ઠંડીની મોસમમાં નાના બાળકને બહુ ગરમ પાણીથી ન નવડાવો, એનાથી તેની સ્કિન વધારે ડ્રાય થઈ જાય છે
શિયાળામાં આપણી સ્કિન ડ્રાય થઈ જાય છે એના કરતાં વધારે નાનાં બાળકોની સ્કિન ડ્રાય થઈ જાય છે. નાનાં બાળકોની સ્કિન એટલી સેન્સિટિવ હોય છે કે એ માટે જેવીતેવી ક્રીમ કે લોશન પણ વાપરી શકતા ની, કેમ કે જો એ લોશન કે ક્રીમ તેને સૂટ ન થઈ તો તેને સ્કિન પર ઍલર્જી થઈ જાય છે. નાના બાળકનું જેમ ધ્યાન રાખવામાં આવે છે એમ તેની સ્કિનનું પણ એટલું જ ધ્યાન રાખવું જરૂરી છે. આવો જાણીએ ડર્મેટોલોજિસ્ટ ડોક્ટર સોમા સરકાર પાસેી કે નાનાં બાળકોની સ્કિનની શિયાળામાં કઈ રીતે સંભાળ લેવી.
મોઇસ્ચરાઇઝર
ન્યુ બોર્ન બેબીથી લઈને ૧૧-૧૨ વર્ષનાં બાળકોની સ્કિન વધારે ડેલિકેટ હોય છે. સ્કિન ડેલિકેટ હોવાને કારણે તેમની સ્કિન શિયાળામાં વધારે ડ્રાય થઈ જાય છે. એટલે તમે નાના બાળક માટે ત્વચાને રિલેટેડ કોઈ પણ વસ્તુ વાપરો એનું PH ન્યુટ્રલ હોવું જોઈએ. ન્યુટ્રલ ક્ટણ્માં PH ૫ અથવા ૫.૫ હોવું જોઈએ. નાનાં બાળકોની સ્કિનની દેખભાળ તે નાહવા જાય ત્યાથી જ શરૂ થઈ જાય છે. નાહતા સમયે સાબુ કે શાવર જેલ વાપરવું.
સાબુ કરતાં શાવર જેલ વધારે સેફ છે. શાવર જેલમાં બદામનું તેલ અથવા રાઈનું તેલ અથવા સેરામાઇડ ઑઇલ હોવું જોઈએ. આનાથી શાવર જેલ વધારે મોઇસ્ચરાઇઝિંગ થાય છે. એ પછી બદામના તેલ અવા ઑલિવ ઑઇલથી મસાજ આપવો. આ બધામાં વિટામિન E હોય છે. આજકાલ સ્મેલના લીધે રાઈના તેલનો ઉપયોગ બહુ ઓછો થઈ ગયો છે, પણ રાઈના તેલમાં ગરમી વધારે હોય છે એટલે ખાસ કરીને શિયાળામાં રાઈના તેલથી મસાજ કરવો જોઈએ. ઠંડીમાં ચામડીનું સ્તર ખરાબ થઈ જાય છે એટલે શરીરને મોઇસ્ચરાઇઝરની બહુ જરૂર હોય છે. એટલે બાળકને નાહ્યા પછી તરત જ મોઇસ્ચરાઇઝર ક્રીમ લગાવવું જોઈએ. ક્રીમમાં ગ્લિસરિન, લિક્વિડ પેરાફિન, વાઇટ સોફ્ટ પેરાફિન જેવી સામગ્રી હોવી જોઈએ. દિવસ-રાત ત્રણથી ચાર વાર મોઇસ્ચરાઇઝર લગાવવું.
ઍટોપિક ડર્મેટાઇટિસ
એટોપિક ડર્મેટાઇટિસ એટલે સ્કિન જરૂર કરતાં વધારે ડ્રાય હોવી. એ ડ્રાયનેસના કારણે બાળકને બહુ ખંજવાળ આવે છે અને ખંજવાળી-ખંજવાળીને સ્કિન પર રેશિસ ઊઠે છે તો ક્યારેક લોહી પણ નીકળે છે. આવાં બાળકોને બીજાં બાળકોની જેમ નોર્મલ મોઇસ્ચરાઇઝર ન લગાવવું. આ બાળકોને હેવી મોઇસ્ચરાઇઝરની જરૂર છે અને એ પણ ડોક્ટરની સલાહ પ્રમાણે, કેમ કે આ બાળકોની સ્કિન એટલી સેન્સિટિવ હોય છે કે તમે તેને જો ગમેતેવું મોઇસ્ચરાઇઝર લગાવો તો તેને સ્કિનની ઍલર્જી થઈ શકે છે. એ સિવાય આવાં બાળકોને ઠંડીમાં તો ઠીક, પણ ૩૬૫ દિવસ ઑલિવ ઑઇલથી મસાજ કરવો. સોફ્ટ ટોય્ઝ, માટી, ધૂળ, પાળેલાં જાનવરોથી દૂર રાખવાં.
ઘરગથ્થું ઉપાય
નાના બાળકની ત્વચા માટે ઘરગથ્થું ઉપાય પણ છે.