તમે ગોટા બનાવવા માટે હજુ પણ બીજાની રાહ જોવો છો કે બહારથી ઓર્ડર કરીને તમે મંગાવો છો તો હવે સ્વાદિષ્ટ અને મજેદાર ગોટા બનાવો તમારા જ રસોડામાં અને તમારા ધર તમારા હાથે જ બનાવીને શુદ્ધ અને સતવીક ગોટા બનાવો.
તમારે માત્ર નીચે કહ્યા મુજબનું કરવાનું છે પછી સ્વાદિસ્ટ ગોટા બની જસે અને ગોટા ખાતા- ખાતા બધા જ ગોટાના આનદ લેશે
સામગ્રી
- ચણાનો લોટ : બે કપ
- ઘઉંનો લોટ : અડધો કપ
- મીઠું : સ્વાદ મુજબ
- મેથીની ભાજી : બે ઝૂડી
- આદુ-મરચાં : જરુર મુજબ
- કોમીર : એક કપ
- દહીં : એક કપ
- ખાંડ : ચાર ચમચી
- તેલ : તળવા માટે
- સાજીના ફૂલ : ચપટી
- તલ : એક ચમચી
- ધાણા : એક ચમચી
- ગરમ મસાલો : એક ચમચી
બનાવવાની રીત :
– ચણાના લોટમાં ઘઉંનો લોટ નાંખી બધો મસાલો નાંખવો.
– મરી અને ધાણા અધકચરા વાટવા. મેથીની ભાજી ઝીણી સમારી સારી રીતે ધોઇને લોટમાં નાંખવી.
– જાડું ખીરું બનાવવું, ખાંડ સહેજ આગળ પડતી નાંખવી.
– તેલ-પાણી ભેગા કરી સાજીના ફૂલ નાંખી ગરમ કરવું અને ગોટા ઉતારતી વખતે ખીરામાં નાંખવું.
– હવે એક કડાઇમાં તેલ નાંખી ગરમા-ગરમ ગોટા ચટણી સાથે પીરસો.