દલિત સરપંચ દ્વારા દાખલ પીટીશનની સુનાવણી વખતે હાઇકોર્ટ દ્વરા વેધક સવાલ
બાબુભાઇ સેન્મા નામના દલિત સરપંચ દ્વારા દાખલ કરવામાં આવેલ પીટીશનમાં ગઇકાલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પુછવામાં આવ્યું હતું કે દલિતોનો તેમના ગામમાં ઉચ્ચવર્ગ દ્વારા બહિષ્કાર અસ્પૃષ્યતા કઇ રીતે ગણાય ? આ પ્રશ્ર્નો જવાબ આપવા માટે પીટીશનરના વકીલે થોડો સમય માગ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે બાબુભાઇ સેન્મા એક દલિત વ્યકિત છે. તેઓ મહેસાણા જીલ્લાના ખેરાલુ બ્લોકમાં નાંદોલી ગામમાં ૨૦૦૬ થી ૨૦૧૧ સુધી સરપંચ તરીકે રહી ચુકયા છે. સેન્મા સાથે ગામમાં ઉચ્ચ વર્ગના લોકો દ્વારા સારી વર્તણુક કરવામાં આવી રહી નથી અને ગામમાં થયેલ ઝઘડા દરમ્યાન તેમને માર પડયો હોવાની એફઆઇઆર તેમણે દાખલ કરી હતી.
આ ઘટના માટે સરકારના અધિકારીઓ દ્વારા તેમને લાફો ઝીંકાયો હોવાની પોલીસ ફરીયાદ નોંધાવી હતી. ત્યારે આ બાબતને તેણે જાતિ આધારિત ગણાવી હતી. આ સબંધીત ઘટનામાં ઉચ્ચ વર્ગના લોકો દ્વારા પાંચ દલિતોના પરિવાર સાથે નાંદોલીના લોકો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. સેન્માની સરકારી અધિકારીઓ વિ‚ઘ્ધની ફરીયાદમાં મહેસાણાના કલેકટરને ગામની મુલાકાત વિશે પોલીસ ફરીયાદ અંગે માહીતી આપવામાં આવી હતી.
પીટીશ્નરના જણાવ્યા પ્રમાણે ગામ લોકો દ્વારા દલિતો દ્વારા ઉપજની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જયારે આ કેસમાં દલિત પરીવારોએ બાળકોને જ નજીકના ગામમાં શાળાએ જવામાં તકલીફ પડતી હોઇ નિકાસ કરવાની ના પાડી હતી.
આ ઘટનામાં મુખીએ આમાના પાંચમાંથી ત્રણ પરીવારોને ગામ છોડવા જણાવ્યું હતું, આ બહિષ્કારની વાતને બાજુએ મુકી સેન્માએ હાઇકોર્ટમાં તેમના સામાજીક બહિષ્કારની બાબતને ખોટી રીતે રજુ કરી અસ્પૃષ્યતા ગણાવી હતી. જેની કાયદા હેઠળ પ્રતિબંધિત છે. તેણે અસ્પૃષ્યતાના કાયદા હેઠળ ગામ છોડવા માટે આ ત્રણ ૫રીવારોને તગડી મુકયાની ફરીયાદ કરી હતી. ત્યારે તેની સુનાવણી શરુ થતાં જજ જી.આર. ઉઘવાણીએ સામાજીક બહિષ્કાર એ અસ્પૃષ્યતા કઇ રીતે ગણી શકાય તેવો પ્રશ્ર્ન કર્યો હતો ? કોર્ટે પીટીશ્નરના વકીલ આનંદ યાજ્ઞીકે સરપંચનો પક્ષ લેવા માટે જવાન માટે સમય માગ્યો હતો જેની વધુ સુનાવણી આગામી સોમવારે થશે.