કંકુ છાંટી કંકોતરી મોકલી…
‘કંકોત્રી’ લગ્નના અવસરનું પ્રથમ પગથીયું. કંકોત્રીનું મહત્વ અત્યારે ખૂબ જ વધી ગયું છે. ખાસ કરીને મુકેશ અંબાણીના દિકરા આકાશ અંબાણીના વેડિંગ ઇન્વીટેશને લોકોને ઘેલુ લગાડ્યું છે. ૧.૫ લાખની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો ફરી કંકોત્રી તરફ વળ્યા છે. હવે યંગસ્ટર્સ સાદી કંકોત્રીને બદલે કંઇક ફિડરન્ટ માંગી રહ્યા છે તેવુ કહેતા મધુરાશ કાર્ડસના ઓનર અજીતભાઇ રાજદેવ કહે છે કે ‘અત્યારે યુવાનો કંકોત્રીની ડિઝાઇન પ્રત્યે વધારે કોન્સીયસ થઇ ગયા છે.
કંકુ છાંટી કંકોતરી મોકલી..કંકોત્રીમાં હાલ પેપરબેગવાળી, બોક્સ કવર, સ્ક્રોલ્સ, સાટીન અને વેલ્વેટની કંકોત્રીઓ ઓન ડિમાન્ડ છે. અમારે ત્યાં ૮ રૂપિયાથી શરૂ કરી ૩ હજાર રૂપિયા સુધીની કંકોત્રીઓ છે.’
તો બીજી તરફ જોહર બ્રાન્ડથી જાણીતા સ્કાય કંકોત્રીના ઓનર જયદિપભાઇ ગોવાણીએ કહ્યું કે, ‘હવે ટેકનોલોજીના યુગમાં લોકો પોતાના બજેટ પ્રમાણે કંકોત્રી બનાવડાવે છે. અમારે ત્યાં ચોકલેટ બોક્સ અને ડ્રાયફ્રુટ બોક્સ જેવી કંકોત્રી હાલ ઓન ડિમાન્ડ છે. તેમાં પણ અલગ અલગ વેરાયટી છે. અમારે ત્યાં ૬૦ રૂપિયાથી માંડીને ૧૫૦૦ રૂપિયાની કંકોત્રીઓ ઉપલબ્ધ છે. અમે કસ્ટમર્સની ડિમાન્ડ પ્રમાણે ડિઝાઇનમાં ફેરફાર કરી કંકોત્રી બનાવી આપીએ છીએ. મેટેલીકબેઝ, ફલાવર પેટર્ન,ની કંકોત્રી અમારે ત્યાં હાજર સ્ટોકમાં છે.’
સોશિયલ મીડિયા વોટ્સએપ અને ફેસબુક, ટવીટરના જમાનામાં કંકોત્રી પણ હવે પ્રભુત્વ જમાવી રહી છે. અગાઉ કંકોત્રીનું ખૂબ જ મહત્વ હતું અને ગુજરાતી લગ્નમાં લગ્નગીતોમાં કંકોત્રીને સામેલ કરાઇ છે.
જોકે હવે ઓનલાઇન આમંત્રણનો ક્રેઝ પણ વધી રહ્યો છે. ત્યારે કંકોત્રી ડીલરો પણ ફેસબુક કે ટવીટર, વોટ્સએપ માટે ખાસ ક્લિપ તૈયાર કરવામાં આવે છે અને ઇન્વીટેશન મોકલવામાં આવે છે તેવુ કહેતા ખુશ્વી ક્રિએટીવીટીના મુકુન્દ ટાંક જણાવે છે કે અમારી પાસે ૫૦૦ થી માંડી ૫૦૦૦ રૂપિયા સુધીની લકઝરીયસ કંકોત્રીઓ છે. અમે ડિમાન્ડ પ્રમાણે કંકોત્રીની ડિઝાઇન તૈયાર કરીએ છીએ.