડ્રગ પકડવા, ભૂકંપમાં કાટમાળ નીચે દટાયેલી બોડી શોધવી જેવા ઉતમ કામો કરી રહ્યા છે. આજથી ફિલ્મોમાં પણ શ્વાનનાં શ્રેષ્ઠ કરતવો બતાવાય રહ્યા છે. વિશ્ર્વમાં ‘પિટબુલ’ પ્રજાતીના ખુંખાર ડોગને પાળવાની ઘણા દેશોમાં મનાઇ છે.
ડ્રોગ પ્રશિક્ષણમાં ૪ માસના પપીને બેઝીક તાલિમમાં સામાન્ય સૂચનાનો અમલ સાથે બાદમાં વિવિધ કમાન્ડની તાલિમ અપાય છે. તાલિમનાં વિવિધ તબકકાની સંપૂર્ણ તાલિમ બધ્ધ શ્વાનને તેના માલિકે દરરોજ ઘરે યાદ કરવીને દૃઢિકરણ કરાવવું પડે છે. જો આમ ન થાય તો ડોગ ભૂલી જાય છે. ડોગને હાલની અદ્યતન પ્રધ્ધતિથી તાલિમ આપવામાં આવી રહી છે, જેમાં વિવિધ ઉપકરણોથી તેને પ્રશિક્ષિત કરાય છે.
અલગ અલગ પ્રકારની બ્રીડને તાલિમ અપાય છે જેમાં અમુક નાનકડી ટોપબ્રીડને પણ અપતા ટબુકડું શ્વાન વિવિધ કરતબ કરે છે.
આ ડોગ ટ્રેનિગનો વિશિષ્ઠ કાર્યક્રમ અબતક ચેનલમાં આજે સાંજે ૬:૩૦ કલાકે પ્રસારીત થનાર છે. આ સુંદર કાર્યક્રમ અબતકના ફેસબુક તથા યુટયુબમાં નિહાળી શકાશે.