કોઇ પણ ખોટુ બોલનારને પકડવા માટે કોઇ ખાસ જ્ઞાનની જરુરી હોતી નથી, થોડી જાણકારીથી સાચાર ખોટાના પારખા લઇ શકાય છે. તો જાણો તમારા આસપાસના લોકો ખોટુ બોલે તો કઇ રીતે ઓળખશો.
– બોડી લેન્ગવેજ
ખોટુ બોલતી વખતે શરીરનો ઉપરનો ભાગ ફ્રીઝ થઇ જાય છે તેઓ ખોટુ હસવાનો પ્રયત્નો કરે છે. અવાજ ધીમી કરીને બોલે છે.
– આત્મવિશ્ર્વાસની અછત
ઇમાનદાર વ્યક્તિની બોડી લેન્ગવેજ આત્મવિશ્ર્વાસથી ભરપુર હોય છે. પરંતુ ખોટુ બોલનારના પગ અંદર તરફ વાળેલા હોય છે નહીતર તે તેના મુવમેન્ટને ઓછી દેખાડે છે. એક તેના હાથ પણ પાછળ હોય છે. ખોટુ બોલનાર વ્યક્તિ પોતાની બેંચેની છુપાવવા આવું કરતા હોય છે.
– ચહેરાની હાવભાવ
જ્યારે તમને લાગે કે સામેવાળી વ્યક્તિ ખોટુ બોલી રહ્યુ છે તો તેના ચહેરા પર ધ્યાનથી જુઓ તેના હાવ ભાવ એકદમ બદલી જાય છે. તે દરમ્યાન ગાલોના રંગ બદલી જાય છે.
આ ઉ૫રાંત નાકની નથ ફુલવા લાગે છે. શ્ર્વાસો શ્ર્વાસની પ્રક્રિયા તેજ થઇ જાય છે. વારંવાર આંખ ફફડાવી તેમજ હોઠ ચાવવાનાં લક્ષણો દેખાઇ આવે છે.